________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અનાદિની પરિણતિ છે આ તો. ગઈ 'તી ને થઈ છે એમ નથી. આહાહા ! સમજાણું કાંઈ? આવો માર્ગ વીતરાગનો બહુ બાપુ. આહા!
અનુભાવ્ય, એ મારી જ વાત છે એમ કહે છે, અનુભાવ્યમાં. અનુભાવ કર્મનો, અનુભાવ કર્મનો નિમિત્ત, અનુભાવ્ય મારી પરિણતિ, મારી પરિણતિમાં અનુભાવ્ય મારા લઈને વ્યાપ્ત છે એમ કહે છે. આહાહા ! અનુભાવ એ નિમિત્ત છે અનુભાવ્ય એ પોતાની અશુદ્ધ પરિણતિ છે સાથે, આહાહા! નિરંતર મેલી છે, આહાહા ! એક કોર એમ કહે જ્યાં ત્યાં આધાર આપે છે સમકિતીને આગ્નવબંધ નથી. સમકિતીને આસ્રવ બંધ નથી. કઈ અપેક્ષાએ ભાઈ ! એને મિથ્યાત્વ ને અનંતાનુબંધીનું મૂળ સંસાર છે તે આસ્રવ બંધ નથી. બીજો આસ્રવ હજી છે ચોથે ત્રણ કષાય, પાંચમે બે, છઠ્ઠ એક-આહાહા ! અરે દસમા (ગુણસ્થાન) સુધી હુજી રાગનો અંશ અને આસ્રવ છે.
એક કોર દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, એને આશ્રયે શુદ્ધ પરિણતિ પણ થઈ છે. પણ પૂરણ મારો આશ્રય એ નથી. તેથી કર્મનું નિમિત્ત જે અનુભાવ એમાં મારું લક્ષ જાય છે, આશ્રય થાય છે. આહાહા ! અહીં (સ્વમાં) આશ્રય પૂરો નથી એટલે અહીં (પરમાં) આશ્રય જાય છે. પણ એ મારા પુરુષાર્થની નબળાઈને લઈને એ રાગનું વ્યાસપણું છે. આહાહા ! એ કર્મને લઈને નહીં. એમ મલિનતાનો અંશ જરીયે નથી એમ નહીં. અરે! હવે આવી વાતું છે. સ્વામી કાર્તિકેયમાં તો ત્યાં સુધી કહ્યું છે એક ઠેકાણે કે સમકિતી વસ્તુ તરીકે, પ્રભુ તરીકે સ્વીકારે છે. પોતાને, પણ સમકિતી પર્યાયમાં તૃણ તુલ્ય પામર માને છે, ક્યાં કેવળજ્ઞાન અને ક્યાં ચારિત્ર દશા, આહાહા ! અને ક્યાં આ મારી એક અને અનંતાનુબંધીના મિથ્યાત્વ અભાવની પરિણતિ, હું પામર છું. આહાહા ! તૃણ તુલ્ય છું એવો પાઠ છે સ્વામી કાર્તિકેય ( ગ્રંથમાં ) તરણ તૃણ તૃણ તનીક તરણા તુલ્ય ! ક્યાં પ્રભુ કેવળજ્ઞાન અને ક્યાં હું? એક કોર પૂરણ છું દ્રવ્ય, એક કોર તૃણ તુલ્ય પર્યાયમાં છું. આહાહા ! એ મારું લક્ષ છે અને તેને ટાળવા માટે મારો પ્રયત્ન ટીકા કરવામાં છે. આહાહા! જો કે ટીકાને કરવાનો કાળ આવ્યો છે પણ નહીંતર એને ટાળવાના પ્રયત્નમાં જ હું છું. અંતરના સ્વભાવ સન્મુખ થવામાં જ મારી પ્રયત્ન દશા છે પણ હવે આ ટીકાનો કાળ આવ્યો છે તેથી કહું છું કે ટીકાથી મારી પરમ વિશુદ્ધિ થજો. આહાહાહા !
- નિરંતર, કોનાથી? અનુભાવ મોહકર્મને લીધે. વ્યાતિ કલ્માષિતાયાઃ મેલી છે. આહાહા ! મુનિરાજ કહે છે કે મારી પર્યાયમાં મલિનતા છે. આહાહાહા! એક સંજવલનનો રાગ, સંજ્વલનનો ચોથા કષાયનો પણ મેલ છે. આહાહા ! પાઈએ પાઈનો હિસાબ છે અહીં તો. લોકો નથી કહેતા પાઈ-પાઈનો હિસાબ, આહાહા! એમ જેટલું ત્રિકાળ શુદ્ધ છે એ પણ છે, પરિણતિ શુદ્ધ છે એ પણ છે, અને અનુભાવ્ય કર્મના નિમિત્તમાં જોડાણ જે કાંઈ છે એ નિરંતર કલ્માષિત પણ છે. આહા ! વસ્તુ તો જેમ છે એમ એણે યથાર્થ જોવી જોઈ (એ) ને? આઘી પાછી, ઓછી અધિક, વિપરીત એમ ન હોય. આહાહા! (સમ્યજ્ઞાન તભી કહેલાયેગા) ઓછી, અધિક, વિપરીત (વિના) બરાબર તુલના કરના.
અને હું કેવો છું?” જોયું, ઓલી મારી પરિણતિ એમ કીધી'તી. આહાહા! મારી પરિણતિ પહેલી એમાં મમ્ અનુભૂતિ એમ હતું નિર્મળમાં અને એની હારે જરીક પર પરિણતિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com