________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ થશે. આહાહાહા ! ભવતુ કહે છે ભાઈ ! ગજબ છે પ્રભુ! આહા! મુનિઓની ગાથા અને કડી ! આહાહા ! અરે દિગંબર સંતો ક્યાં છે જગતમાં ભાઈ ! આહાહા ! (સ્વભાવકાભી જ્ઞાન, અશુદ્ધતાકા ભી જ્ઞાન, શુદ્ધતાકા ભી જ્ઞાન ) એવું છે. આહાહા ! મારા દ્રવ્યનું પણ ભાન, મારી શુદ્ધિ થઈ છે એની પણ ખબર છે, અને શુદ્ધિ વધશે એમ જ મને ખબર છે. એમાં ખરેખર તો શુદ્ધિ વધશે એમ કહેતા હું આ ભાવે જ, સમ્યગ્દર્શન ને જ્ઞાનના ભાવે જ, હું પૂરણ કેવળજ્ઞાન લેવાનો છું. આહાહા! એવો મારા પ્રભુનો પોકાર છે, એમ કહે છે. ચૈતન્ય પ્રભુ! પૂરણ સ્વભાવથી ભરેલો અનંતા ગુણોને પણ એક ગુણ એક સમયમાં જાણનારો, એવો સર્વ ગુણને જાણનારો અને સર્વને જાણનારો, એવો મારો પ્રભુ સર્વજ્ઞ સ્વભાવ, એ મને બેઠો છે. વિશ્વાસમાં સમ્યગ્દર્શનમાં એ વાત બેસી ગઈ છે. વર્તમાનમાં પણ શુદ્ધ પરિણતિ એ ઉપરાંત સ્વના આશ્રયથી સમ્યકત્વ છે અને એથી સ્વના વિશેષ આશ્રયથી મારી શુદ્ધિ પણ છે. આહાહા ! અને હજી પણ એથી વિશેષ આશ્રય થશે અને શુદ્ધિ થશે જ. આહાહાહા ! શું મંગળિક (શુદ્ધિ પ્રગટે. એને જ મંગળિક કહેવાયને) આહાહાહા !
પરમવિશુદ્ધિ 'વિશુદ્ધિ શબ્દ ઘણો વપરાય છે. વિશુદ્ધિ તો શુભનેય વપરાય છે, શુદ્ધનેય વપરાય છે, દ્રવ્યનેય વપરાય છે. વિશુદ્ધિ શબ્દ દ્રવ્યમાંય વપરાય છે, ગુણમાં વપરાય છે, નિર્મળ પર્યાયમાં પણ વપરાય છે, અને મલિન પર્યાયમાં પણ શુભમાં-વિશુદ્ધિ (શબ્દ) વપરાય છે. પંડિતજી! આહાહાહા ! પણ મારી આ પરમવિશુદ્ધિ તો તદ્ગ નિર્મળ છે જ, એ નિર્મળતા વધી જશે. આહાહા ! પરમ વિશુદ્ધિ સમસ્તનો અર્થ સમસ્ત રાગાદિ વિભાવ પરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા થાઓ. હવે કહે છે એ પરિણતિ છે, કઈ રીતે છે? અશુદ્ધતા હોં, કેમકે વિશુદ્ધિ થાઓ એમ કહ્યું, ત્યારે હુજી અશુદ્ધિ છે, વિશુદ્ધિ પણ છે અને અશુદ્ધિ પણ છે, વિશુદ્ધિ પ્રગટ, પ્રગટ વિશુદ્ધિ પણ છે અને પ્રગટ અવિશુદ્ધિ પણ છે, નહીં તો વિશુદ્ધિ પૂરણ પ્રગટ થાઓ એમ ક્યાંથી આવ્યું? એટલે અશુદ્ધિ પણ છે. આહાહાહાહા ! ત્રણ કષાયનો અભાવ(છે) એ મુનિરાજ પોતેઆહાહા ! અરે મને પણ હજી અશુદ્ધિ છે, એ અનાદિની છે ઈ છે. અશુદ્ધિ ગઈ'તી ને થઈ છે નવી એમ નથી–એ અશુદ્ધિનો અંશ એ અનાદિનો છે મારે. આહાહા!
કેવી છે તે પરિણતિ? અશુદ્ધ, “પપરિણતિહતોર્મોહનાખ્ખોડનુભવાતુ” પરપરિણતિનું કારણ, છે તો પરિણતિ વિકારી-એથી પરપરિણતિ કહેવામાં આવે છે. સ્વરૂપની પરિણતિ નથી શુદ્ધ. આહાહા ! પર પરિણતિનો હેતુ, હેતુ શબ્દ છે ને? આહાહા! હેતુ શબ્દ છે. પરપરિણતિ હેતુ. એનું કારણ એમ, હેતુ એટલે કારણ, મારામાં જે વિકારનો અંશ છે. આહાહા! એક કોર નિયમસારમાં એમ કહે કે જરી રાગ છે મુનિને, વળી એમ કહે કે મુનિની દશા અને કેવળમાં ફેર માને એ જડ છે એમ કહે છે એક કળશમાં નિયમસારમાં, જરી રાગનો અંશ છે એને ગૌણ કરી નાખીને, આહાહા ! કારણ કે એને નીકળી જવાનો છે. એથી મુનિ અને કેવળમાં કાંઈ ફેર નથી, ફેર માને એ જડ છે, આહાહા ! એમ કહ્યું છે હોં! એ કળશ છે. આહાહા! અરે સંતોની તો બહિલારી છે ને!! જેણે કેવળજ્ઞાન રાખ્યા છે ઉભા. આહાહા! પંચમકાળમાં કેવળજ્ઞાનના કેડાયતોએ કેવળજ્ઞાન ઉભું રાખ્યું છે. આહાહાહા ! અને ત્યાં સુધી કીધું છે ને પ્રવચનસારમાં જેમણે મોક્ષમાર્ગ સાધ્યો છે અને અમે મોક્ષ કહીએ છીએ કહે છે. પ્રવચનસારની છેલ્લી પાંચ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com