________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહા ! ન્યાંય શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ કહીને સર્વજ્ઞ સ્વરૂપી જ આત્મા છે એમ સિદ્ધ કર્યું છે. આહાહા ! એ કહે છે જુઓ ત્રીજા શ્લોકમાં ટીકાકાર આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતાં પ્રતિજ્ઞા કરે છે સમયસાર વ્યાખ્યા એવ. આ સમયસાર નામ શુદ્ધ આત્મા વાટ્યરૂપે, અને વાચકરૂપે ગ્રંથનું કથન સમયસાર વ્યાખ્યા એવ “એવ” શબ્દ પડ્યો છે, સમયસાર એટલે શુદ્ધાત્મા, સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ શુદ્ધાત્મા, આહાહા ! અથવા ગ્રંથ, શબ્દો, સમયસાર આત્મા અથવા સમયસારના શબ્દો, એની કથની અને ટીકાથી જ, ભાષા એવી છે, એવ શબ્દ છે ને? વ્યાખ્યા “એવ' કથની ને ટીકાથી જ મારી અનુભૂતિ, અનુભવનરૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ થાઓ. આહાહા!
હવે એક કોર એમ કહેવું કે ટીકા કરવામાં તો વિકલ્પ છે. પંડિતજી! ટીકા કરવામાં કારણ કે ટીકા છે એ તો શબ્દો છે અને પરદ્રવ્ય છે. એ ટીકા કરવાથી જ મારી પરમ વિશુદ્ધિ થાઓ, એમ કહીને પર્યાયમાં અશુદ્ધતા છે. હું મુનિ છું છતાં હજી ત્રણ કષાયનો અભાવ હોવા છતાં વિકલ્પ છે એમ સિદ્ધ કરે છે. ટીકા કરવાનો વિકલ્પ આવ્યો છે એ વિકલ્પ છે. આહાહા ! એ ટીકાથી જ એનો અર્થ એ કે ટીકામાં મારું વલણ તો સર્વશને સિદ્ધ કરવાનું છે. અને મારી એ વખતની (દષ્ટિ) ધ્રુવમાં મારું ધ્યેય છે એ સર્વજ્ઞ સ્વરૂપી છે એમાં મારું ધ્યેય છે, અને પ્રગટ કરવાની પર્યાય છે એ સર્વજ્ઞ છે, તો મારું ટીકાના કાળમાં, ભલે ટીકા થઈ ત્યારે કેવળ થયું નથી એને, વાત તો એવી છે ટીકા એવ પરમ વિશુદ્ધિ ભવતુ ટીકા થઈ ગઈ છતાં પરમ વિશુદ્ધિ કેવળ થયું નથી. છતાં નિર્મળતા થઈ છે અને નિર્મળતા થશે, મારું ધ્યેય દ્રવ્ય ઉપર છે, ચૈતન્ય વસ્તુ છે. એ સર્વજ્ઞ સ્વરૂપી એ બોલશે કહેશે. “શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ ત્રીજું પદ છે ને? ત્રીજાનું છેલ્લું પદ હું તો શુદ્ધ જ્ઞાયક માત્ર મૂર્તિ છું. આહાહાહાહા !
સર્વજ્ઞ “જ્ઞસ્વભાવ, ચિનું જ્ઞાન સ્વભાવ મૂર્તિસ્વરૂપ જ મારું છે. શુદ્ધ ચિન્માત્ર, સર્વજ્ઞચિન્માત્ર, સર્વજ્ઞ સ્વભાવ માત્ર મારું સ્વરૂપ છે, દ્રવ્યદૃષ્ટિએ તો હું આવો જ છું. આહાહા! ચિન્માત્ર મૂર્તિ જ્ઞાન, ભાષા તો જુઓ. ઓહોહો ! ગાથા દીઠ જ્ઞાનની પૂર્ણતાને અંદર વર્ણવી છે. જેમ ઓલી શક્તિનું વર્ણન કર્યું છે ને! જીવતર –ચિત્તિ તો દરેકમાં જ્ઞાન છે. જીવતર, ચિતિ, દેશિ, જ્ઞાન, સુખ, વીર્ય વિ. ઓહોહો ! કારણકે જ્ઞાન વિના બીજી ચીજને પણ જાણશે કોણ? પોતાના અનંતા ગુણો છે ભલે, પણ એ ગુણને જાણશે કોણ? જાણનાર તો જ્ઞાન છે. બીજા ગુણો કાંઈ જાણતા નથી. આહાહા!હું તો એક ચિન્માત્ર મૂર્તિ પ્રભુ છું. આહાહા ! બધા ગુણોનો અને મારા ગુણનો જ્ઞાનનો એ અને જગતના દ્રવ્ય ગુણ પર્યાય બધાનો હું તો જાણનાર માત્ર દ્રવ્ય છું. આહાહા ! પણ આ ટીકાથી જ “મમ અનુભૂતિ” “મારી અનુભૂતિ, શુદ્ધ પરિણતિની પરમ વિશુદ્ધિ,” એટલે એમ કેમ કહ્યું? કે અનુભૂતિ છે તો ખરી “પરમ વિશુદ્ધિ' શબ્દ વાપર્યો છે ને? આહાહા ! - પરમ વિશુદ્ધિ. ઓહો ! શુદ્ધિ છે. વસ્તુ છું એ દ્રવ્યદૃષ્ટિએ કહેશે આગળ. ચિન્માત્ર મૂર્તિ છું એ તો દ્રવ્યે . અને પર્યાયમાં પણ અનુભૂતિ તો છે. આહાહાહા ! એ સ્વભાવને અનુસરીને અનુભવ અને અનુભૂતિ- પરિણતિ નિર્મળ છે, એટલું સિદ્ધ કર્યું.
પણ પછી, મારી અનુભૂતિની પરિણતિની પરમ વિશુદ્ધિ, વિશેષ શુદ્ધિ, “સમસ્ત રાગાદિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com