________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સમજાણું? આહાહાહાહા ! કારણ કે ટીકા વખતે લક્ષ મારું જોર તો ધ્રુવ ઉપર રહે છે. ત્રિકાળી મારી દૃષ્ટિનો વિષય ધ્રુવ છે, એ કદી ખસતો નથી. ગમે તે વખતનું જ્ઞાન અને ગમે તે વાણી હો, પણ જે ધ્રુવ નિત્યાનંદ પ્રભુ તેના ઉપર અમારી દૃષ્ટિનું પરિણમન થયું છે. આહાહા !
ધ્યાનમાં જેને અમે ધ્યેય બનાવ્યું છે, એ ધ્યેય કદી ખસશે નહીં! આહાહા! તેથી ટીકાથી ભાષા એમ આવશે. સમયસાર વ્યાખ્યા એવ, સમયસારની ટીકાથી જ, ટીકાથી જ એમ આવશે. પણ એનો અર્થ એવો છે કે સમયસારની ટીકાના કાળમાં. આહાહા ! પંડિતજી! કે અમારું લક્ષ
ત્યાં ધ્રુવ ઉપર ધારા લાગી છે. આહાહા ! એથી અમને ટીકા કરવાના કાળમાં અશુદ્ધિ છે તેનો નાશ થશો અને શુદ્ધિ પ્રગટ થશો. વિશેષ વ્યાખ્યા કરશે.
પ્રમાણ વચન ગુરુદેવ....
શ્લોક - ૩ હવે (ત્રીજા શ્લોકમાં) ટીકાકાર આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતાં પ્રતિજ્ઞા કરે છે -
(માલિની) परपरिणतिहेतो र्मोहनाम्नोऽनुभावादविरतमनुभाव्य व्याप्तिकल्माषितायाः। मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते
र्भवतु समयसारव्याख्ययैवानुभूतेः।।३।। શ્લોકાર્થ - શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે -[ સમયસા૨વ્યાક્યા વ] આ સમયસાર (શુદ્ધાત્મા તથા ગ્રંથ)ની વ્યાખ્યા (કથની તથા ટીકા) થી જ [ મ નમૂતે ] મારી અનુભૂતિની અર્થાત્ અનુભવનરૂપ પરિણતિની [પરમવિશુદ્ધિ ] પરમ વિશુદ્ધિ (સમસ્ત રાગાદિ વિભાવપરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા) [મવત] થાઓ. કેવી છે તે પરિણતિ? [૫૨પરિતિદેતો: મોદીનુ: અનુમાવતિ] પ૨પરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ તેના અનુભાવ (-ઉદયરૂપ વિપાક) ને લીધે [ વિરતમ અનુમાવ્ય
વ્યાપ્તિ-ન્માષિતાયા:] જે અનુભાવ્ય (રાગાદિ પરિણામો) ની વ્યાસિ છે તેનાથી નિરંતર કલ્માષિત (મેલી) છે. અને હું કેવો છું?[ શુદ્ધવિન્માત્રમૂર્તે:]દ્રવ્યદૃષ્ટિથી શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું.
ભાવાર્થ- આચાર્ય કહે છે કે શુદ્ધદ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે-રાગાદિસ્વરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્માની કથનીરૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ. બીજું કાંઈ પણ-ખ્યાતિ, લાભ, પૂજાદિક-ચાહતો નથી. આ પ્રકારે આચાર્ય ટીકા કરવાની પ્રતિજ્ઞાગર્ભિત એના ફળની પ્રાર્થના કરી. ૩.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com