________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૧ “અનંત ધર્મણસ્તત્વ પશ્યન્તી.”એ અનંત ધર્મોમાં વ્યાપેલું ચૈતન્ય તત્ત્વ એમ, “પશ્યન્તી” એ બધાને દેખે છે.
સર્વજ્ઞ બધાને, (જાણે ) ને શ્રુત જ્ઞાન બધાને (જાણે ) ને વાણી બધાને કહે છે, એમ. એ અનંત ધર્મણસ્તત્વની વ્યાખ્યા કરી. આહાહા ! પહેલું પદ છે એનું કે આત્મામાં અનંત ધર્મો એટલે ગુણ અને પર્યાય છે, તેમાં ચૈતન્ય તત્ત્વ છે એ બધાય ગુણો, પર્યાયમાં પ્રસરેલાં છે, આમ રહેલું છે. બીજા ગુણ પર્યાય રૂપે થયાં છે એમ નહીં. બીજા ગુણોની પર્યાયરૂપે ચેતનનો ગુણ ને પર્યાય થયો છે એમ નહીં. પણ બધા ગુણો ને પર્યાયમાં આમ ચેતનપણું વ્યાપીને પ્રસરી રહેલું છે એ અપેક્ષાએ તેને આત્માનું ચેતન તત્વ કહ્યું છે. આહાહા ! અનંત ધર્મણસ્તત્વ. સમજાણું કાંઈ ?
આમાં તો અંદર લખ્યા છે એના અર્થ છે. સામે પુસ્તક તો પડયું છે. આહાહા ! કેટલી સાદી ભાષાએ જયચંદ પંડિતે લખ્યું છે આ. પહેલાના પંડિત જયચંદ્ર પંડિત, રાજમલજી પંડિત, ટોડરમલજી, બનારસીદાસ બહુ ઘણું કામ કરી ગયા. બહુ કામ કરી ગયા. મધ્યસ્થ, સત્ય હતું એ આપ્યું બહાર. કોઈનો પક્ષ નહિ. અત્યારે એક પંડિત કહે કે નિમિત્તથી થાય. બીજો કહે કે નિમિત્તથી ન થાય, નિમિત્ત હોય પણ એનાથી થાય નહીં, હવે વાંધા! એક પંડિત કહે વ્યવહારથી નિશ્ચય થાય, બીજો કહે કે ભાઈ વ્યવહાર હોય ખરો, વિષય છે માટે વ્યવહાર હોય પણ એનાથી નિશ્ચય થાય એમ નહીં. કારણ વ્યવહાર રાગ ને દુઃખ છે અને ધર્મ છે એ સુખ છે, દુઃખથી સુખ થાય નહીં. આ વાંધા મોટા લ્યો, શું થાય? (એ જોરદાર હોય એની સામા વાંધા હોય) આવે, આવે, વાંધા હોય ! કરે કરે હવે સમાતું જાય છે થોડું થોડું થોડું બહાર વાંચે છે ને લોકો વાંચે છે. વીસ લાખ પુસ્તક બહાર પડી ગયા, લાખ્ખો હજી ભિન્ન ભિન્ન જાતથી છપાય છે. બહાર પડે છે. અહીં ક્યાં ખાનગી રાખ્યું છે વાત. એક જ પુસ્તક ક્યાં છે-અહીં તો વીસ લાખ પુસ્તક છે. કરોડો રૂપિયાના તો પુસ્તક થઈ ગયા છે. કરોડોના મંદિરો થઈ ગયા છે. કરોડોના અહીં મકાન આદિ થઈ ગયા. આ કાંઈ ગુપત નથી. આહાહા !
અહીં તો અનંત ધર્મસંસ્તત્ત્વ પહેલો શબ્દ છે એનો ખુલાસો કર્યો કે ચેતનને અનંત ધર્મનું તત્ત્વ કેમ કહ્યું? કે ચેતન છે એ અસાધારણ છે, બીજો ગુણ એમાં નથી તેમ આ ચેતન બીજામાં નથી, એક વાત અને એ ચેતન પોતાના અનંત ધર્મોમાં પ્રસરેલું છે, વ્યાપેલું છે. અનંત ધર્મરૂપે થયું છે એમ નહીં પણ અનંત ધર્મમાં વ્યાપેલું છે, એ અપેક્ષાએ ચેતનને આત્મતત્ત્વ કહેવામાં આવે છે. આહા!
“તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે,” જોયું? કોને? આત્મતત્ત્વને-કયા તત્ત્વને? કે ચેતન તત્ત્વને-કેવું ચેતન તત્ત્વ? કે અંદરમાં વ્યાપક છે અનંત ધર્મમાં તેને. એવા ચૈતન્ય તત્ત્વને સર્વજ્ઞની પર્યાય દેખે છે, શ્રુતજ્ઞાનની પર્યાય દેખે છે, વાણી એને દેખાડે છે. આહાહા!તેને “આ સરસ્વતી દેખે છે અને દેખાડે છે” એ વાણી, કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાન દેખે છે અને વાણી એને દેખાડે છે.
એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે,” જોયું?આહાહા !અનંત ધર્મણસ્તત્વ પશ્યન્તી પ્રત્યમ્ આત્મન”. આહાહા ! એ કહ્યું ને? અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશતામ્ નિત્ય પ્રકાશો. કેવળજ્ઞાન કાયમ પ્રગટ રહો, શ્રુતજ્ઞાન સાધકપણે કાયમ રહો અને વાણી તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com