________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પોત પોતાની પર્યાયના ષકારકપણે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એનાથી તે પર્યાય સ્વયં સિદ્ધ પરની અપેક્ષા વિના અને દ્રવ્ય ને ગુણના આશ્રય અને આધાર વિના, ષકારકરૂપે પરિણમવું એવો એનો પર્યાયનો ધર્મ છે. (જિજ્ઞાસા: આધાર છે કે નહીં મહારાજ) આધાર એ પર્યાયનો આધાર પર્યાય, ગુણનો આધાર નથી એવું છે. આહાહા! એવું છે એ (પંચાસ્તિકાય) બાસઠ ગાથામાં આવ્યું છે ને? ત્યાં ચર્ચા થઈ 'તીને વર્ણજીની હારે બાસઠ ગાથા, વિકાર છે એ ષકારકનું પરિણમન સ્વતઃ છે જેને પર કારકની અપેક્ષા નથી. વિકારને પોતામાં થવામાં ષકારકોઃ કર્તા કર્મ, પર્યાય કર્તા, પર્યાય કાર્ય, પર્યાય સાધન કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન, પર્યાય અધિકરણ, એને પર સાધનની તો અપેક્ષા નથી પણ દ્રવ્ય ગુણની અપેક્ષા નથી, આકરું પડ્યું 'તું એમ કહ્યું ત્યારે, એક (પં.) ફુલચંદજીએ કબૂલ કર્યું હતું, (પ.) ફૂલચંદજી કહે કે સ્વામીજી આમ કહે છે. નિશ્ચયથી વિકારના ષકારકો પર્યાયના પર્યાયમાં પોતાના કારણે થાય છે, પરના કારકની તેને અપેક્ષા નથી. પરના કારણો કર્તા કર્મની તેને અપેક્ષા નથી-આહાહા ! આ તો તેની સાલની તકરાર-એકવીસ વર્ષ થયા.
બાકી અહીં ત્રીજી સાલમાંય ચર્ચા થઈ હતી, પંડિતો બધા ભેગા થયા 'તાને બત્રીસતેત્રીસ. વિદ્વત પરિષદ ભરી 'તીને ત્રીજી સાલ એને એકત્રીસ વર્ષ થયા. એ વખતે એક પંડિત હતો મહેન્દ્ર મહેન્દ્ર ને? ગુજરી ગયો, કોણ? નામ? મહેન્દ્ર મહેન્દ્ર પંડિત હતો એ સર્વજ્ઞપણું નહોતા માનતા એમ કે પર્યાય થાય, એ પરની અપેક્ષા હોય તો થાય. કીધું અહીં તો પરની અપેક્ષા તો નહીં પણ પોતાના દ્રવ્ય-ગુણની અપેક્ષા નહીં. પંડિતજી આવું છે. એ નહોતા માનતા. એ લલીતપુરમાં બહુ ચર્ચા થઈ હતી, લલીતપુરમાં એણે સાંભળેલું નહીં અને બહારની વાતો સાંભળી. ને એમાં જરી.
આવું પરમ સત્ય પરમાત્મા, ત્રિલોકનાથ તીર્થંકરનું કહેલું, સર્વજ્ઞથી જાણેલું, જોયેલું, પ્રત્યક્ષ થયેલું અને વાણી વાણીને કારણે પ્રત્યક્ષ નીકળી. વાણીને કારણે નીકળી કાંઈ ભગવાન સર્વજ્ઞ છે માટે વાણી નીકળી એમેય નહીં–આહાહા ! કારણ કે વાણીના શબ્દો છે પરમાણું એની વાણીરૂપે પર્યાય, શત્કારકરૂપે પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ સાધન, ભાષાની પર્યાય, પર્યાયથી થાય છે ! આવી વાત. હોઠથી નહીં, આત્માથી નહીં, ઈચ્છાથી નહીં, એ ભાષાની પર્યાય ભાષાના પરમાણુથી યે નહીં, આમ છે. પર્યાયના ષકારક સત્ છે ને ! દ્રવ્ય સત્, ગુણ સત, પર્યાય સત, સત્ છે તેને હેતુની જરૂર ન હોય. સ્વયંસિદ્ધ સત્ પોતાની અપેક્ષાથી સત્ છે. પરને લઈને પર્યાય છે નહીં, બહું આકરું પડ્યું. એકાંત લાગે ને આમ લાગે-આહાહા!
આત્મામાં અનંત ધર્મોમાં ચેતનપણું ખાસ ધર્મ છે. એક અસાધારણ- ખાસ એક જ એ ધર્મ એનો છે.” ચારિત્ર, શ્રદ્ધા, અસ્તિત્વ, વસ્તુત્વ, સમકિત આદિ બધી પર્યાયો છે ગુણો છે પણ એ ગુણો પોતાને જાણતા નથી. જ્ઞાન ગુણ જ પોતે પોતાને જાણે છે ને પરને જાણે છે. આહાહાહા! આવું વસ્તુનું સ્વરૂપ છે લ્યો! આત્માના અનંત ધર્મોમાં, અનંત ગુણ ને પર્યાયમાં ચેતનપણું ખાસ ધર્મ છે “બીજા અચેતન દ્રવ્યોમાં નથી. સજાતીય જીવ દ્રવ્યો અનંત છે, ” બીજા આત્માઓ પણ અનંત છે. “છતાં તેમનામાંય જોકે ચેતનપણું છે, તો પણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું છે.” આનું ચેતનપણું અને બીજા આત્માનું ચેતનપણું ભિન્ન ભિન્ન છે. આના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com