________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૨
૨૭ છે–પણ કેટલાંક તો કહી શકાય નહીં એવાય ગુણો છે. દરેક દ્રવ્યમાં અનંત સામાન્ય ગુણો છે, અસ્તિત્વ આદિ અને અનંત વિશેષ ગુણો છે, ચેતન અચેતન આદિ એવા અનંતાધર્મો છે એક દ્રવ્યમાં, અનંત સામાન્ય છે, અને અનંત વિશેષ છે.
“અહીં સામાન્યરૂપધર્મો તો વચનગમ્ય છે પણ બીજા વિશેષરૂપ ધર્મો તો વચનનો વિષય નથી એવા પણ અનંત ધર્મો છે.” વચનથી ન કહી શકાય ! વાણી જડ છે, પ્રભુ ચૈતન્ય છે. ધર્માસ્તિ આદિ એ પણ બધા અરૂપી છે, પરમાણુ આદિ રૂપી છે. એવા પણ અનંત ધર્મો છે “જે જ્ઞાનગમ્ય છે.” જ્ઞાન જાણી શકે છે, પણ વાણી દ્વારા એની વિશેષતાઓ ભેદ પાડીને પૃથક પૃથક કહી શકે એવી તાકાત વાણીમાં નથી. સામાન્ય કહી શકે, વિશેષના પ્રકારો કહી શકે નહીં, છતાં જ્ઞાન ગમ્ય છે. વાણી દ્વારા વિશેષ કહેવાય નહીં, છતાં જ્ઞાનગમ્ય જ્ઞાનમાં જણાય એવા છે. આહાહા !
“આત્મા પણ વસ્તુ છે તેથી તેમાં પણ પોતાના અનંત ધર્મો છે” કેટલાંક સામાન્ય કહી શકાય છે, કેટલાંક કહી શકાતા નથી, છતાં જ્ઞાનગમ્ય વસ્તુ છે એવા અનંત ધર્મો આત્મામાં પણ છે. વસ્તુ એક, ધર્મ અનંત, અનંત ગુણ અને અનંતી પર્યાય. આહાહા! “એક' પણ ધર્મ છે, અનેક ” પણ ધર્મ છે. 'નિત્ય” પણ છે, “અનિત્ય ” પણ છે, “ભેટ” પણ છે “અભેદ' પણ છે. સામાન્યપણ છે. “વિશેષ” પણ છે. આહાહા ! બહુ ટૂંકામાં સંકેલ્યું છે. “આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે,”બીજાં અનંતા ગુણો છે ધર્મ. પણ ચેતનપણું અસાધારણ છે, એટલે કે બીજાં ગુણો ચેતનપણે નથી. પોતામાં પણ અનંત ગુણો છે. પણ ચેતન (માં) તો જાણવું દેખવું એ જ બે ધર્મ છે એવાં બીજાં અનંતા ગુણોમાં એ નથી તેથી ચેતનપણું એ અસાધારણ નામ બીજામાં નથી, બીજો એવો નથી. બીજામાં નથી, બીજો એવો નથી. માટે ચેતનને, છે ને? અસાધારણ ધર્મ (કહ્યો) છે.
આત્માની અંદરમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે, અસાધારણ એટલે કે એક જ એ વસ્તુ છે, એમાં અનંત ધર્મ છે એ માંયલો બીજો કોઈ આ ચેતન નથી. તેમ એ ચેતન બીજા ચેતનમાં છે એ ચેતન આ ચેતન નથી. એનું ચેતન એનામાં અને આનું ચેતન આનામાં છે. આહાહા !
આવી સ્વતંત્રતા છે! દરેક દ્રવ્યય સ્વતંત્ર, ગુણેય સ્વતંત્ર, પર્યાય તે તે ક્ષણે થતી પર્યાય એ પણ એનો પોતાનો ધર્મ છે માટે સ્વતંત્ર છે, એને પરની કોઈ અપેક્ષા નથી. આહાહાહા ! આ પાનું ઊંચું થવું આમ એને આ આંગળીની અપેક્ષા નથી. એનો પર્યાય ધર્મ જ તે વખતે તે પ્રકારે થવાનો છે. આહાહા ! પર્યાય સ્વતંત્ર છે “પરેશ જાય તે પર્યાય ” એક જણે વળી એવું નાખ્યું'તું તત્ત્વ” માં આવ્યું તું-પણ જાય તે પર્યાય, ઓલા બંસીધરજીએ ઘણું કરીને નાખ્યું'તું, પણ જાય તે એ પર્યાય નહીં. પર્યાય, પોતાનો તે સમયની અવસ્થા ઉત્પન્ન થવાની યોગ્યતા છે, પોતાને કારણે ચાહે તો વિકારરૂપ હો કે ચાહે તો અવિકારરૂપ હો. પણ તે તે સમયની થવાની તે પર્યાયની યોગ્યતાનો ધર્મ પોતાનો પોતાથી પોતામાં છે. ખરેખર તો છ એ દ્રવ્યની પર્યાય ષકારકરૂપે પરિણમે તેને પરની અપેક્ષા તો નથી પણ તેને પોતાના દ્રવ્ય ગુણની અપેક્ષા નથી. આહાહા ! સમજાણું કાંઈ? સમજાય છે કાંઈ?
છ એ દ્રવ્ય, ભગવાને છ દ્રવ્ય (જોયાં છે) સંખ્યાએ અનંત, જાતિએ છે, પણ અનંત દ્રવ્યો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com