________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ધારી રાખેલો છે અને દરેક દ્રવ્ય ત્રણે કાળે સમય સમયમાં પરિણમન કરે તેથી તેનો પર્યાય પણ તેનો ધર્મ છે, એ પર્યાય પરને લઈને થાય છે એમ નથી. ચાહે તો વિકારી હોય કે અવિકારી પણ એનો પરિણમનનો પર્યાય એનો પોતાનો ધર્મ છે. સમજાણું કાંઈ? પછી કર્મને લઈને વિકાર થાય ને આત્માને લઈને કર્મ બંધાય ને એ વાત રહેતી નથી. સર્વજ્ઞને લઈને શું થાય? પોત પોતાના આત્માને લઈને પોતાનું જ્ઞાન થાય છે.
અહીં વાણીને નિમિત્ત કહેશે, નિમિત્ત કહેશે પણ નિમિત્તનો અર્થ એ કાંઈ એનાથી થાય છે એમ નથી. વાણી નિમિત્ત છે તેથી તેને સદા પ્રકાશરૂપ રહો એવું આશીર્વચન, આશીર્વચન એટલે આશીર્વાદ કહેવામાં આવ્યો છે. આહાહાહા ! છેલ્લો બોલ લઈ લેશે. સદા પ્રકાશરૂપ રહો. છેલ્લો બોલ લેશે. મૂળ તો આ કહીને એ કહેવું છે ને! કેવળજ્ઞાન પણ સદા પ્રકાશરૂપ રહો ! શ્રુતજ્ઞાન પણ સદા પ્રકાશરૂપ રહો અને વાણી પણ વસ્તુને બતાવવામાં સદા પ્રકાશરૂપ રહો ! આહાહા ! એ આશીર્વચન છે. છે?
“જે અનંત પર્યાય છે, વળી વસ્તુમાં એકપણું દરેક ચીજ વસ્તુ તરીકે એક છે અને ગુણ પર્યાય તરીકે અનેક છે. એ પણ એનાં ધર્મ છે. ધારી રાખેલો (એટલે) એક અને અનેક ધારી રાખેલો ભાવ છે. ભાવ કહો કે ધર્મ કહો. સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર એ ધર્મ એ અત્યારે વાત નથી. અહીં તો ધારી રાખે એ ધર્મ બસ ! આવી વાતું છે.
એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું,” દરેક વસ્તુ કાયમ રહેવાની અપેક્ષાએ નિત્ય છે અને પલટવાની અપેક્ષાએ અનિત્ય છે, એ પણ એનો સ્વભાવ અને ધર્મ છે, એ પલટવું ને કાયમ રહેવું એ પરને લઈને નથી, એનો પોતાનો ધર્મ છે. આહાહાહા ! અહીંયા તો એનો પોતાનો તે તે સમયે અનંત ગુણ અને તે તે ગુણની પર્યાય પછી વિકૃત કે અવિકૃત ગમે તે, તે સમયે થાય તે તેનો ધારેલો ધર્મ એનો છે. પરને લઈને નહીં. એનું પોતાનું સ્વરૂપ જ એવું છે. આહાહાહા !
(એ લોકો) એકાંત છે, એમ કહે છે. કર્મથી વિકાર થાય, કર્મને લઈને રખડે છે. આપણને કેમ કેવળજ્ઞાન નથી થતું? કે કર્મને લઈને. આ તો દ્રવ્યકર્મને લઈને, અહીં તો કહે છે. ઓલી જ્ઞાનમતી છે ને એક, ચાર અનુયોગનું એક પુસ્તક છાપે છે ને? સમ્યજ્ઞાન-એમાં એમ લખે છે, કેમ (આપણને કેવળજ્ઞાન) નથી થતું? કર્મને લઈને આપણને કેવળજ્ઞાન થતું નથી. તદ્દન ખોટી વાત છે. પોતાની પર્યાય તે તે કાળે તે સમયે પોતાની યોગ્યતાથી ધારેલી થાય છે, પરને લઈને નહીં અને પરનો અભાવ થાય તો અહીં થાય એ પણ નહીં. આહાહા ! એવો જ દરેક પદાર્થનો અનંત ગુણ અને અનંતી પર્યાયને રાખે- ધારે- કરે એવો એનો સ્વભાવ છે. આહાહા ! છે?
“ભેદપણું” દરેક વસ્તુમાં ગુણપર્યાય તે ભેદ છે, અને વસ્તુ તરીકે અભેદ છે, એ પણ એનો ધર્મ છે. “ભેદપણું અભેદપણું” “શુદ્ધપણું અશુદ્ધપણું” આત્મા (દ્રવ્ય) શુદ્ધ હોય છે અને પર્યાયે અશુદ્ધ પરમાણુઓમાં પણ એમ હોય છે. પરમાણુ એકલો હોય તો શુદ્ધ છે અને વિભાવરૂપે બેત્રણ ચાર (પરમાણુ ભેગાં) થાય તો એની પર્યાય વિભાવરૂપે પોતાથી થાય છે એ પણ અશુદ્ધ થાય છે, પોતાથી છે. એવો અશુદ્ધપણાનો એનો પોતાનો ધર્મ છે. શુદ્ધ અશુદ્ધ આદિ અનેક ધર્મો છે “તે સામાન્યરૂપ ધર્મો તો વચનગોચર છે” કેટલાક ખાસ કહેવા લાયક જેવા તો વચન ગમ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com