________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પરોક્ષ દેખે છે. પહેલું આપણે આવ્યું'તું કથંચિત્ પ્રત્યક્ષ અને કથંચિત્ પરોક્ષ ! શ્રુતજ્ઞાન. (કળશ) પહેલામાં આવ્યું 'તું, નમઃ સમયસારામાં કેમકે શ્રુતજ્ઞાન પોતાને જાણે છે ભાવશ્રુતજ્ઞાન, એમાં પરની અપેક્ષા રાગની નથી એ અપેક્ષાએ પ્રત્યક્ષ છે, અને એ પૂરણ જોઈ શકતા નથી, અસંખ્ય પ્રદેશ અને અનંત ગુણ આમ પૂરણ એ અપેક્ષાએ આમ કેવળજ્ઞાનની અપેક્ષાએ એને પરોક્ષ છે. કથંચિત્ પરોક્ષ અને કથંચિત્ પ્રત્યક્ષ આ રીતે છે. કેવળજ્ઞાન સર્વ પ્રત્યક્ષ જ છે, ત્યાં કથંચિત્ પ્રત્યક્ષ અને કથંચિત્ પરોક્ષ ત્યાં નથી. આહાહા ! આવી વાતું યાદ રહે? આવું છે, સ્વરૂપ જ એવું છે.
સર્વજ્ઞ ભગવાન, જે છ દ્રવ્ય છે તેની જે સમયે જે પર્યાય નિયમથી થાય તેને તે, તે રીતે દેખે છે. શ્રુતજ્ઞાની, વળી નિયમથી દેખે અને અનિયમથી દેખે, નિયત પણ દેખે અને અનિયત પણ દેખે, તો કેવળજ્ઞાન અનુસાર શ્રુતજ્ઞાન રહ્યું નહીં, તે શ્રુતજ્ઞાન જ નહીં. આહાહા ! થોડો ફેર હોય પણ અંદર ફેર ઘણો લાભ થઈ જાય છે, કેમકે આત્મા પોતે સર્વજ્ઞસ્વરૂપી જ છે. સર્વને જાણનાર સ્વરૂપી જ છે. ખરેખર તો એ પોતાની પર્યાયને રચું એવું ય ક્યાં છે ત્યાં? થાય છે તેને જાણે છે. આહાહા ! એમ અનંત દ્રવ્યોની પર્યાયને થાય છે, તેને જાણે છે પરને, એમ પણ કહેવાય વ્યવહારથી, નિશ્ચયથી તો પોતાની પર્યાયને જાણે છે. આહાહા! આવી વાત છે.
આત્મતત્ત્વને પરોક્ષ દેખે છે, તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે.” કેવળજ્ઞાન એક સમયમાં પૂરણ પ્રત્યક્ષ દેખે માટે તે સરસ્વતીની મૂર્તિ કહેવાય, તઅનુસાર શ્રુતજ્ઞાની પણ પરોક્ષ દેખે તેથી તેને પણ સરસ્વતીની મૂર્તિ કહેવાય. ઓલા અન્યમતિઓ, મૂર્તિ કહે છે એ નહીં. મોર ઉપર સરસ્વતી બેઠી છે ને સરસ્વતી વીણા વગાડે છે ને એ તો બધી કલ્પનાઓ છે, આ તો સમ્યજ્ઞાનરૂપી સરસ્વતી ! જે પૂર્ણ સ્વરૂપને દેખે પ્રત્યક્ષ અને શ્રુતજ્ઞાનરૂપી પરોક્ષ બધું દેખે, પરોક્ષ પણ દેખે બધું, એટલે એને પણ અહીંયા સરસ્વતીની મૂર્તિ શ્રુતજ્ઞાન અરૂપી ભાવને પરોક્ષ સરસ્વતી કહી, કેવળજ્ઞાનને પ્રત્યક્ષ સરસ્વતી મૂર્તિ કહી.
વળી, ત્રીજું – “દ્રવ્યશ્રુત વાણી, વાણીને પણ સરસ્વતી કહેવામાં આવે છે.” દ્રવ્યશ્રુત એટલે વાણી છે એ વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે. વાણી, વીતરાગની વાણી છે, એ પણ જ્ઞાનીની વાણી છે એ પણ એક મૂર્તિ છે કારણ કે વચનો દ્વારા અનેક ધર્મોવાળા ” ઓલા અનેક ધર્મને પ્રત્યક્ષ સર્વજ્ઞ દેખતા, શ્રુતજ્ઞાની અનેક ધર્મને પરોક્ષ દેખતા, “દ્રવ્યશ્રુતમાં વાણી દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે બતાવે છે” આટલો ફેર. ઓલો તો દેખે છે આ વાણી દેખે નહીં, વાણી બતાવે છે. વીતરાગની વાણી દ્રવ્યશ્રુત જે છે એ વચનરૂપ છે. તે પણ તેની મૂર્તિ છે, કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને બતાવે છે, દેખે છે એ અહીં ન લેવું. વાણી દ્વારા દેખે છે એ નહીં, બતાવે છે. પછી દેખનારો દેખે છે વાણીનું નિમિત્ત છે ને એ જુદી વાત છે.
આ રીતે સર્વ પદાર્થોના તત્ત્વને જણાવનારી,” સર્વ પદાર્થોના તત્ત્વને જણાવનારી, પહેલું આત્માને કહ્યું 'તું, કહ્યું'તું ને? પહેલું કહ્યું સર્વ પદાર્થ “પ્રત્યક્ષ ભાસે છે” અનંત ધર્મ સહિત આત્મતત્વને પ્રત્યક્ષ દેખે છે કેવળજ્ઞાનમાં એમ આવ્યું'તું. સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે તે અનંત ધર્મોવાળા સહિત આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે, એમ. અને અહીંયા સર્વ પદાર્થના તત્ત્વને જણાવનારી. “જ્ઞાનરૂપ,” કેવળ અને શ્રત અને વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે,” અનેકાંતમય, અનેક સ્વરૂપ છે અનંત ધર્મ છેને! માટે અનેકાંત કીધું, અનેકાંત, અનેક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com