________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫
શ્લોક-૨ અંત- અનેક ધર્મ. આત્મામાં અનંત ધર્મ છે અને પ્રત્યેક પદાર્થમાં અનંત ધર્મ છે. તે અનંત ધર્મને જાણનારી અને કહેનારી એને અહીંયા સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવે છે. આહા !
“તેથી સરસ્વતીના નામ વાણી, ભારતી, શારદા, વાઝેવી આવે છે ને ! ઇત્યાદિ ઘણાં કહેવામાં આવે છે.” આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને “ચા” પદથી એક ધર્મીમાં, અપેક્ષાએ એક વસ્તુમાં, અવિરોધપણે સાધે છે, નિત્ય છે તેને અનિત્ય સાધે છે, અનિત્ય છે તેને નિત્ય સાધે છે, કાયમ રહે માટે નિત્ય છે, પલટે માટે અનિત્ય છે, એમ અનેક ધર્મોને તે સરસ્વતી સાધે છે. આહાહા ! તેથી તે સત્યાર્થ છે, તેથી કેવળજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વાણી ત્રણેય સત્યાર્થ છે. કેમકે તે અનંત ધર્મોના ધરનાર દ્રવ્યને અનંત ધર્મરૂપે છે તેમ અનેકાંત, અનેક ધર્મરૂપે બતાવે છે, જાણે છે અને બતાવે છે, માટે તે સરસ્વતી સત્યાર્થ છે.
કેટલાંક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે, પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી.”વસ્તુ જેણે જાણી નથી. જેનો સર્વજ્ઞ સ્વભાવ, આત્માનો સર્વજ્ઞ સ્વભાવ જ છે બસ! સર્વને જાણવું, અભવી હો કે ભવી બધાનો સ્વભાવ, સર્વજ્ઞ શક્તિ અને સર્વજ્ઞ સ્વરૂપ જ આત્મા છે. જાણવું એટલું એનું સ્વરૂપ છે. કોઈનું કરવું કે કોઈથી પોતામાં કરવું, એવું એનું સ્વરૂપ છે જ નહીં. જાણવું- સર્વ જાણવું. આહાહા ! બીજી રીતે કહે તે સત્યાર્થ નથી.
કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મવાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો ક્યા ક્યા છે?” અનંત ધર્મ કહ્યા-ધર્મ શબ્દ આત્માએ ધારી રાખેલા ગુણ અને પર્યાય એને ધર્મ કહેવામાં આવે છે. અહીં “સમ્યગ્દર્શનશાન ચારિત્રનો ધર્મ એ નહીં, આત્માએ અને પદાર્થે પોતે પોતાનાં ગુણ અને પર્યાયને ધારી રાખ્યા માટે તેને ધર્મ કહેવાય છે. ધર્મીએ અનંત ધર્મને ધારી રાખ્યા છે. એટલે કે અનંત ગુણ અને અનંત પર્યાયને ધારી રાખ્યા છે. આહાહા!
તેનો ઉત્તર – ક્યા ક્યા ધર્મો? વસ્તુમાં સત્પણું-દરેક વસ્તુ છે એ પોતાપણે છે. સત્ છે. અસ્તિપણે મોજૂદ ચીજ છે, વસ્તુપણું છે એમાં પોતાનું પ્રયોજન સિદ્ધ કરે એવું વસ્તુપણું છે. પોતાની પર્યાયને સિદ્ધ કરે પોતે, એવું દરેક વસ્તુનું વસ્તુપણું છે, “પ્રમેયપણું (છે). દરેક પદાર્થ જ્ઞાનના શેયરૂપે થાય, પ્રમાણમાં પ્રમેયરૂપે થાય એવો એનો સ્વભાવ છે. પ્રમાણ જ્ઞાનમાં પ્રમેયરૂપે, શેયરૂપે થાય એવો એનો સ્વભાવ છે. આવા બધા શબ્દો અજાણ્યા ને “પ્રદેશપણું” દરેક પદાર્થમાં પ્રદેશ છે, અંશ, અંશ છે. ભલે પરમાણુ છે પણ એમાં એક અંશ છે ને એ?
જીવમાં અસંખ્ય પ્રદેશ છે, આકાશમાં અનંત પ્રદેશ છે, ધર્માસ્તિ, અધર્માસ્તિમાં અસંખ્ય (પ્રદેશ) છે, પણ પ્રદેશપણું એ એનો ધર્મ, ધારી રાખેલો છે પ્રદેશપણે એવું ધારી રાખેલું તત્ત્વ છે, એવું અન્યમતમાં ક્યાંય નથી. અસંખ્ય પ્રદેશી અને અનંત પ્રદેશી, જીવ અસંખ્ય પ્રદેશી (છે) એવું ક્યાંય નથી. આ અસંખ્ય પ્રદેશી ધારી રાખ્યો છે આત્માએ એવો એક એનો ધર્મ છે. “ચેતનપણું ” જીવમાં ચેતનપણું એ એનો સ્વભાવ છે. અજીવમાં અચેતનપણું એ એનો સ્વભાવ છે. “મૂર્તિકપણું” જડમાં મૂર્તિકપણું એ એનો સ્વભાવ છે. “અમૂર્તિકપણું આત્મા અને ધર્માસ્તિ આદિમાં અમૂર્તિકપણું એ તો એના ગુણ છે. આહાહા ! છે?
અને તે ગુણોનું, તે અનંત ગુણોનું, ત્રણેય કાળે સમય-સમયવર્તી પરિણમન થવું, આહાહા ! તે પર્યાય છે” એ પણ એનો ધર્મ છે. દરેક દ્રવ્યનો અનંત ગુણ પણ એનો ધર્મ એટલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com