________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક-૩
૩૩
પ્રવચન નં. ૪ બ્લોક-૩ તા. ૧૦-૬-૭૮ શનિવાર જેઠ સુદ પાંચમ સં.૨૫૦૪
સમયસાર ત્રીજો કળશ છે. બે થઈ ગયાને? ત્રીજો કળશ, નમઃ સમયસારાય એ શ્લોક થઈ ગયો એમાં પણ સર્વશપણું સિદ્ધ કર્યું. સર્વભાવાંતરચ્છિદં આવ્યું ને? ખરેખર તો જીવનો સર્વજ્ઞ સ્વભાવ છે એમાંથી બધી વાતો પ્રસિદ્ધ થાય છે. સર્વજ્ઞ સ્વભાવ છે, “શ” સ્વભાવ કહો, સર્વજ્ઞ કહો એ સ્વભાવ ને એનું સ્વરૂપ છે. તો સ્વરૂપ છે તો એ પ્રગટ થાય છે. સ્વાનુભૂલ્યા ચકાસતે- પોતાની અનુભૂતિની ક્રિયાથી તે સર્વશપણું છે, એ પ્રગટ થાય છે. ત્યાંય સર્વશપણું સિદ્ધ કર્યું, અનંત ધર્મણસ્તત્ત્વ, માંય સર્વજ્ઞ (પણું ) સિદ્ધ કર્યું, કેમકે ચૈતન્ય તત્ત્વ જે જ્ઞાયકભાવ, એ બધા ધર્મોમાં પોતામાં વ્યાપક છે. એમ કહીને એને જૈન આત્મતત્ત્વ કહ્યું 'તું ચૈતન્યને.
એ પણ ચૈતન્ય એટલે સ્વભાવ જ્ઞાયક, ‘જ્ઞ’ સ્વભાવ એ “જ્ઞ’ સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ, પોતાના સર્વ ધર્મોમાં વ્યાપક છે, એ પણ ત્યાં જ એ સિદ્ધ કર્યું, સ્વરૂપ સર્વજ્ઞ અને પ્રગટ સર્વજ્ઞ.
અહીંયા તો વિચાર શું આવ્યો વિશેષ કે સર્વજ્ઞ સ્વભાવ છે, એ ફકત જાણનાર દેખનાર એનો સ્વભાવ છે. એટલે આ ક્રમબદ્ધ જે કહેવાય છે ક્રમબદ્ધ એ ક્રમબદ્ધનો નિર્ણય છે એ અકર્તાપણામાં થાય છે, કરવું નથી એને, જાણવું છે, કમસર પર્યાય થાય છે દ્રવ્યની પોતાની પણ એમાં એનું કર્તુત્વ નથી, ક્રમસર થાય એને કર્તુત્વ શું કરવું (શું) ? એમાં પણ અકર્તાપણું સિદ્ધ કરી અને અસ્તિથી એ પણ જ્ઞાતાપણું જ સિદ્ધ કર્યું છે. ત્યાં પણ સર્વજ્ઞ સ્વભાવી, પ્રગટ પર્યાયમાં સર્વજ્ઞ અને શક્તિરૂપ સર્વજ્ઞ એ સિદ્ધ કર્યું છે. કેમકે જ્યાં પર વસ્તુ કે પોતાની પર્યાયનું કે રાગાદિનું કરવું નથી જ્યાં, ત્યાં અકર્તાપણું છે, એટલે કે જ્ઞાતાપણું છે. એ જ્ઞાતાપણાનો સ્વભાવ એનો અનુભવ થવો એ સમ્યગ્દર્શન અને એનું પ્રગટપણું પર્યાયમાં થવું સર્વજ્ઞ સ્વભાવનું, એ સર્વજ્ઞ દેવ સ્વરૂપ છે, અને એ સર્વશને, સ્વરૂપ સર્વજ્ઞ છે એને પ્રગટ કરવાને સાધે છે, સ્વાનુભૂલ્યા એ ગુરુ છે. એમાં દેવ આવ્યા, ગુરુ આવ્યા અને એમની જે વાણી છે એ શાસ્ત્ર છે, પણ અહીં વાણી ને ટીકાની વ્યાખ્યા છે. આહાહાહા ! સમજાય છે? એ વાણી જે છે સર્વજ્ઞની એ વાણીમાં પણ સર્વશપણું જ સિદ્ધ કરવું છે પરનું અકર્તાપણું અને સ્વનું જ્ઞાતાપણું, એ સિદ્ધ કરવું છે.
હવે એ વાણી કેવી છે અને એ વાણીથી હું ટીકા કરું છું, તો એ ફળને ચાહે છે, તો ક્રમબદ્ધ છે ને ફળને ચાહે છે? એનો અર્થ જ એ છે કે મારું સ્વરૂપજ. કહેશે
(માનિની ) परपरिणतिहेतो र्मोहनाम्नोऽनुभावादविरतमनुभाव्य व्याप्तिकल्माषितायाः। मम परम विशुद्धिः भवतु शुद्ध चिन्मात्रमूर्ते समयसारव्याख्ययैवानुभूतेः।।३।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com