________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४०
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તો હું, શુદ્ધ દ્રવ્યનું જેને પ્રયોજન છે જે જ્ઞાનમાં, શુદ્ધ પૂરણ દ્રવ્ય સ્વભાવ, જ્ઞાયક વીતરાગ સ્વભાવ શુદ્ધ ધ્રુવ ત્રિકાળ એકરૂપ એવું જે નયનું પ્રયોજન છે, શુદ્ધ દ્રવ્યનું આર્થિક, આર્થિક એટલે પ્રયોજન, શુદ્ધ દ્રવ્યનું જેને પ્રયોજન છે એવું જે જ્ઞાન એટલે નય, એની દૃષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. આહાહાહા ! સમ્યગ્દષ્ટિ માત્ર એ બધા, હું શુદ્ધ ચિન્ માત્ર છું એમ દ્રવ્યને માને છે. પર્યાયમાં ફેર છે ચોથ, પાંચમે, છકે એ જુદી વાત છે. આહાહા! “જેવું સમકિત તિર્યંચનું એવું સમકિત સિદ્ધનું” સમકિતમાં ફેર નથી, ચારિત્રમાં અસ્થિરતામાં ફેર છે. આવે છે ને રહસ્યપૂર્ણ ચિદ્ધિ' ટોડરમલમાં આવે છે. જેવું સમકિત તિર્યંચનું એવું સમકિત સિદ્ધનું ચિહિ (માં) આવે છે ને? રહસ્યપૂર્ણ ચિદ્ધિ એમાં આવે છે
અહીં કહે છે હું શુદ્ધ દ્રવ્યના પ્રયોજનની દૃષ્ટિથી તો શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું, પરંતુ આવી ચીજ હોવા છતાં અને દૃષ્ટિમાં એ (ચીજ) આવી છે છતાં, મારી પરિણતિ મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામીને, મેલી છે નિમિત્ત છે એ તો, આહાહાહા ! આચાર્ય એમ કહે છે કે હુજી મને મેલી દશા છે, એમ કહે છે એવો વિકલ્પ ઊઠે છે જરી એટલી મેલી છે, એમ ગર્વમાં ચડી ન જઈશ કે સમકિત થઈ ગયું માટે હવે બસ કાંઈ નથી, બંધેય નથી ને રાગેય નથી, એમ કરીશમાં બાપા. આહાહા !
મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામીને (પરિણતિ) મેલી છે, રાગાદિ સ્વરૂપ થઈ રહી છે. આહાહા ! એક કોર એમ કહ્યું મોક્ષમાર્ગ પ્રકાશકમાં કે મુનિને અશુભભાવ તો છે જ નહિ. આવે છે ને? પહેલા, અશુભભાવ છે જ નહિ, ફક્ત ધર્મના લોભીને દેખીને શુભભાવ આવે, આવે છે ને એમાં? પણ એ શુભભાવ આવે એ પોતાના પુરૂષાર્થની કમજોરી છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે શરૂઆતમાં આહાહા! કઈ અપેક્ષા છે એમ જાણવું જોઈએ ને? શુભભાવ હોય ત્યારે ઉપદેશ ચાલે એમ કે અશુભ તો છે જ નહિ. અને એક બાજું એમેય કહે કે છઠે ગુણસ્થાને હજી આર્તધ્યાન છે વેશ્યા ત્રણ કહે. તેજો, પદ્મ ને શુક્લ છદ્દે ગુણસ્થાને લેશ્યા કૃષ્ણ, નીલ, કાપોત નહીં, એ નહીં, ત્રણ શુદ્ધ કહે અને એક કોર ધ્યાનના ચાર ભાગ પાડતાં આર્તધ્યાનનો ભાગ હજી છઠ્ઠ છે. આહાહાહા ! કષાયનો અંશ છે ને, એટલું આર્ત છે. એટલો ચૈતન્ય શુદ્ધ પ્રાણ પીડાય છે.
“રાગાદિસ્વરૂપ થઈ રહી છે તેથી શુદ્ધ આત્માની કથનીરૂપ” શુદ્ધ આત્માનું કહેવાનું રૂપ આમાંથી કોઈ એમ પકડે છે જુઓ આપણે ગમે તેવો ઉપદેશ દઈએ તો આપણને કોઈ બંધ છે જ નહિ, એમ નહીં. છદ્મસ્થને ઉપદેશમાં રાગ આવે છે, વિકલ્પ છે, કેવળીને નથી. તે તો વિકલ્પ વિના વાણી નીકળે છે, નિયમસારમાં પાછળ (લખ્યું છે).
અહીંયા કહે છે, “શુદ્ધ આત્માની કથની જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ, તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાઓ.” ટીકા કરવામાં પરદ્રવ્ય ઉપર લક્ષ છે. અને એક કોર એમ કહે કે પરદ્રવ્ય ઉપર લક્ષ હોય તો રાગ થયા વગર રહે જ નહીં. પરદબ્બાઓ દુગ્ગઈ એમ કહ્યું છે, મોક્ષ પાહુડમાં ૧૬મી ગાથા. તો અહીં તો ટીકા, ટીકા તો શબ્દો છે, પરદ્રવ્ય છે. પરદ્રવ્ય ઉપર લક્ષ જાય છે તો રાગ તો છે પણ એના ઉપર જોર ન દેતાં સ્વભાવના ધ્યેય ઉપર જોર કરીને, આ ટીકાથી, છે ને? તેનું ફળ ચાહું છું કે “મારી પરિણતિ રાગાદિ રહિત શુદ્ધ થાઓ,” આ અપેક્ષા છે. આહાહા ! એક કોર ઉપદેશનો વિકલ્પ ઊઠે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com