________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧
શ્લોક-૨ બતાવનારી પણ જગતમાં કાયમ રહો-આહાહા !
“એ રીતે એનાથી સર્વ પ્રાણીનું કલ્યાણ થાય છે. ” જોયું? કેવળજ્ઞાનથી કલ્યાણ થાય છે, શ્રુતજ્ઞાનથી થાય છે, અને વાણીનું નિમિત્ત છે. નિમિત્ત છે, નિમિત્તથી કલ્યાણ થાય છે. થાય છે પોતાથી પણ એમાં વાણીનું નિમિત્ત છે તેથી એને પણ કલ્યાણનું કારણ કહેવામાં આવ્યું છે. નિમિત્તનો અર્થ એટલો છે કે છે એ ચીજ. પણ એ પરમાં કરતી હૈ ને પરને કાંઈ કરે છે, તો એ નિમિત્ત જ રહેતું નથી તો એ ઉપાદાન થઈ જાય છે. આહાહા ! ન્યાયથી વસ્તુ સ્થિતિ છે એમ એણે જાણવી જોઈશે ને?
એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે–ઠીક ! અહીં તો સર્વ પ્રાણીઓનું એનાથી કલ્યાણ થાય છે. કલ્યાણ થનારાનું કલ્યાણ થાય છે તો સર્વ પ્રાણીઓનું એનાથી જ કલ્યાણ થાય છે. કરનારા કરે છે, સર્વજ્ઞ બધાનું કલ્યાણ કેવળજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વાણી. આહાહા ! માટે સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે, “માટે સદા પ્રકાશરૂપ રહો,” એમ છે ને છેલ્લો શબ્દ જુઓ પ્રકાશનામ છે ને? “નિત્યમેવ પ્રકાશતામ્” ચોથું પદ છે નિત્યમ એવ સદા જ પ્રકાશમાન, સદા જ નિત્યમ્ “એવ” એવ એટલે નિશ્ચય, નિત્ય જ, પ્રકાશમાન, કેવળજ્ઞાન નિત્ય પ્રકાશમાન રહો, શ્રુતજ્ઞાન નિત્ય પ્રકાશમાન રહો, અને જે ચૈતન્ય તત્ત્વને પોતાના અનંત ઘર્મમાં વ્યાપેલું છે, માટે તેને ચૈતન્યને આત્મતત્ત્વ કહ્યું. તેને દેખાડનારી વાણી પણ સદા પ્રકાશમાન રહો, એ નિમિત્તથી છે. સમજાણું કાંઈ?
નો પકડાયું હોય તો રાત્રે પ્રશ્ન છે (પ્રશ્ન પૂછશું તો અમારી પોલ ખૂલી થશે) પોલ ખૂલી થશે તો સ્પષ્ટ થાય એમાં શું છે? પોલમાં પાકું થઈ જાય, પોલમાં પાકું થઈ જાય-પોલ ખૂલી થઈ જાય તો પોલ પાકી થઈ જાય (આપ જાણી જાવ) એમ કે ધ્યાન રાખીને સાંભળતા નથી એમ પોલ ખૂલી જાય. અજાણી ચીજ છે એટલે જરી ન ” પકડાય એને. આ તો અલૌકિક વાતું છે બાપુ. આહાહાહા !
સદા પ્રકાશરૂપ રહો એવું આશીર્વાદરૂપ વચન તેને કહ્યું છે” આહાહા ! જગમોહનલાલ એમ કહે છે, મોટા પુરુષો નાના પુરુષોને આશીર્વાદ કેમ આપે? એમ કહે છે–વાણી છે એ નાની છે અને મોટા પુરુષો એને, કેમ આશીર્વાદ આપે? પણ એનો અર્થ એ, રહો. આ પ્રકાશ રહો એમ, એમાં એવો અર્થ લખ્યો છે જુઓ ! આનો અર્થ કર્યો છે ને?
હવે એ બે શ્લોક થયા-નમ સમયસારાય એ શ્લોક થયો અને “અનંતધર્મણસ્તત્વ” એ શ્લોક થયો. બે શ્લોક થયા. એટલે એક દેવનો શ્લોક થયો, એક વાણીનો થયો, શાસ્ત્રનો. દેવ અને શાસ્ત્ર બેનો થયો. હવે દેવશાસ્ત્રગુરુતીન. હવે રહ્યા ગુરુ. એ પોતે ગુરુ છે એટલે પોતાની વાત ન કરતા, પોતે ટીકા કરનાર છે. આહાહા ! તો ટીકા કરતા અમારું ગુરુપણું, જે મુનિપણું છે શુદ્ધ એની વૃદ્ધિ થજો, એમ કહેશે. ભાષા એમ લેશે ટીકા કરતાં, સમજ્યાને? સમયસાર વ્યાખ્યા એવ, “એવ” શબ્દ છે, “એવપણ એનો અર્થ ઈ સમયસાર વ્યાખ્યાના કાળમાં નહીં તો આમ તો છે કે ટીકા સમયસાર વ્યાખ્યા એવ- સમયસારની ટીકા કરવાના કાળમાં ટીકા વખતે અમારી શુદ્ધિ થજો, અને અશુદ્ધિ જજો એનો અર્થ ઈ કે હું સમયસારની ટીકા કરીશ ત્યારે મારું વલણ દ્રવ્યના ધ્યેય ધ્રુવ ઉપર રહેશે કાયમ, એથી અશુદ્ધિ ટળશે અને શુદ્ધિ વધશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com