________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૨
૨૯ ચેતનપણાને લઈને એનું ચેતનપણું છે એમ નથી અને એના ચેતનપણાને લઈને અહીંયાનું ચેતનપણું છે એમ નથી. આહાહાહા! આવું સ્વતંત્ર દ્રવ્યનું સ્વરૂપ છે. એને જાણે નહિ અને ધર્મ થઈ જાય એને! આહાહા! પરની દયા પાળો, વ્રત કરો, અપવાસ કરો, એ તો બધો રાગ છે અને કર્તાપણું માને છે એ તો મિથ્યાત્વ છે. રાગનું કર્તાપણું જ્ઞાનને સોંપે, જ્ઞાન સ્વરૂપ તો જાણે છે, એનું સ્વરૂપ ચેતન- જાણવું છે. જાણનારને સોંપે કરવાનું એ તો મિથ્યાત્વ છે. આહાહા !
સજાતીય' પોતાની જાતના- “જીવ દ્રવ્યો અનંત છે. તે તેમનામાં જો કે ચેતનપણું છે બધામાં, તો પણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું કહ્યું છે. આહાહા ! કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી “દરેકના અંશો, પ્રદેશ ભિન્ન છે.” આહાહા ! કોઈનું કોઈમાં ભળતું નથી, અનંત આત્માઓમાં દરેકમાં ચેતનપણું હોવા છતાં, પોતાના પ્રદેશમાં રહે છે. કોઈના પ્રદેશોમાં તે ચેતનપણું જાતું નથી. પોતાના પ્રદેશમાં રહેલું ચેતનપણું પર પ્રદેશમાં જાતું નથી પરના પ્રદેશમાં રહેલું ચેતનપણું અહીંયા આવતું નથી. કહો આવું તો સમજાય એવી વાત છે. એક કલાકમાં કેટલું યાદ રાખવું? આ તો સાદી ભાષા છે, આ કોઈ બહુ કડક-કડક ભાષા નથી.
આ ચેતનપણું પોતાના અનંત ધર્મોમાં વ્યાપક છે, છે? ચેતનપણું પોતાના અનંત ગુણો છે ને આત્માના એમાં વ્યાપક છે, પ્રસરેલ છે. વ્યાપ્ય છે ઈ તેથી તેને આત્માનું તત્ત્વ કહ્યું છે. આત્માનું તત્ત્વ એ કેમકે ચેતન અનંત ધર્મમાં વ્યાપ્યું છે માટે ચેતનને આત્માનું તત્ત્વ કહ્યું છે એમ. ચેતનપણું પોતાનો એક અસાધારણ તત્ત્વ છે અને તે ચેતન અનંત ધર્મોમાં રહેલું છે, વ્યાપેલું છે માટે ચેતનને આત્માનું તત્ત્વ કહેવામાં આવ્યું છે. (હવે એ અલગ અલગ કૈસે આવ્યું. વ્યાપ્ય કૈસે થયા!) વ્યાપેલ છે ને (વ્યાપ્ય તો હૈ) એ અસંખ્ય પ્રદેશમાં વ્યાપેલું છે ને એટલું. (પણ આ અસંખ્ય પ્રદેશ) એ નહીં. એનો પ્રદેશનો સ્વભાવ એક પ્રદેશમાં અનંત ગુણો એક સાથે રહેલા છે એ અપેક્ષાએ વ્યાપેલ છે.
જ્યાં જ્ઞાન છે ત્યાં દર્શન છે, ત્યાં આનંદ છે, તે તે પ્રદેશમાં અનંતા આમ વ્યાપેલ છે. એ ચેતન અનંત ગુણોમાં વ્યાપક છે, માટે ચેતનને આત્માનું તત્ત્વ કહ્યું છે. આહાહા ! ભિન્ન ભિન્ન ગુણો હોવા છતાં ચેતન તત્ત્વ અનંત ગુણમાં વ્યાપ્યું છે ને આમ ! જ્યાં શ્રદ્ધા છે ત્યાંય ચેતન છે, ચારિત્ર છે ત્યાંય ચેતન છે, અસ્તિત્વ છે ત્યાંય ચેતન છે, ચેતનપણું. ભલે એ ચેતનપણું અસ્તિત્વપણે ભલે થતું નથી પણ એનાં અનંતા ધર્મોમાં ચેતનપણું પ્રસરી રહેલું છે ને! આમ છે.
આ તો તત્ત્વજ્ઞાનનો વિષય છે. શરૂઆત જ છે બીજા શ્લોકની હજી તો ચાલે છે. આહા !
ફરીને, “આ ચેતનપણે પોતાના અનંત ધર્મોમાં વ્યાપક છે,” વ્યાપક છે, પરરૂપે થયું છે એમ અહીં નથી, આમ પ્રસરેલ છે. જ્યાં આનંદ છે ત્યાં ચેતન છે. અસ્તિત્વ છે ત્યાંય ચેતન છે એટલું. એ ચેતન છે એ અસ્તિત્વરૂપે થયું છે કે અસ્તિત્વ છે એ ચેતનરૂપે થયું છે એમ નહીં, પણ એ બધા અનંત ગુણોમાં ચેતન આમ પ્રસરેલું છે, એ અપેક્ષાએ તેને આત્માનું તત્ત્વ કહેવામાં આવે છે. આહાહાહા ! સાધારણ માણસને અભ્યાસ ન મળે અને એકેન્દ્રિયા- બેઈન્દ્રિયાત્રિઈન્દ્રિયા કરી ઈચ્છામિ પડિકમણુ મોઢે કરી નાખે, સામાયિક કરી નાખે, થઈ રહ્યું જાવ ! બાપુ વસ્તુ, અહીં તો “અનંત ધર્મણસ્તત્વ”એમ શબ્દ છે ને? મૂળ શ્લોકમાં, છે ને? અનંત ધર્મણસ્તત્વ એ શબ્દ છે ને પહેલુંપદ-“પશ્યન્તી પ્રત્યઆત્માન...” એની વ્યાખ્યા કરી છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com