________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૨
“તદ્દનુસાર કેવળજ્ઞાનને અનુસાર જે શ્રુતજ્ઞાન છે તે આત્મતત્ત્વને પરોક્ષ દેખાડે છે.” પણ અહીંયા એ ખૂબી છે, ઓલા કહે છે ને કે કેવળજ્ઞાનની અપેક્ષાએ તો ક્રમબદ્ધ બરાબર છે. રતનચંદજીને ઈ કહે છે, કેવળજ્ઞાનની અપેક્ષાએ ક્રમબદ્ધ બરાબર છે. પણ શ્રુતજ્ઞાનની અપેક્ષાએ નહીં. શ્રુતજ્ઞાન તો ક્રમ ને અક્રમ બેયને જાણે છે.
આંહી તેથી આ અનુસરીને શબ્દ પડ્યો છે. એની ચર્ચા મોટી આવી છે. (પં.) ફુલચંદજીએ ચર્ચા કરી છે. એમ કે કેવળજ્ઞાનના હિસાબે જોઈએ તો તો વ્યવસ્થિત છે–દરેક પદાર્થની પર્યાય ક્રમબદ્ધ છે. જે સમયે જ્યાં હોય ત્યાં થાય. પણ શ્રુતજ્ઞાનને હિસાબે એમ નહિં, કારણકે શ્રુતજ્ઞાન પરોક્ષ છે, માટે એને તો ક્રમ ને અક્રમ બેય હોય એમ કહે છે એ લોકો. તો કેવળજ્ઞાન અનુસાર ન થયું. એ તો કલ્પનાને અનુસાર થયું. સમજાય છે? રતનચંદજી એમ કહે છે, બધાય એ લોકો પંડિત સામે, કેવળજ્ઞાનને હિસાબે ક્રમબદ્ધ બરાબર છે. વાંધો આખો ક્રમબદ્ધનો હતો પહેલેથી, તે ઠેઠ તેની સાલથી વર્ણજીની હારે. ક્રમબદ્ધ નહીં, એક પછી એક આવે પણ આ પછી આ જ હોય ને આ જ હોય એમ નહીં. અહીં તો કેવળજ્ઞાનને હિસાબે તો એક પછી એક જે થવાની હોય તે જ થાય તે ક્રમબદ્ધ છે. પણ શ્રુતજ્ઞાનમાં એ લોકો (એ) ખાણીયા ચર્ચામાં ફેર પાડયો છે. એમ કે શ્રુતજ્ઞાન કેવળજ્ઞાન અનુસાર નહીં, એને તો છદ્મસ્થ છે માટે એને ક્રમસર પણ હોય અને અક્રમે પણ હોય. નાખ્યું છે ને?
તો અહીં તો કહે છે; અનુસાર છે ને? તઅનુસાર જે શ્રુતજ્ઞાન, એનું નામ શ્રુતજ્ઞાન કહેવાય. કેવળજ્ઞાનને અનુસારે કહે, જાણે તે શ્રુતજ્ઞાન કહેવાય. કેવળજ્ઞાનને અનુસારે નહીં અને પોતાની કલ્પનાથી જાણવાનું કરે તે શ્રુતજ્ઞાન ન કહેવાય, એ તો કુજ્ઞાન કહેવાય. મોટો ફેર! મોટો ફેરફાર છે. પહેલામાં જ મોટો ફેર છે, મોટો ફેર! વસ્તુ છે એ વ્યવસ્થિત છે પણ એનો હેતુ વ્યવસ્થિત છે. જે સમયે થવાની તે પર્યાય થાય આડી અવળી નહીં એનો હેતુ, અકર્તાપણું” છે. પર્યાયનું કર્તાપણું નહીં, પર્યાય થાય છે એને કરું શું? અને અકર્તાપણાનો હેતુ જ્ઞાતાપણું છે. અકર્તા નાસ્તિથી છે, જ્ઞાતા અસ્તિથી છે. જાણનાર દેખનાર છે બસ !! જે સમયે જે જ્યાં થાય, પોતાની પર્યાય પણ જે સમયે થાય, તેને તે જાણનાર દેખનાર છે, ફેરવનાર કે રચનાર- નવું રચે છે એમ નહીં, નવું રચાય છે જ ત્યાં, એને રચવું પડતું નથી. આહાહા! ઝીણું બહુ! મોટી ચર્ચા હાલી પંડિતોની વચ્ચે... (શ્રોતાઃ ભગવાને કહ્યું છે કે નિયત ને અનિયત છે ).
કીધું નહીં ? ક્રમ ને અક્રમ છે એમ કીધું, એણે શ્રતને હિસાબે નિયત અનિયત, ક્રમ ને અક્રમ છે. કેવળજ્ઞાનની અપેક્ષાએ નિયત છે. એનો અર્થ શું? શ્રુતજ્ઞાની કેવળજ્ઞાનને અનુસાર માને છે કે પોતાને અનુસાર માને છે? મોટો ફેર, મોટો વાંધો ત્યાં હતો ને?
અહીંયાં એ કહે છે. કેવળજ્ઞાનીએ અનંત ધર્મવાળો આત્મા, જે રીતે છે તે રીતે જોયો, જાણ્યો એટલે કે કેવળજ્ઞાન પણ સરસ્વતીની મૂર્તિ છે. ત્રણ લેશે ત્રણ, કેવળજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વાણી, સરસ્વતીની મૂર્તિના ત્રણ પ્રકાર. એક તો આ લીધું. “તદ્દ અનુસાર કેવળજ્ઞાનને અનુસારે વજન આંહી છે, (ગ્રંથમાં) ચિહનેય કર્યું છે ત્યાં. જે શ્રુતજ્ઞાન છે, તે આત્મતત્ત્વને પરોક્ષ દેખે છે. કેવળજ્ઞાન આત્મતત્ત્વને અનંત ધર્મ સહિત, ક્રમસર થતા દેખે છે, એમ શ્રુતજ્ઞાન પણ કેવળજ્ઞાનને અનુસારે અનંત ધર્મ સહિત તત્ત્વને ક્રમસર થતી પર્યાયને શ્રુતજ્ઞાન જાણે છે, આવું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com