________________
Version 001: remember to check h††p://www.AtmaDharma.com for updates
શ્લોક-૨
૨૧
ન
ત્રણકાળના જાણનારની વાણી જે છે એ પણ પૂરી, એનો વિરહ ન હોય જગતમાં. આહાહાહાહા ! એ પણ વાણી સ્વતંત્ર છે. એ વાણીમાં પોતાના અનંત ધર્મો છે. વાણીએ પોતે પોતાના ધર્મોને ધારી રાખ્યા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના ધર્મને ચૂંબતું નથી. એ ત્રીજી ગાથા સમયસાર. દરેક દ્રવ્ય ચાહે તો ૫૨માણુ હો કે ચેતન હો પોતાના ગુણપર્યાયને ચૂંબે છે પણ અન્ય દ્રવ્યના ગુણ પર્યાયને કોઈ દ્રવ્ય પર્યાય ચૂંબતી- અડતી નથી. આહાહાહાહા ! વાણી નીકળે એ સર્વજ્ઞ પર્યાયને અડતી નથી ને સર્વજ્ઞની પર્યાય વાણીને અડતી નથી ચૂંબતી નથી, છૂતી નથી. આહાહા ! છતાં દરેકનો (સ્વભાવ ) સ્વયંસિદ્ધ અનંત ધર્મ સ્વરૂપ છે. અનેકાંતમયી મૂર્તિ. આહાહાહા ! વીતરાગ.... વાણીનું આવું સ્વરૂપ જોયું !
સદાય પ્રકાશરૂપ રહો. સર્વજ્ઞપણું અને અનંતગુણો સદાય પ્રગટરૂપ રહો, અને એને કહેનારી વાણી પણ સદાય પ્રગટરૂપ રહો. આહાહા ! મુનિ પોતે છે, અમૃતચંદ્રાચાર્ય, સંત છે. છટ્ટે સાતમે ( ગુણસ્થાને ) ઝૂલે છે. ત્રણ કષાયનો અભાવ છે. અને આત્મામાં લીન છે, રાગ આવે છે એમાં લીન નથી. આ ટીકા કરે છે એમાં વિકલ્પ આવે છે, એમાં લીન નથી. તેનાથી ભિન્ન રહીને જ્ઞાનમાં રાગને અડયા વિના, જ્ઞાનમાં સ્વપર પ્રકાશક જ્ઞાન સ્વતઃ થાય છે. રાગ છે માટે રાગનું જ્ઞાન થાય છે એમ નથી. એવો તો એનો સ્વભાવ છે. આહાહા ! અને વાણીનો એવો સ્વભાવ છે. આહાહા ! ભલે એને સર્વજ્ઞ અનુસારિણી કહો પણ એ તો નિમિત્તથી કથન છે. સર્વજ્ઞ છે એને અનુસારે વાણી આવે એમ, અલ્પજ્ઞ પ્રાણીને આવે એવી વાણી આને ( સર્વજ્ઞને ) ન હોય એમ, એટલું જ પણ વાણી આવે છે તો સ્વતઃ સિદ્ધ પોતાથી છે. આહાહા ! આવી સ્વતંત્રતા !!
''
કેવી છે તે મૂર્તિ ? કેવું છે સ્વરૂપ તેનું ? ‘ અનંતધર્મણઃ પ્રત્યગાત્મનઃ તત્ત્વ ’ “ જે અનંત ધર્મવાળો છે અને જે ૫૨દ્રવ્યોથી અને ૫૨દ્રવ્યના ગુણપર્યાયોથી ભિન્ન તથા ૫૨દ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથંચિત્ ભિન્ન ” આત્માની વાત કરી કેવો છે પ્રભુ ? કે અનંત ધર્મવાળો, અનંત જેણે ધર્મ એટલે ગુણો ને પર્યાય ધાર્યા છે. ધર્મ એટલે ગુણ ને પર્યાય ધાર્યા છે.
અને જે ૫૨દ્રવ્યોથી-૫૨દ્રવ્યથી તદ્ન જુદો છે પ્રભુ ( આત્મા ) તેમ પરદ્રવ્યના ગુણપર્યાયથી તદ્ન જુદો છે. એ વાણીના ગુણપર્યાયથી પણ પ્રભુ જુદો છે. આહાહાહાહા ! “ અને ૫૨દ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથંચિત્ ભિન્ન ” એટલે કે છે એની પર્યાયમાં, છતાં તેનો જાણના૨ ૨હે છે. અસ્તિત્વ પર્યાયમાં છે છતાં તેનો જાણનાર એટલે કથંચિત્ ભિન્ન ને કથંચિત્ અભિન્ન.. પર્યાયમાં છે એ અપેક્ષાએ અભિન્ન કહેવાય અને એના સ્વરૂપમાં, જ્ઞાનમાં એ નથી, જાણનારો જાણે છે, રાગ થાય એને, માટે એનામાં નથી એમ કથંચિત્ ભિન્ન “ એકાકાર છે. આહાહાહા!
99
ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ એક સ્વરૂપે છે. ‘ એકાકાર ’ એટલે એક સ્વરૂપે છે. પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાયથી એક સ્વરૂપે છે. ૫૨ દ્રવ્યના ગુણ પર્યાયથી ભિન્ન છે. આહાહાહા ! અને ૫૨દ્રવ્યના નિમિત્તથી થતાં પોતાના પર્યાયથી કથંચિત્ ભિન્ન, અભિન્ન છે. છે એ અપેક્ષાએ અભિન્ન છે બાકી સ્વરૂપમાં ગુણમાં નથી માટે ભિન્ન છે.
‘એવા આ આત્માના તત્ત્વને, આહાહાહા ! એવા આત્માના તત્ત્વને, અસાધારણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com