________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હારે છે આમ હારે તીરછા હારે, આમ લંબાઈમાં હારે. આયત એમાં આઘી પાછી એ પ્રશ્ન જ હોય નહીં. એક પછી એક, એક પછી એક, છએ દ્રવ્યની પર્યાય ક્રમસર, ક્રમબદ્ધ ચાલે છે, એવી તો વસ્તુની વ્યવસ્થા છે. તે દિ' ના પાડતાં 'તા પણ હવે કંઈ કબૂલ લાગે છે. આટલું વાંચ્યું ઓલું પુસ્તક આવ્યું છે ને? એમાં ઈ. (લખાણ છે.).
અહીં કહે છે અનેકાંતમય વાણી આહાહા! પણ જેમાં અનેક સ્વભાવો છે. સ્વપરને કહેવાની શક્તિ વાણીમાં સ્વતઃ છે અને જ્ઞાનમાં સ્વપરને જાણવાની શક્તિ સ્વતઃ છે. એટલે જ્ઞાન અને વાણીમાં અનેક ધર્મો કહેવામાં આવ્યા છે. તેથી એણે અનેકાંત ધર્મ છે એમ કહ્યું. જ્ઞાનમાં અનેક ધર્મો છે, સ્વભાવ. અને વાણીમાં અનેક સ્વભાવ, સ્વપર કહેવાની શક્તિ, સર્વજ્ઞા ને સર્વદર્શીને અનંત આનંદને કહેવાની શક્તિ તો વાણીમાં વાણીને કારણે છે ને! એ કાંઈ સર્વજ્ઞ છે માટે અહીં વાણીમાં તાકાત આવી છે કહેવાની એમ નથી. સર્વજ્ઞ છે એ તો નિમિત્ત છે. નિમિત્તથી કાંઈ થાતું નથી પરમાં, એ વાણીમાં જ સર્વજ્ઞ, સર્વદર્શી, અનંત આનંદ આદિ, વાણીમાં કહેવાની શક્તિ વાણીને કારણે સ્વયંસિદ્ધ પોતાથી છે. અહીં સર્વજ્ઞ છે માટે વાણીમાં સર્વજ્ઞપણાની કહેવાની શક્તિ આવી વાણીમાં એમ નથી. પંડિતજી ! એક હારે ભલે હો. પણ એનાથી અહીં છે એમ છે નહીં. તેથી અનેકાંતમયી મૂર્તિ બેયને કહીને ! બેય સ્વતંત્ર છે ને! જ્ઞાન અને વાણી બેય સ્વતંત્ર છે. આહાહા ! અનંત ગુણો ને અનંતી પર્યાયો પોતે સ્વતંત્ર અનંત ધર્મ સ્વભાવવાળી અને એને કહેનારી વાણી, છે તો ચૈતન્યના સ્વરૂપથી વિરુદ્ધ વાણી, કારણ કે આત્મા ચૈતન્ય છે ને વાણી અચેતન છે. આહાહા!
પણ એ વાણીમાં પણ અનંત સ્વભાવ ધર્મ સ્વથી પોતાથી રહેલા છે. આહાહાહાહા ! એ વાણી જ પોતે જ સર્વજ્ઞ ને સર્વદર્શી ને અનંત આનંદ એમ આત્માના પદાર્થને વાણી પોતાના સ્વભાવથી કથન કરે છે, અહીં છે (સર્વશ) માટે કથન કરે છે એમ નહીં. સમજાણું કાંઈ ? અંદર સ્વતંત્ર છે ને? આહાહાહા ! અપૂર્વ વાત છે. આહાહા ! વીતરાગ સિવાય આવી વાત ક્યાં છે? એકેક પરમાણુમાં ષકારક શક્તિ પડી છે. એકેક પરમાણુમાં કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન અધિકરણ છ ગુણો છે તેથી તેની પર્યાયમાં ષ ગુણોનું પરિણમન પોતાથી સ્વતઃ થાય છે. એ વાણી એમ કહે કે સર્વજ્ઞ છે જગતમાં. તો એ સર્વજ્ઞ છે એને અનુસરીને વાણી ભલે કીધી પણ સર્વજ્ઞનું નિમિત્ત છે. માટે વાણીમાં “સર્વજ્ઞ છે' એવું આવ્યું, એમ નથી. એ વાણીમાં જ અનંત ધર્મ, જાત છે, પડી છે. આહાહા ! એકેક પરમાણુમાં અનંત ગુણો આકાશના પ્રદેશની સંખ્યા કરતાં અનંત ગુણા ગુણ છે. આકાશના પ્રદેશ છે જેનો અંત નથી, એના જે પ્રદેશની સંખ્યા, એથી અનંતગુણા એક જીવમાં ગુણ છે, અને એટલા જ ચૈતન્ય નહીં પણ પરમાણુનાં રૂપીના અચેતન એટલા જ અનંતા ગુણો છે. આહાહા! બેય સ્વતઃ છે. કોઈને લઈને કોઈ નથી. આહાહાહા ! એવું જે જ્ઞાન અને વચન તે-મય મૂર્તિ, મૂર્તિ એટલે સ્વરૂપ. આત્માનું જ્ઞાન સ્વરૂપ, વાણીનું વાણી સ્વરૂપ, મૂર્તિ એટલે સ્વરૂપ.
સદાય પ્રકાશરૂપ હો” આહાહા ! અનેકાંત ધર્મસ્વભાવ એવો આત્મા જ્ઞાનમય, સદા પ્રકાશમાન રહો. અને એની વાણી કહેનારી. આહાહા ! ત્રણ કાળમાં ત્રણકાળને જાણનારનો વિરહ ન હોય. ત્રણ કાળમાં ત્રણકાળને જાણનારનો કોઈ કાળમાં વિરહ ન હોય ! તો ત્રણ કાળને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com