________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૧૮
શ્લોક - ૨
(અનુપુર) अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः।
अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्।।२।। હવે (બીજા શ્લોકમાં) સરસ્વતીને નમસ્કાર કરે છે -
શ્લોકાર્થ-[કનેવાજોમયી મૂર્તિ ] જેમાં અનેક અંત (ધર્મ) છે એવું જે જ્ઞાન તથા વચન તે-મય મૂર્તિ[નિત્યમ વ] સદાય [પ્રવેશતામ] પ્રકાશરૂપ હો. કેવી છે તે મૂર્તિ? [ અનન્તધ:પ્રત્યાત્મન તવં] જે અનંત ધર્મવાળો છે અને જે પરદ્રવ્યોથી ને પરદ્રવ્યના ગુણપર્યાયોથી ભિન્ન તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથંચિ ભિન્ન એકાકાર છે એવા આત્માના તત્વને, અર્થાત્ અસાધારણ-સજાતીય વિજાતીય દ્રવ્યોથી વિલક્ષણ-નિજસ્વરૂપને, [પશ્યન્તી] તે મૂર્તિ અવલોકન કરે છે-દેખે છે.
ભાવાર્થ- અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચનરૂપ નમસ્કાર કર્યો છે. લૌકિકમાં જે સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી તેથી અહીં તેનું યથાર્થ વર્ણન કર્યું છે. જે સમ્યજ્ઞાન છે તે જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે. તે અનંત ધર્મો સહિત આત્મતત્વને પ્રત્યક્ષ દેખે છે તેથી તે સરસ્વતીની મૂર્તિ છે. તદનુસાર જે શ્રુતજ્ઞાન છે તે આત્મતત્વને પરોક્ષ દેખે છે તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. વળી દ્રવ્યશ્રુત વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે, કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે બતાવે છે. આ રીતે સર્વ પદાર્થોનાં તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ તથા વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે; તેથી સરસ્વતીનાં નામ “વાણી, ભારતી, શારદા, વાઝેવી ઇત્યાદિ ઘણાં કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને “ચા”- પદથી એક ધર્મી માં અવિરોઘપણે સાધે છે તેથી તે સત્યાર્થ છે. કેટલાક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી.
કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મવાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો કયા કયા છે?તેનો ઉત્તર- વસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, અમૂર્તિકપણું ઇત્યાદિ (ધર્મ) તો ગુણ છે; અને તે ગુણોનું ત્રણે કાળે સમયસમયવર્તી પરિણમન થવું તે પર્યાય છે-જે અનંત છે. વળી વસ્તુમાં એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે. તે સામાન્યરૂપ ધર્મો તો વચનગોચર છે પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનનો વિષય નથી એવા પણ અનંત ધર્મો છે-જે જ્ઞાનગમ્ય છે. આત્મા પણ વસ્તુ છે તેથી તેમાં પણ પોતાના અનંત ધર્મો છે.
આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે, બીજાં અચેતન દ્રવ્યોમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com