________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯
શ્લોક-૨ નથી. સજાતીય જીવદ્રવ્યો અનંત છે તેમનામાંય જોકે ચેતનપણું છે તોપણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું કહ્યું છે કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી કોઈનું કોઈમાં ભળતું નથી. આ ચેતનપણું પોતાના અનંત ધર્મોમાં વ્યાપક છે તેથી તેને આત્માનું તત્વ કહ્યું છે. તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે અને દેખાડે છે. એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે માટે “સદા પ્રકાશરૂપ રહો એવું આશીર્વાદરૂપ વચન તેને કહ્યું છે. ૨.
શ્લોક - ૨ ઉપર પ્રવચન હવે બીજા શ્લોકમાં સરસ્વતીને, શું કહે છે પહેલા શ્લોકમાં દેવને નમસ્કાર કર્યો. રીત એવી છે ને? દેવ શાસ્ત્ર ગુરુતીન. એમ આવે છે ને? તો પહેલાં દેવને નમસ્કાર કર્યા-હવે બીજું શાસ્ત્રને કરે છે- પછી ત્રીજું ગુરુને નહિ કરતાં ગુરુ પોતે જ છે, અમૃતચંદ્રાચાર્ય-એટલે ટીકા કરનાર હું છું એમ કરીનેઆહાહા !
अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः।
अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्।।२।। અનેકાંતમય મૂર્તિ, જેમાં અનેક ધર્મ છે એવું જ્ઞાન અને વચન બેય, વાચક અને વાચ્ય, વાચક એવી વાણી એ પણ સરસ્વતી કહેવાય છે અને એનું વાચ્ય એવું જે જ્ઞાન એ પણ સરસ્વતી કહેવાય છે. આહાહા ! જેમાં અનેક ધર્મ છે એવું જે જ્ઞાન અને વાણી, જ્ઞાનમાં પણ અનેક ધર્મનો સ્વભાવ છે, અને વાણીમાં પણ અનેક સ્વભાવ છે. આહાહાહા ! સર્વશને અનુસારિણી વાણી માટે અનુભવશીલ કહેશે આગળ. આહાહા ! સમજાણું? પશ્યન્તીનો અર્થ કરશે ને આગળ એ, તે મૂર્તિ અવલોકન કરે છે, દેખે છે. એ આમાં નહીં, ઓલામાં આવ્યું છે. કળશ ટીકામાં, કળશટીકામાં આવે છે અનુભવશીલ, અનુભવશીલ એનો એવો અર્થ કર્યો ત્યાં કળશટીકામાં, સર્વજ્ઞને અનુસારિણી છે એ. આમાં આ કળશટીકા છે ને? જુઓ પશ્યન્તીનો અર્થ કર્યો, અહીં પશ્યન્તીનો અર્થ મૂર્તિમાન અવલોકન કરે છે-કળશટીકામાં પશ્યન્તીનો અર્થ આહાહા! અનુભવનશીલ, અનુભવનશીલ. એટલે? આહાહા ! એ વાણી સર્વજ્ઞ સ્વરૂપ અનુસારિણી છે. અનુભવનશીલનો અર્થ કર્યો. સર્વજ્ઞને અનુસારિણી છે સર્વજ્ઞને અનુસરીને, નિમિત્ત છે સર્વજ્ઞ, અનુસરીને છે એમાં અનુભવનશીલ, સર્વશને અનુસારિણી વાણી છે માટે અનુભવનશીલ કહ્યું-પશ્યત્તિનો અર્થ આ કર્યો. આહાહા!
આવી ટીકા! પશ્યન્તીનો અર્થ હવે આણે શું કર્યો હશે જગમોહનલાલજીએ. એણે એમ તો લખ્યું છે. પહેલાં અહીંયા જ્યારે વિદ્વત્ પરિષદ ભેગી થઈ અને અમે સાંભળવા આવ્યા ત્યારે એમ કહે. કાનજીસ્વામી પાસેથી મને અધ્યાત્મની રુચિ પલટી, એમ લખ્યું છે. પણ તે વખતે ક્રમબદ્ધ (ની) ના પાડતા હતા ને ક્રમબદ્ધ(ની) ના પાડતા 'તા. એમ લખ્યું છે એમાં, પુસ્તક આવ્યું છે ને કાલે, એમાં ક્રમબદ્ધને ન માને તો વસ્તુની વ્યવસ્થા જ રહી નહીં. કેવળજ્ઞાન તો એકકોર રહ્યું. કેવળજ્ઞાન છે એ પ્રમાણે થાય છે. પણ વસ્તુ છે એની પર્યાય આમ આમ એક પછી એક પછી એક થાય એ વસ્તુની વ્યવસ્થા છે. જેમ વસ્તુમાં ગુણો એક પછી એક દમ નથી, એક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com