________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્લોક-૧
૧૭
સ્વભાવનો. ષટ્કા૨ક છેને શક્તિ-કર્તા-કર્મ-ક૨ણ બધું છે. ૫૨માત્મામાં ષટ્કા૨કનું પરિણમન પર્યાયમાં સમય સમયમાં, અનંત ગુણનું એકેક પર્યાયમાં ષટ્કારકનું પરિણમન ૫૨માત્માને પણ છે. નવું નવું છે ને ! પર્યાય નવી નવી થાય છે ને ! એકેક પર્યાયમાં અનંત ગુણની અનંતી પર્યાય એમાં એક એક પર્યાયમાં ષદ્ગુણ હાનિવૃદ્ધિ. ષટ્કારકની પ્રવૃત્તિ છે. ષદ્ગુણ હાનિવૃદ્ધિ વળી અગુરુલઘુમાં પણ એકેક પર્યાયમાં ષટ્કા૨કની પ્રવૃત્તિ છે. કર્તા કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ ( શક્તિમાં હૈ ) શક્તિ છે, પણ પર્યાયમાં એની પ્રગટતા છે. પર્યાયમાં પણ એકેક સમયમાં, સિદ્ધની પર્યાયમાં પણ પર્યાય કર્તા કર્મ ક૨ણ સંપ્રદાન અપાદાન અધિકરણ એ રીતે પરિણમી રહે છે. આહાહા ! ગંભીર છે પરમાત્મ સ્વરૂપ અરૂપી છે પણ પદાર્થ છેને ! અસ્તિ છે ને ! એ જ સર્વોત્કૃષ્ટ છે.
રૂપી છે મોટા સ્કંધો ને ૨જકણો ને આખો અચેતન સ્કંધને એના કરતા આ પદાર્થ અરૂપી છે એ મહાન છે. મહાન સર્વોત્કૃષ્ટ એ પદાર્થ છે. કે જે પોતે જાણે પોતાને અને બીજાને પણ તેને અડયા વિના પોતાના સ્વભાવના સામર્થ્યથી જાણે તેવો સર્વોત્કૃષ્ટ પદાર્થ તે પ્રભુ પોતે આત્મા છે. જેને પ્રગટ દશા થઈ ગઈ એ તો ૫રમાત્મા છે એને અહીંયા નમસ્કાર કરે છે. માટે અર્થ યથાર્થ સમજવો જોઈએ.
હવે એનું હિંદી કર્યું ટૂંકું.
66
પ્રગટે નિજ અનુભવ કરે સત્તા ચેતનરૂપ;
,,
સૌ–જ્ઞાતા લખીને નમું, સમયસાર સહુ ભૂપ. ” –૧
“પ્રગટે નિજ અનુભવ ” અહીં પર્યાયની પ્રગટ દશાની વાત લીધી છે. જેને પ્રગટ દશા પ્રગટ થઈ છે, સર્વજ્ઞ વીતરાગ આદિની. નિજ અનુભવ કરે. એ પોતાનો અનુભવ કરે છે., સ્વાનુભૂત્યા ચકાસતે આવ્યું છે ને ? સત્તા ભાવરૂપ છે અને ચૈતન્ય સ્વભાવ એટલે ચેતનરૂપ છે. ‘ ભાવાય ’ ચિત્ત્વભાવાય, સ્વાનુભૂત્યા ચકાસતે એ સમાડી દીધું એમાં. ‘પ્રગટે નિજ અનુભવ કરે ’પોતાના આનંદના અનુભવને પ્રગટ કરીને અનુભવે. સત્તા છે, હોવાવાળી ચીજ છે. ચેતનરૂપ એનો સ્વભાવ ચેતન છે ભાવ. આ ભાવવાનનો ભાવ અને ચેતનરૂપ એનો સ્વભાવ. આહાહાહા ! “ પ્રગટે નિજ અનુભવે કરે સત્તા ચેતનરૂપ ” આહાહાહાહા ! માળા પંડિતો પણ પુરાણા જૂના, પાઠને લગતા જ શબ્દો કર્યા છે. ચિત્ સ્વભાવાય. ભાવાય, ભાવાયનો અર્થ સત્તા કરી, ચિત સ્વભાવાયનો અર્થ ચેતનરૂપ કર્યો અને સ્વાનુભૂત્યાનો અર્થ નિજ અનુભવ કર્યો. ‘ સો જ્ઞાતા લખીને નમું ’ એ જ્ઞાતા થઈ ગયા, પૂરણ થઈ ગઈ દશા, સર્વ ભાવાંતરચ્છિદે-આહાહાહાહા ! એ બધા બોલો સમાડી દીધા આમાં. ‘ સો જ્ઞાતા તે ભગવાનને જાણીને લખીને એટલે જાણીને. આવા ભગવાનને જાણીને જોયું ? જાણીને, અનુભવીને, હું જાણનારો આત્મા એમ અનુભવીને નમું છું. આહાહા ! એને હું નમસ્કાર કરું છું. સમયસાર સહુ ભૂપ. એ સમયસાર મોટો બાદશાહ છે, ભૂપ છે. આત્મા ભૂપ છે. સમયસાર મોટો બાદશાહ રાજા, મહારાજા. સમયસાર મહારાજા છે. પૂરણ દશા જેની પ્રગટ થઈ ગઈ. રાજતે શોભતે ઈતિ રાજા ૧૭– ૧૮ ગાથામાં આવે છે. જીવ૨ાયા ૧૭–૧૮ એમ રાજતે શોભતે. પોતાની અનંતી શાંતિ, આનંદથી શોભે તે રાજા. તે મહારાજા બાદશાહ ભૂપ પોતે છે. પોતે પોતાનો બાદશાહ અને પોતે ભૂપ. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com