________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ શ્રદ્ધા થઈ. હું જિનસ્વરૂપ છું એવી શ્રદ્ધા થઈ. એને જિનપણું પ્રગયું. કષાયપણું પ્રગટ હતું એને ઠેકાણે જિનપણું પ્રગટયું, એને જિનની પર્યાય પ્રગટ થશે અને છે એને અહીંયા નમસ્કાર કરે છે. આહાહા! ખરેખર તો આને (આત્માને) નમસ્કાર કરે છે એટલે બધા ત્રણેય કાળના જીવો આવા છે એને નમસ્કાર. પણ પોતાનો જીવ પણ જિન થવાનો છે કેમકે જિનસ્વરૂપનો અનુભવ ને પ્રતીતિ તો થઈ છે હું વીતરાગ છું. ઓલો વીતરાગ નહોતો ને કષાય છે, ત્યારે એને વીતરાગપણાની હૈયાતીનો સ્વીકાર નહોતો. વીતરાગપણાની હૈયાતીનો સ્વીકાર થયો ત્યારે વીતરાગ છું એવું પ્રગટયું. આહાહા ! એને વર્તમાનમાં જેને પર્યાય પ્રગટ થઈ છે એને નમસ્કાર કરે છે અને ખરેખર તો ભવિષ્યમાં પ્રગટ જેને થશે, એનેય પણ નમસ્કાર કરે છે. આહાહા ! એ પોતાને નમસ્કાર થયો, કેમ કે એને જિનપણું પ્રગટ થવાનું છે. આહાહાહાહા ! બીજ ઉગી એને પૂનમ થવાની જ છે. પૂનમ એટલે પૂરણતા. પૂનમ પૂરણતા. એમ જેને આમ સ્વરૂપ પ્રભુ એનું
જ્યાં ભાન થયું છે અને પ્રગટયો છે આત્મા, આત પ્રગટયો છે શ્રદ્ધામાં, એ પર્યાયમાં પ્રગટશે તેને નમસ્કાર વર્તમાન કરે છે અને હું પણ આસપણે થઈશ ભવિષ્યમાં, એટલે હું પણ મને નમસ્કાર કરું છું. આહાહાહા! આમ, માનવા લાયક, હિતને માટે માનવા લાયક આસ, આપ્ત પોતે પ્રભુ આમ જ છે. પણ પર્યાયમાં જ્યારે ભાન થયું ત્યારે તે પૂરણ આસ છે તેને નમસ્કાર કરે છે. પૂરણ હિતના હિતોપદેષીના આવે છે ને ત્રણ બોલ. હિતોપદેષી શ્રાવકરત્નકરંડ આચાર
ભગવાન” છે ઠીક! આ ભગવાન છે. આમ ભગવાન છે. ભગ નામ અનંત આનંદજ્ઞાનની લક્ષ્મી એનું વાન જેનું રૂપ છે. ભગવાન... સંસ્કૃત ટીકામાં છે ભગ એટલે અનંત જ્ઞાન અને અનંત દર્શન જેની લક્ષ્મી એવું ભગ, એનો વાન એવું જેનું રૂપ છે. ભગવાન એનું રૂપ છે માટે પોતે ભગવાન જ છે પણ ભગવાન છે એમ જેને બેઠું સમ્યગ્દર્શનમાં એ ભગવાન પર્યાય જેને પ્રગટ થઈ છે તેને નમસ્કાર કરે છે. સ્વભાવે છે અને પર્યાયે તેનો ભરોસો, પ્રતીત અને અનુભવ છે. પૂરણ જેને થયું તેને નમસ્કાર કરે છે–આહાહા !
“સમયસાર” છે એનું નામ જ સમયસાર છે. નમઃ સમયસાર આવ્યું” ને? ઇત્યાદિ હજારો નામોથી કહો. હજારો નામથી કહો, ગુણથી. આહાહા! એ પુણ્યશાળી છે એમ કહેવાય, પુણ્ય નામ પવિત્ર હોં, આહાહા ! એ પાપી ગમે તે (કહેવાય) પ્રભુને, પોતે અનુભવ કરે છે પીએ છે અને બીજાને પાય છે અપેક્ષાથી એને કહેવાય. નિર્વિકલ્પ અનુભવ પીવે છે અને બીજાને નિર્વિકલ્પ અનુભવ પાવાની વાત કરે છે. પા... પી. ઓલા છોકરા હાલતા નથી કહેતા કાંઈ શું કહે છે (પા. પા. પગલી) પા. પા. પગલી. નવા છોકરા હોય ને અને લાકડી લઈને હાલેને આમ નાનું બાળક પા. પા. આહાહા ! એમ આ પૂર્ણાનંદ પ્રભુ! પૂરણ પર્યાયને પીવે છે અનુભવે છે અને તે પૂરણ પર્યાયને અનુભવવાનું ઉપદેશ દ્વારા આવે છે. એને એ રીતે ગમે, તે શબ્દથી પણ એમાં લાગુ પડે તે રીતે હોવું જોઈએ. આહાહા!
એ સર્વ નામો કથંચિત્ સત્યાર્થ છે. તે તે અપેક્ષાએ સત્યાર્થ છે, કથંચિત્ એટલે એમ ચિદાનંદ, સિદ્ધ, જિન આદિ. સર્વથા એકાંતવાદીઓને ભિન્ન નામોમાં વિરોધ છે. જુદા જુદા નામમાં વિરોધ આવે છે બીજાને, એમ નથી અહીંયાં કાંઈ, એ પ્રભુ છે એને કર્તા કહેવાય, ભોક્તા કહેવાય એમ બધું પણ કર્તા કોનો? પોતાના સ્વભાવનો, ભોક્તા કોણ પોતાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com