________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ભગવાન પોતે જ અક્ષય, અવિનાશી છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ જે પર્યાય પ્રગટી છે એની એક સમયની મુદત છે માટે તેને ત્યાં નાશવાન કીધી છે. પણ અહીંયા તો તેની તે રહેવાની છે માટે તેને અવ્યય અને અનાશવાન કીધી છે. આહાહા ! (વૈસી કી તૈસી રહેનેવાલી હૈ) હા, એમ ને એમ કાયમ રહેનેવાલી એ અપેક્ષાએ, બાકી એક સમયની પર્યાય છે, પર્યાયનું સ્વરૂપ જ એક સમયની મુદતનું છે, એ અપેક્ષાએ તો નાશવાન છે. પણ બીજે સમયે તેવી થશે અને કાયમ એવી ને એવી રહેશે. એ અપેક્ષાએ અવ્યય કહેવામાં આવી છે. આહાહા ! કેટલી અપેક્ષાઓ લાગુ પડે, અલૌકિક ચીજ છે.
શુદ્ધ છે,” એ પર્યાયે શુદ્ધ છે, વસ્તુ, દ્રવ્ય ગુણે તો શુદ્ધ છે જ એ બધા, પણ આ ઇષ્ટદેવ જે છે પ્રિય કરવા લાયક વ્યવહારે જે છે એ શુદ્ધ છે. દરેક પર્યાય જેની પવિત્ર પ્રગટ થઈ ગઈ છે. “બુધ્ધ ' છે એકલો જ્ઞાનનો પર્યાય પૂરણ થઈ ગયો છે. બુધ્ધતિ ઈતિ બુધ; જાણે, પૂરણ જાણવું જેને પ્રગટ થઈ ગયું છે, બુદ્ધ છે. “અવિનાશી છે” નાશ જેનો નથી “અનુપમ છે” જેને કોઈ ઉપમા નથી. કોની ઉપમા? એની ઉપમા એને. આહાહા ! “અરૂપી” છે, પણ વસ્તુ છે અને તેથી તેમાં અનંત અનંત સ્વભાવ, અપરિમીત અમેય ભર્યા છે, એવી પર્યાયમાં જ્યાં પ્રગટ થયા એનું શું કહેવું કહે છે. આહાહા! એ તો અનુપમ છે. એને કોઈ ઉપમા આપી શકાતી નથી.
“અચ્છે છે, ” “અભેદ્ય છે” છેદી શકાય નહીં. ઈ એની પર્યાય પણ છેદી શકાય નહીં પરથી. કેમ કે એનામાં પ્રભુત્વ નામનો ગુણ છે તે ગુણની પર્યાય પર્યાયમાં પ્રભુત્વપણું આવી ગયું છે, તેથી તેને સ્વતંત્રપણે અને બીજાથી ખંડિત ન થાય એવો સ્વભાવ જેનો પ્રગટ થઈ ગયો છે માટે તેને અoધે કહે છે. અભેદ છે. ભેદ ભૂકો ન થાય, છેદ નામ ટૂકડા ન થાય, છેદ નામ ટૂકડા ન થાય અને ભેદ નામ ભૂકો ન થાય. એવી અખંડ ધ્રુવ પર્યાય પ્રગટ થઈ છે અંદર. એવું જ પર્યાયનું સ્વરૂપે પ્રગટ છે, એવું જ સ્વરૂપ દ્રવ્યનું છે, કેમ કે હતું એમાંથી આવ્યું છે. કંઈ બહારથી આવતું નથી. આહાહા ! અછ અભેદ.
પરમ પુરુષ એને કહીએ” આહાહા! એક તો પરમ પુરુષ તું પોતે જ પરમ પુરુષ છો, આહા ! પરમપુરુષ નિકટ હોવા છતાં તું પરમપુરુષને જોવા નવરો થતો નથી પરમપુરુષ, પ્રભુ પરમપુરુષ છે, તારી નિકટ છે. તારી એક સમયની પર્યાયની સમીપ છે. આહાહા ! એને જોવા, એના અસ્તિત્વને જાણવા પ્રયત્ન કરતો નથી. ને બહારના પ્રયત્ન પુણ્ય ને પાપમાં રોકાઈ (ને) પરમપુરુષને ભૂલી જાય છે. આ તો પરમપુરુષ પર્યાયમાં પ્રગટ થઈ ગયો. આહાહા ! પરમપુરુષ છે એ.
નિરાબાધ છે” કોઈ એને બાધા કરે એવું છે નહીં. આહાહા ! હવે એને ભવભ્રમણ થાય કે વળી કોઈ કર્મનો ઉદય આવે ને એવું છે નહીં,
“સિદ્ધ' છે એ. પૂરણ સિદ્ધ પરમાત્મા “સત્યાત્મા' સાચો આત્મા છે એ. આહાહાહા ! અભૂતાર્થ રાગાદિવાળો આત્મા તો અનાત્મા છે. વસ્તુએ આત્મા છે, પણ પર્યાય રાગદ્વેષને લઈને અનાત્મા છે. આ તો પર્યાયે સત્યાત્મા છે. આહાહાહા! વસ્તુ તો ભૂતાર્થ છે, સત્યાર્થ પણ પર્યાયમાં એ સત્યાર્થ થઈ ગયો. પૂરણ સત્ય સ્વરૂપ છે, એવું પ્રગટ થઈ ગયું છે. આહા!
ચિદાનંદ છે” ચિ નામ જ્ઞાન અને આનંદ. એ જ્ઞાન ને આનંદ જેની દશા છે. એ ચિદાનંદ સ્વરૂપ જ પોતે છે પ્રભુ, ઇષ્ટદેવ, એક જ નામ એવું કાંઈ નહીં, આવા બધા ગમે તેટલા હજારો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com