________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૧
૧૩ કહ્યું ને કે સ્વાનુભૂલ્યા ચકાસતે, ભાવાય,
ચિસ્વભાવાય એટલે દ્રવ્ય છે, ગુણ છે, અનુભૂતિથી જેણે આત્મા જામ્યો છે અને અનુભૂતિ દ્વારા જેણે સર્વજ્ઞપણું પ્રગટ કર્યું છે. એવા વિશેષણો દ્વારા વર્ણવીને કર્યું.
વળી અન્યવાદીઓ પોતાના ઈષ્ટદેવનું નામ લે છે તેમાં ઈષ્ટદેવ શબ્દનો અર્થ ઘટતો નથી, ” બાધાઓ વિરોધ આવે છે. સ્યાદ્વાદી અપેક્ષાએ સ્વરૂપને જે રીતે છે–ચૈતન્યનું વાસ્તવિક શક્તિ સ્વરૂપ અને પ્રગટ સ્વરૂપ જે રીતે છે તેને સ્યાદ્વાદી કહેનારા, આહાહા ! જૈનોને તો સર્વથા વીતરાગ શુદ્ધ આત્મા જ ઇષ્ટ છે. સર્વથા, પ્રગટ દશા લીધી છે ને! સર્વથા વીતરાગ શુદ્ધ આત્મા જ ઇષ્ટ છે. પછી ભલે તે ઈષ્ટદેવને “પરમાત્મા કહો ” ત્યાંથી ઉપાડયું છે. પરમ સ્વરૂપ, પરમ સ્વરૂપ જેને પ્રગટ થઈ ગયું છે, એવા પરમાત્મા કહો. વસ્તુએ તો પરમાત્મા છે, વસ્તુએ પરમાત્મા છે પણ વ્યક્તતા પ્રગટદશાએ જેની પરમાત્મ દશા થઈ છે એને પરમાત્મા કહો, છે? આહાહા ! “પરમ જ્યોતિ’ કહો, પરમ ચૈતન્ય જ્યોતિ, ચૈતન્યના પ્રકાશની ઝળહળ જ્યોતિ જેને પૂરણ પ્રગટ થઈ ગઈ છે, “પરમેશ્વર' કહો પરમ ઈશ્વર, જો પરમેશ્વર તો સ્વરૂપ પરમેશ્વર જ છે. પોતાનો પરમેશ્વર, એમ આવ્યું તુંને આડત્રીસ ગાથા (અપ્રતિબુદ્ધ) ભૂલી ગયો હતો. એ પરમેશ્વર ભૂલી ગયો હતો એ પરમેશ્વરને યાદ કરીને વ્યક્તમાં, પ્રગટ દશામાં પરમેશ્વરપણું કર્યું એને પરમેશ્વર કહેવાય. “પરમબ્રહ્મ” કહેવાય, પરમબ્રહ્મ, પરમ આનંદ જેને પરમ આનંદ પ્રગટ થયો એ બ્રહ્મસ્વરૂપ છે. આહાહા! જેની દશામાં પૂરણ અતીન્દ્રિય આનંદ પ્રગટ થયો એ પરમ બ્રહ્મ કહેવાય છે. “શિવ” કહેવાય છે. એને ઉપદ્રવ રહિત પૂરણ કલ્યાણ પ્રગટ થઈ ગયું માટે “શિવ” પણ કહેવાય આને શિવ. ઓલા લોકો શિવ કહે છે એ નહીં. સમજાણું કાંઈ?
‘શિવ’ નમોથુણુંમાં આવે છે. શિવ મલય, મરૂ, મહંત, “શિવ” નામ કલ્યાણ મૂર્તિ, કોઈ ઉપદ્રવ છે નહિ જેને પૂરણઆનંદ પર્યાય પ્રગટ થઈ ગઈ. એને શિવ પણ કહેવાય એને, આહાહા! “નિરંજન” કહેવાય. જેને અંજન નથી મેલ જ નથી. નિર્મળાનંદ જેની દશા પ્રગટ થઈ છે નિરંજન કહેવાય “નિષ્કલંક' કહેવાય. ભવ અને ભવના ભાવનો કલંક જેને નથી એવો નિષ્કલંક પરમાત્માને કહેવાય. આહાહા ! “અક્ષય ” કહેવાય. થયા એ થયો ક્ષય પામશે નહીં હવે પૂર્ણ દશા પ્રાપ્ત થઈ, એ ક્ષય નહીં થાય, હવે નાશ નહીં થાય. પર્યાયની પૂર્ણતા થઈ એ પણ નાશ નહીં થાય. દ્રવ્યગુણ તો નાશ નહીં. જેની પર્યાય પૂરણ પ્રગટ થઈ ગઈ એનો નાશ નહીં થાય. આહાહા ! અક્ષય, અમેય ચારિત્ર પાહુડમાં તો પર્યાયને અક્ષય અમેય કીધી છે, સાધક જીવને હોં, કેમ કે પ્રભુ પોતે અક્ષય ને અમેય છે, વસ્તુ. અમેય નામ જેની મર્યાદા નથી એવો જેનો સ્વભાવ છે અને ક્ષય કોઈ દિ'થાય નહીં, એવા અક્ષય અમેયને જેણે જાણ્યો અને જેણે સ્થિરતા પ્રગટ કરી એ સ્થિરતાને પણ અક્ષય અને અમેય કહેવામાં આવે છે. પૂરણદશા વિના, આહાહા ! શક્તિ અક્ષય, અમેય છે, પર્યાય સાધકપણે પ્રગટી એ અક્ષય અમેય છે અને પૂરણ પ્રગટે છે એ તો અક્ષય, અમેય છે જ. આહાહા !
તેથી એને કહે છે અક્ષય, “અવ્યય” નાશ ન થાય કોઈ દિક્ષય ન થાય અને વ્યય એનો નાશ ન થાય. થઈ એ દશા થઈ એ થઈ. આહાહા ! એક બાજુ એમ કહે કે કેવળજ્ઞાન, સંવર, નિર્જરા આદિની પર્યાય નાશવાન છે. એ પર્યાય છે તે (ન્યાયે) ૩૮ ગાથા નિયમસાર એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com