________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧
શ્લોક-૧ રીતે જાણી શકે છે. સર્વભાવાંતર (એટલે કે ) સર્વભાવથી અનેરા ભાવો, પોતાનો જે ભાવ સત્તા ને ગુણ ગુણીની વાત કરી, એવો જે ભાવ અને ભાવવાન, સ્વભાવવાન અને સ્વભાવ, એનાથી અનેરા ભાવો. જેટલા અનંતા દ્રવ્યગુણ ને પર્યાયો, આહાહા ! પોતાથી -છે ને? અન્ય સર્વ જીવઅજીવ અંતર છે ને? પોતાથીમાં સર્વ ભાવ નામ પોતાથી લીધું એનાથી અંતર નામ અન્ય સર્વ જીવાજીવ. આહાહા !
જીવ અને અજીવ બીજા અનંતા “ચરાચર ” ગતિ કરનારા અને સ્થિર રહેનારા ચર નામ ગતિ કરનારા અને અચર નામ સ્થિર રહેનારા. પદાર્થોને સર્વ ક્ષેત્ર કાળ સંબંધી સર્વ પદાર્થને સર્વ ક્ષેત્ર, સર્વ કાળ સંબંધી સર્વ વિશેષણો સહિત ભાવ. આહાહાહાહા ! સર્વ ભાવાંતર, સર્વભાવ પોતે અને અંતર એટલે એ સિવાયના અનેરા સર્વ ભાવો. એને પોતાથી અન્ય સર્વ જીવાજીવ, ચાલતા અને સ્થિર પદાર્થોને સર્વ ક્ષેત્ર કાળ સંબંધી. ત્રણકાળ ને લોકાલોક ક્ષેત્રો. આહાહા! અને સર્વ વિશેષણો સહિત એના સર્વભાવો સહિત, પર્યાય સહિત એક જ સમયે જાણનારો છે. આહાહાહા ! પ્રભુ પર્યાયમાં પૂરણ સર્વશની પર્યાય, એક જ સમયમાં પોતાથી અનેરા અનંત પદાર્થોના દ્રવ્યના, ક્ષેત્રના, કાળના અને એના ભાવના, ગુણ ને પર્યાય બધાને એક સમયમાં જાણનારો છે. આહાહા ! છે? એક જ સમયે જાણનારો છે.
આ વિશેષણથી સર્વજ્ઞનો અભાવ માનનાર, સર્વજ્ઞ હોઈ શકે નહીં એમ જે કહે છે એવા મત છે ને ઘણાંના, સર્વજ્ઞ હોઈ શકે નહીં. વર્તમાનમાં જે પૂરણ જ્ઞાન છે વર્તમાનનું એ સર્વજ્ઞ, ત્રણ કાળ અને ત્રણ લોકનું જ્ઞાન હોઈ શકે નહીં એનો નિષેધ કર્યો. આહાહા! સર્વ વિશેષણોથી સર્વજ્ઞનો અભાવ માનનાર, મીમાંસક આદિ. , જૈનમાં રહેલા દિગંબરમાંય નહીં માનનારા છે. એક મહેન્દ્ર હતો પંડિત, સર્વજ્ઞને નહોતો માનતો. ગુજરી ગયો. “નિરાકરણ થયું.” આ પ્રકારના ગુણોથી, “આ પ્રકારના વિશેષણોથી શુદ્ધ આત્માને જ “શુદ્ધ આત્માને” જ ઇષ્ટદેવ તરીકે સિદ્ધ કરીને,” ઇષ્ટદેવ કરીને, ઇષ્ટ, ઇષ્ટદેવ છે ખરા. પરમાત્મા પોતે ઇષ્ટદેવ છે. વ્યવહાર સર્વજ્ઞ આ રીતે પરમાત્મા ઇષ્ટદેવ છે. આહાહા ! તેને નમસ્કાર કર્યો છે. શુદ્ધાત્માને જ, છે? આ વિશેષણથી શુદ્ધાત્માને જ ઇષ્ટદેવ સિદ્ધ કરીને તેને નમસ્કાર કર્યો છે. આહાહા!
દ્રવ્ય, ગુણ, પર્યાય ને પૂર્ણતા ચાર બોલ લીધા. પોતાનું દ્રવ્ય સત્તા છે “ભાવાય, ચિત્ત સ્વભાવાય ગુણ, સ્વાનુભૂતિ પર્યાય સંવર નિર્જરા એ દ્રવ્ય ગુણ સંવર નિર્જરા-સર્વભાવાંતરચ્છિદે એ મોક્ષ, પર્યાયની પૂર્ણતા બસ, એમ આ ચાર બોલમાં અસ્તિપણે સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ ?
એમાં આ પહેલો શ્લોક મંગળિકનો મહા ઉત્તમ.
અસ્તિ જીવ છે, ગુણ-ગુણી ભેદ કથંચિત્ છે, કથંચિત્ નથી, પોતાના અનુભવથી સિદ્ધ થઈ શકે છે. પરોક્ષ અને પ્રત્યક્ષ બેય રીતે પણ છે. કથંચિત્ પ્રત્યક્ષ અને કથંચિત્ પરોક્ષ છે એ રીતે ઈષ્ટદેવને પોતાનો જ આત્મા, પરમાત્માનો ઈષ્ટદેવ કહીને એને નમસ્કાર કર્યો છે. એ ગાથાનો અર્થ પૂર્ણ થયો લ્યો. વિશેષ આવશે.
પ્રમાણ વચન ગુરુદેવ!
સમયસારના અપૂર્વ સ્વાગત કરી અંતરમાં મંગળ પધરામણી કરાવનાર શ્રી સદ્ગુરુદેવનો જય હો !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com