________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૧ અનુભવનરૂપ ક્રિયા. દેખો! રાગની ને પુણ્યની ક્રિયા નહીં. પોતાની જે ગુણ ને ગુણી જે નિર્મળ અને શુદ્ધ છે, એની શુદ્ધની પોતાની જે ક્રિયા. આહાહા! વ્યવહારની જે દયા-દાન-વ્રત-ભક્તિની ક્રિયાથી પ્રકાશે છે એવો એ નથી, એવો નથી એમ ન કહેતા. “સ્વાનુભૂલ્યા ચકાસત', અસ્તિથી વાત કરી છે, સમજાણું કાંઈ? પોતાની જ “સ્વાનુભૂલ્યા ચકાસત', છે ને? પોતાની જ અનુભવનરૂપ ક્રિયા, છે તો ક્રિયા પર્યાય. શુદ્ધ આનંદને જ્ઞાનની પર્યાયથી તે જણાય છે. શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ આનંદની પર્યાયથી તે જણાય છે. આહાહા ! તે પર્યાય છે, પર્યાય નથી એમ નહીં, ન હોય તો કાર્ય તો પર્યાયમાં થાય છે અને દ્રવ્ય ને ગુણ આ છે, એવો નિર્ણય તો અનિત્ય એવી પર્યાયમાં થાય છે, (પર્યાયનું) અનિત્યપણું છે. આહાહા ! નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, આવું છે.
“સ્વાનુભૂલ્યા ” સ્વ-અનુભૂતિ પોતાની શુદ્ધ સમ્યગ્દર્શન- જ્ઞાન- ચારિત્ર જે પવિત્ર, એવી શુદ્ધ ક્રિયાથી જાણી શકાય એવો છે. (નિજાત્મા) વ્યવહારની ક્રિયાથી જણાય એવી એ વસ્તુ નથી. આહાહા ! છે કે નહીં સામે? “સ્વાનુભૂલ્યા “સ્વ” સ્વ નામ પોતે “સ્વાનુભૂલ્યા ચકાસતે” “પોતાની અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે” અર્થાત્ પોતાને પોતાથી જાણે છે. ભગવાન આત્મા જેને વ્યવહારના રાગની અપેક્ષા નથી એવી જે ચીજ છે એમ કહે છે. પોતાના અનુભવની પર્યાયથી પ્રકાશે છે. આહાહા ! એને રાગથી પ્રકાશે છે એવી નાસ્તિની વાત કરી નથી. અતિથી કહેતાં નાસ્તિ એમાં આવી જાય છે. “ભાવાય”નામ અસ્તિ ‘ચિત્ સ્વભાવાય ”માં અસ્તિ અને “સ્વાનુભૂતિ માં અસ્તિ-એકમાં દ્રવ્યની અસ્તિ, બીજામાં ગુણની અસ્તિ, ત્રીજામાં પર્યાયની અસિ. અતિથી સિદ્ધ કર્યું છે. આસવ, પુણ્ય-પાપ, બંધ અને અજીવ એ આમાં લીધા જ નથી.
ફક્ત ભાવાય દ્રવ્ય લીધું, ચિત્ સ્વભાવ ગુણ લીધો ને અનુભૂતિમાં સંવર-નિર્જરા લીધા, દ્રવ્ય લીધું, ગુણ લીધું અને સ્વાનુભૂત્યામાં સંવર-નિર્જરા શુદ્ધ પર્યાય લીધી, શુદ્ધ પર્યાયથી તે જણાય એવો છે. વ્યવહાર ને નિમિત્તથી તે જણાય એવો નથી. આહાહા ! ત્યાં કથંચિત્ નથી. ઓલામાં ભાવમાં કથંચિત્ હતું, કારણ કે કથંચિત્ અભાવ પણ છે. ગુણમાં પણ કથંચિત્ ભેદ છે, ગુણગુણીનો ભેદ છે. એમ અહીંયા સ્વાનુભૂલ્યા ચકાસતેમાં કથંચિત્ અનુભૂતિથી પ્રકાશે છે અને કથંચિત્ રાગથી પ્રકાશે છે એમ નથી. પોતાથી પ્રકાશે છે ને રાગથી પ્રકાશતો નથી એ વાત આમાં આવી જાય છે. નાસ્તિની વાત અતિ કહેતાં આવી જાય છે. આહાહા ! આવો તો શ્લોક છે પહેલો ! આ તો મંગળિક કરે છે આ તો.
પોતાને પોતાથી જ જાણે છે, પ્રગટ કરે છે. ભગવાન આત્મા, વસ્તુ પણ કથંચિત્ ભાવ અભાવ સ્વરૂપ, ગુણ પણ કથંચિત્ ભેદ અભેદ સ્વરૂપ, પર્યાય અનુભૂતિથી જણાય, બીજાથી ન જણાય એમ એનું સ્વરૂપ છે. આહાહા!
આ વિશેષણથી આત્માને અને જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર' એમ કે જ્ઞાન તો પરોક્ષ છે, પ્રત્યક્ષ થઈ શકતું નથી જૂઠું છે. આહા ! સર્વથા પરોક્ષ છે એમ નથી. કથંચિત્ પરોક્ષ છે, પૂરણ કેવળજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પરોક્ષ છે. પણ શ્રુતજ્ઞાન દ્વારા તે પ્રત્યક્ષ છે, એમ બેય છે. આહાહા ! સમજાણું કાંઈ ? શ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ છે અને શ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ છે ઓલા વેદનની અપેક્ષાએ હોં, આમ શ્રુતથી પરોક્ષ છે, કેવળથી પ્રત્યક્ષ છે. શ્રુતથી અસંખ્ય પ્રદેશી પરોક્ષ છે પણ એનો અનુભવ છે એ પરોક્ષ નથી. આહાહા!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com