________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આટલા બધા પડખા પડે!
“આત્માને ને જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર જૈમિનીય-ભટ્ટ પ્રભાકર ભેટવાળા મિમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો” આહા ! એટલે જ્ઞાનને આત્મા સર્વથા જુદા એટલે પરોક્ષ જ છે એમ માનનારનો નિષેધ કર્યો, પ્રત્યક્ષ છે. કથંચિત્ પ્રત્યક્ષ છે કથંચિત્ પરોક્ષ છે. વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે અને તદ્દન આમ જોવું અસંખ્ય પ્રદેશની અપેક્ષાએ પરોક્ષ છે. કેવળજ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. સમજાણું કાંઈ ? પુસ્તક તો છે સામે?
તેમ જ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય, જોયું? પોતે પોતાને નથી જાણતો- એવું માનનારનો પ્રતિષેધ કર્યો.” જ્ઞાન છે એ બીજા જ્ઞાન દ્વારા જણાય. પોતે પોતાથી ન જણાય. એ જ્ઞાન જે ઉત્પન્ન થાય એ પોતે જાણતું જ ઉત્પન્ન થાય. આહા ! પોતે પોતાને જાણતું જ જ્ઞાન ઉત્પન્ન થાય છે, સ્વતઃ એને બીજા જ્ઞાનથી જાણવાની અપેક્ષા નથી. હવે આ એક શ્લોકમાં આટલા પ્રકાર-કેટલા યાદ રાખવા એને? અસ્તિથી યાદ રાખવું, સત્તા વસ્તુ છે. ગુણ-ગુણીનો વાચક છે, તે ભેદ છે, વાચ્ય પણ ભેદ છે; સ્વાનુભૂલ્યા ચકાસતે એમાં કોઈ રીતે પરથી અનુભવ થઈ શકે એમ નથી. અને તે જ્ઞાન જ્ઞાનથી જ જણાય છે, એ જ્ઞાનને જાણવા માટે બીજા જ્ઞાનની જરૂર પડે એવું નથી. નિરપેક્ષ જ્ઞાન પરની અપેક્ષા રાખ્યા વિના, આહાહા ! અહીં તો એમ કહે છે કે કદાચિત્ શાસ્ત્રનું જ્ઞાન કર્યું હોય, ભગવાનની વાણી સાંભળી હોય તો એ અપેક્ષા રાખીને જ્ઞાનનું પ્રત્યક્ષપણું વેદનનું થાય એવું નથી. આહાહા !
એ જ્ઞાન સીધું પોતાને વેદી શકે છે. આનંદનું વેદન સીધું કરી શકે છે. અને કથંચિત અપેક્ષાએ શ્રુતજ્ઞાનથી પણ પ્રત્યક્ષ કહેવામાં આવે, કેમ કે જેમાં પરની અપેક્ષા નથી માટે પ્રત્યક્ષ, શ્રુતજ્ઞાનથી પણ સર્વથા પરોક્ષ જ છે એમેય નથી. આહાહા ! કથંચિત્ પ્રત્યક્ષ છે કથંચિત્ પરોક્ષ છે કેમ કે જે જ્ઞાન બીજાની અપેક્ષા રાખતું નથી, સમજાણું કાંઈ ? એથી એ પ્રત્યક્ષ છે. પોતાથી જ છે. પણ અસંખ્ય પ્રદેશ આમ પૂરણ પોતે જાણી શકતા નથી. એ અપેક્ષાએ કેવળજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું અને શ્રુતજ્ઞાનને પરોક્ષ કહ્યું પરોક્ષેય કહ્યું અને પ્રત્યક્ષેય કહ્યું. આહાહા! પોતે પોતાથી જાણી શકે માટે પ્રત્યક્ષ, જેને રાગ ને નિમિત્તની અપેક્ષા નથી માટે પ્રત્યક્ષ. અને પૂરણ અસંખ્ય પ્રદેશને આમ સીધું જાણી શકતું નથી, માટે પરોક્ષ. આહાહાહા ! સમજાણું કાંઈ? આવું છે.
જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય, પોતે પોતાને નથી જાણતું. એવું માનનારનો પ્રતિષેધ થયો. આહા! અસ્તિથી વાત કરીએ તો દ્રવ્યની, ગુણની અને પર્યાયની સાધકની સંવરનિર્જરાની, શુદ્ધથી પ્રગટ સમજાય છે, એટલી.
હવે એની પૂરણતાની વ્યાખ્યા કરે છે. આહાહા ! એ પણ અસ્તિથી કરે છે. સર્વભાવાંતરચ્છિદે” સર્વભાવ અંતર પોતાથી અન્ય, અંતર છે ને? સર્વભાવ અંતર પોતાના ભાવથી અનેરા. પોતે ભાવાય છે, વસ્તુ છે, એનાથી અનેરા. સર્વભાવમાં પોતે આવ્યો, અંતર ચ્છિદે એનાથી અનેરા ભાવો, એનો છિદે, એનો જાણનાર છે. સર્વ ભાવાંતર સર્વ ભાવને જાણનાર એમ નહીં, સર્વ ભાવ જે પોતાના એનાથી અનેરા ભાવો, તેને જાણનારો છે. સમજાણું કાંઈ? “સર્વભાવાંતરચ્છિદે' નો અર્થ એવો નથી કે સર્વભાવને કોઈ રીતે જાણી શકે છે. એવો અહીંયાં અર્થ નથી. અહીં તો સર્વભાવ જે પોતાના છે એનાથી સર્વ જે અનેરા ભાવ છે તેને પૂરણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com