________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ભગવાન અંદર શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, એ ચેતના સ્વભાવ ગુણવાળી છે. એ ગુણ છે એમાં. ચિત્ જેનો સ્વભાવ ચેતના, જાણવું- દેખવું ભેગું છે એમાં. ચેતનાગુણરૂપ છે. આહાહા! પોતે સત્તા, દ્રવ્ય તરીકે ભાવાય છે પણ ગુણ તરીકે ચિત્ સ્વભાવ છે. આહાહા ! હવે આવો ઉપદેશ! એમાં એકેન્દ્રિયા બેઈન્દ્રિયામાં હાલતો હોય આ કરો આ કરો એ બધી વાતું બાપુ ક્રિયા(કાંડ) છે. આહાહા ! અને તે પણ વાચકનો વાચ્ય છે તે તેણે લક્ષમાં લેવું એને કહે છે. વાચ્યને લક્ષમાં લેવું. વાચક શબ્દ તો આવે છે એ ભગવાન આત્મા, ભાવાય નામ સત્તા તરીકે, દ્રવ્ય તરીકે, તત્ત્વ તરીકે, વસ્તુ તરીકે ભાવ છે. અને તેનો ગુણ હવે વસ્તુ છે તો તેની શક્તિ જોઈએ ને ? તો “ચિસ્વભાવાય” એનો જ્ઞાનાદિ એમાં જ્ઞાનની પ્રધાનતાથી વાત છે. જ્ઞાન ને દર્શન (ગુણ) એ એનો વિશેષ વિશેષ સ્વભાવ છે. આહાહા ! છે?
જેનો સ્વભાવ ચેતના ગુણરૂપ છે. આ વિશેષણથી ગુણ-ગુણીનો સર્વથા ભેદ માનનાર, જુઓ ગુણી આત્મા અને જ્ઞાન સર્વથા જુદા છે એમ માનનારનો નિષેધ કર્યો. કથંચિત્ નામ ભેદ છે. પણ ભાવ ભેદ કથંચિત્ છે પણ વસ્તુ તરીકે ભેદ નથી. આહાહા! આમ તો ગુણ ગુણીની વચ્ચે પણ અભાવ છે. પણ અભાવ નથી. પ્રવચનસારમાં છે. ગુણી અને ગુણ વચ્ચે અતભાવ છે, પણ અભાવ નથી. કે ગુણી જુદો ને ગુણ જુદો કે ગુણીમાં ગુણ નહીં અને ગુણ ગુણીમાં નહીં, એમ નથી. આવી વાતું લ્યો. વિશેષણથી ગુણગુણીનો સર્વથા ભેદ, (માનનાર) કથંચિત્ ભેદ માનનાર તો બરાબર છે, એમ કહે છે. કેમ કે ગુણી ને ગુણ એવા બે નામ પડ્યા, તો નામ ભેદ છે, ભાવ પણ ભેદ એક ન્યાયે છે, નામ ભેદ થયા, કથન ભેદ થયા, ફળ ભેદ પણ છે. આહાહા ! પણ સર્વથા ભેદ માનનારનો નિષેધ કર્યો, કથંચિત ભેદ છે. વસ્તુ ભગવાન આત્મા સત્તા અને ચેતન ગુણ, કથંચિત્ ભેદ છે ગુણગુણીનો, બે વચ્ચે નિશ્ચયથી ખરેખર અભાવ છે. પણ પ્રદેશ તરીકે પ્રદેશો બેયના એક છે. આહાહા ! દ્રવ્યના પ્રદેશ ને ગુણના પ્રદેશ જુદા છે એમ નથી. લ્યો ઠક! પ્રદેશ ભેદ હોય તો પૃથક થઈ જાય છે અને આ પ્રદેશભેદ નથી છતાં ગુણગુણી ભેદ છે વસ્તુ છે અને એનો ગુણ છે. એવા નામ ભેદે, પ્રયોજન ભેદ, ફળ ભેદે, ભેદ હો પણ કથંચિત્ ભેદ, સર્વથા ભેદ નથી. આહાહા !!
જેટલા ગુણોના પ્રદેશ છે તેટલા જ દ્રવ્યના છે. જેટલા દ્રવ્યના છે તેટલા જ ગુણોના છે. આહાહા ! પર્યાયની જુદી વાત છે અત્યારે, કહો સમજાણું કાંઈ? ગુણ-ગુણીનો સર્વથા ભેદ માનનાર (નો નિષેધ છે), ગુણ-ગુણીનો કથંચિત્ ભેદ માનનાર બરાબર છે. કથંચિત્ ભેદ અને કથંચિત્ ભેદ નહીં, હવે આ કેવી વાત ! કથંચિત્ ભાવ અને કથંચિત્ અભાવ. સર્વથા અભાવેય નહીં ને સર્વથા એકલો ભાવેય નહીં. આહાહા! ભાવ સ્વરૂપ છે છતાં પરની અપેક્ષાએ અભાવ સ્વરૂપ પણ એનો ગુણ છે. પરરૂપે ન થવું એવો અભાવ સ્વભાવ છે. સ્વરૂપે રહેવું એવો ભાવસ્વભાવ છે. આવું છે. હું! આહાહા!
બે બોલ થયા, દ્રવ્ય અને ગુણ જૈન દર્શન- વિશ્વ દર્શનનું મૂળ સ્વરૂપ દ્રવ્ય ગુણ ને પર્યાય એ ત્રણનું અહીંયાં વર્ણન પહેલા શ્લોકમાં અસ્તિથી કહ્યું છે. “ભાવાય” એમાં દ્રવ્ય લીધું ચિત્ સ્વભાવાય ” ગુણ લીધો. હવે પર્યાય બાકી રહી ગઈ.
સ્વાનુભૂલ્યા ચકાસતે” એ પર્યાય છે. આહાહા ! પોતાની સ્વ-અનુભૂતિ પોતાની જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com