________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ નમસ્કાર કરતાં બધું ચેન નામ આનંદને આપે ચેન કરે. ચેન પડે આનંદમય, દેવગુરુશાસ્ત્રને વંદન કરતાં, છે વિકલ્પ પણ અંદર લક્ષ છે ધ્યેય આનંદની પ્રાપ્તિ અને ચેન મળે એ માટે હું નમસ્કાર કરું છું.
આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુંદકુંદ આચાર્યકૃત ગાથાબદ્ધ સમયપ્રાકૃત ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત ટીકા છે, તેની દેશભાષામાં આત્મખ્યાતિની વચનિકા કરશું એમ કહે છે. ટીકા તો બે છે. જયસેન આચાર્યની પણ આમાં આત્મખ્યાતિની ટીકા કરીશું અમૃતચંદ્રાચાર્યની એમ લખીએ છીએ.
દેશભાષામય લખીએ છીએ, સંસ્કૃત ટીકામાંથી પ્રથમ સંસ્કૃત ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્ય ગ્રંથની આદિમાં પહેલા શ્લોક દ્વારા મંગળ અર્થે ઇષ્ટદેવને નમસ્કાર કરે છે. ઇષ્ટદેવને નમસ્કાર કરે છે. ઈષ્ટદેવ પરમાત્મા છે અને ખરેખર ઈષ્ટદેવ પોતે પ્રભુ (નિજાત્મા ) છે. પુષ્ય ને પાપના ભાવ તે અનિષ્ટ છે, પ્રવચનસારમાં છે અને ભગવાન આત્મા તે જ ઇષ્ટ છે. નિશ્ચય તો શુદ્ધ આત્મા તે ઈષ્ટ છે, વ્યવહારે પરમાત્મા ઈષ્ટ છે.
એ આવ્યુંને શુદ્ધાત્મા, સમય નામ જીવ નામનો પદાર્થ-ઈષ્ટદેવને નમસ્કાર કરે છે, ગાથા, ગાથા બોલાઈ ગઈ છે. “નમ સમયસારાય સ્વાનુભૂલ્યા ચકાસત, ચિત્ સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરચ્છિદે.” ઓહો ! ખૂબી જુઓ, અતિથી જ વાત કરી છે પહેલી, નાસ્તિથી વાત જ નહીં. બંધનો નાશ ને અજીવનો નાશ ને એ વાત નહીં. અતિ એક જ વાત. આહાહા!
નમઃ સમયસારાય! સમય નામ જીવ નામનો પદાર્થ, તેમાં જે સાર દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત, નોકર્મ રહિત, શરીર વાણી આદિ નોકર્મ, જડ કર્મ અને ભાવકર્મ પુણ્ય-પાપ એનાથી રહિત શુદ્ધાત્મા તે સમય છે. આહાહા! તેને મારો નમસ્કાર હો, આમાં વાંધા કાઢે છે. કે આમાં તો ઈષ્ટને પરમાત્માને નમસ્કાર કર્યો છે, વ્યવહારને કર્યો છે પણ વ્યવહારને કર્યો છે એમાં નિશ્ચયને કર્યો ઈ ભેગો છે. આહાહા ! એમાંથી આ અર્થ કાઢે છે. તેને મારો નમસ્કાર હો. કેવો છે ભાવાય? એટલે સમયસાર જે ભાવ, સમયસાર જે વસ્તુ. ભાવ એટલે વસ્તુ સમયસાર જે પદાર્થ એટલે કે ભાવ, શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. એ શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે, આહાહા ! સત્તા, ભાવ છે ને એ શુદ્ધ સત્તાસ્વરૂપ છે. ભગવાન પવિત્ર હોવાપણે વસ્તુ છે એ વસ્તુ પવિત્રપણે, હોવાપણે, સત્તાપણે આહાહા! હોવાપણે એ ચીજ છે. પણ પવિત્ર હોવાપણે એ ચીજ છે, સત્તા નામ હોવાપણું અને શુદ્ધ નામ પવિત્રપણે હોવાપણું વસ્તુ છે, આહાહા ! શુદ્ધ હોવાપણાના સ્વરૂપે વસ્તુ છે. આહાહા!
એની સત્તા જ શુદ્ધ છે કહે છે. એનું હોવાપણું જ શુદ્ધ છે, દ્રવ્ય તરીકે હોં. વિશેષ, સમકિત સ્વભાવાય પછી આવશે. પણ અહીં તો “ભાવાય ', વસ્તુ છે, પદાર્થ છે, તત્ત્વ છે, એ શુદ્ધ જ છે. આહાહા ! એ શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. વસ્તુને સિદ્ધ કરવી છે ને? “ભાવાય 'માં તો વસ્તુને સિદ્ધ કરવી છે. “ભાવાય ”માં ગુણને નહીં. ગુણને પછી કહેશે. “ભાવાય ” વસ્તુ, ભગવાન આત્મા શુદ્ધ વસ્તુ સત્તા છે. એકલો જ્ઞાયક આનંદ શાંતિ સ્વરૂપ વસ્તુ, વસ્તુ છે, સત્તા છે,
ભાવાય ” છે, “ભાવાય ” છે, પરથી અભાવ છે એ વાત અહીંયાં નથી લેવી. “ભાવાય” અસ્તિથી લેવી છે. નાસ્તિથી વાત લીધી નથી. “ભાવાય ” એનો અર્થ આવી ગયો કે પરથી અભાવ છે; પણ પોતાથી “ભાવાય છે, વસ્તુ છે, સત્તા છે આહા!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com