________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- ૧૫
શ્લોક-૧ નામ આપો પણ એનામાં છે તે. “સર્વજ્ઞ” છે એ, સર્વજ્ઞ છે એ. એક સમયની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોક જાણે એવું સર્વજ્ઞપણું જગતમાં છે, એવી પ્રતીતિ કરનારને કેવળજ્ઞાન શ્રદ્ધાએ પ્રગટ થાય છે. શું કીધું ઈ? જે સર્વજ્ઞપણું અંદર છે એ કેવળજ્ઞાન છે એવું માન્યતામાં નહોતું, શ્રદ્ધામાં ભરોસે નહોતું, એ સર્વજ્ઞ સ્વરૂપી છું, પૂરણ સ્વરૂપી છું એવી પ્રતીત થઈ અનુભવમાં, તો સમ્યગ્દર્શનમાં કેવળજ્ઞાન છે એમ પ્રગટયું, શ્રદ્ધાએ પ્રગટયું પર્યાયે પ્રગટશે એ કેવળજ્ઞાન થશે ત્યારે, પહેલું સમકિતમાં શ્રદ્ધાએ કેવળજ્ઞાન પ્રગટે છે. આહાહા ! એટલે કે પૂરણ સ્વરૂપ જ આત્મા છે. સર્વજ્ઞ સ્વરૂપી જ છે ઈ એવી પ્રતીત થઈ ત્યારે સર્વજ્ઞ ને કેવળજ્ઞાન નહોતું એમ જે માન્યું હતું એને કેવળજ્ઞાન છે, સર્વજ્ઞ છે એમ પ્રતીતમાં એને કેવળજ્ઞાન મનાણું, પ્રતીત તરીકે કેવળજ્ઞાન થયું, કેવળજ્ઞાન થયું-આહાહાહા!
વીતરાગ” છે. પૂરણ વીતરાગ સ્વરૂપ જ છે–પણ આ તો પર્યાયમાં વીતરાગ છે. આહાહા! જેને એક સમયની દશા અકષાય વીતરાગપણે છે, એવું જેને પ્રતીત થાય એને વીતરાગપણાની દશા શ્રદ્ધાએ પ્રગટી છે કે હું વિતરાગ છું. પણ અહીંયા તો પર્યાયે પ્રગટ થઈ ગઈ છે વીતરાગ દશા. આહાહા! અરૂપી હોવા છતાં, એમાં રૂ૫ વર્ણ ગંધ રસ સ્પર્શનો અભાવ હોવા છતાં, એના ગુણના સ્વભાવમાં અરૂપીપણાના સ્વભાવની કોઈ મર્યાદા નથી, એવો એ વીતરાગ છે. આહાહા ! જેની વીતરાગ શક્તિની પણ મર્યાદા નથી. આ વીતરાગ પર્યાયે છે પર્યાયમાં જેને વીતરાગતા આવી એ અંદર વીતરાગ શક્તિરૂપે અનંત સ્વભાવ છે એમાંથી આવી છે, વીતરાગ પર્યાય આવી છતાં શક્તિમાં તો અનંતી વીતરાગતા, એક શક્તિમાં અનંતી વીતરાગતા પડી છે. આહાહાહાહા! એની જેને પ્રતીતિ અને જ્ઞાન થયું છે. તેને આ વીતરાગ છે એમ પ્રતીતિ, એટલે વીતરાગપણું છે એમ પ્રગટયું શ્રદ્ધામાં. હું જે રાગી હતો, પુણ્યવાળો હતો, અલ્પજ્ઞ અને કષાયવાળો એમ માન્યું 'તું એણે અંદર હું વિતરાગ સ્વરૂપ, અકષાયસ્વરૂપ એમ જેણે અંતર્મુખ થઈને માન્યું, જાણું એ વીતરાગપણાની શ્રદ્ધા પ્રગટ થઈ. હું તો વીતરાગ જ છું. એ દશાએ એને વીતરાગપણાની પર્યાયમાં પ્રગટ થાય છે. આહાહા!
અહંત છે ... કાંઈ એને જાણવું બાકી નથી. અર્વત છે ને? અરિહંત નથી લીધા, અહંત, કંઈ પણ એને જાણવાનું બાકી નથી. જેનો સ્વભાવ જાણવું એને ન જાણવું એ કઈ રીતે હોય? જાણવું એને જાણવું, જાણવું જાણવું, જાણવું જાણવું, જાણવું જાણવું, જાણવું જાણવું, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, જાણવું, જાણવું જ હોય એને, ન જાણવું એ વાત એને હોઈ શકે નહીં. આહાહાહા! આવા જેને કંઈ બાકી નથી જાણવું, રહસ્ય પુરણ ખીલી ગયું છે, એવો આત્મા જગતમાં છે ઇષ્ટદેવ એને આત્મા ઇષ્ટ થયા વિના રહે નહીં. આહાહા ! પૂરણ અર્હત, પૂરણ દશા જેને પ્રાપ્ત છે. એવી જેની હૈયાતી જગતમાં છે, એનો સ્વીકાર જેને મારો સ્વભાવ જ કાંઈ પણ ન જાણે એવો નથી પૂરણ જાણે એવો અહંત સ્વભાવ છે. એવી જેને પ્રતીતિ થઈ છે એ જીવ આવા અહંતને નમસ્કાર કરે છે, આહાહાહા ! બીજી રીતે કહીએ કે નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે.
ઇષ્ટદેવ આ છે એવું પ્રગટ થયું છે, એને આ ઇષ્ટદેવ વંદનિક છે. ભલે એના નામ ન આપે કે ભાઈ ઋષભદેવ કે મહાવીર કે પણ આ ગુણવાચક નામો હજારો આપો તો એને લાગુ પડે છે. “જિન” છે એ. આહાહાહા ! ઘટ ઘટ અંતર જિન વસે, એ શક્તિરૂપે જિન છે. જેને જિનની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com