________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૧ આગમ ગાયા. આગમ એને સમય કહે, કાળનેય સમય કહીએ, મતનેય સમય કહીએ ને સિધ્ધાંતને પણ સમય કહીએ. ભેદ-ત્રય નામ બતાયા. તે મહીં આદિ શુભ, એ બધામાં મૂળ સાર, કોણ? કે શુભ અર્થસમયકથની શુભ પદાર્થ એવો ભગવાન શુધ્ધ આત્મા- શુભ એટલે શુદ્ધ-શુદ્ધ પદાર્થ એવો સમય આત્મા તેની કથની સૂણી એ બહુ. આહાહા ! તેની કથની સૂણીએ બહુ ઘણીવાર કહેશું, પણ આ કહેશું. તે મહીં આદિ મુખ્ય તો શુભ નામ. સારો એવો જે અર્થ એટલે પદાર્થ સમયકથની સિદ્ધાંતની કથની સુણી એ બહુ શુદ્ધ. શુદ્ધાત્મા, પવિત્ર પ્રભુ! એની ઘણી કથની કરશું કહે છે, છે? કથની સુણીએ બહુ. ઘણું કહેશું ને ઘણું સાંભળ- આહાહા!“તે મહીં સાર વિણકર્મમળ” કર્મ રહિત એમાં પણ પદાર્થ જીવ નામના સારમાં નિર્મળ શુદ્ધ જીવ શુદ્ધ નય કહે ”એ જીવને અમે (એટલે ) અર્થ સમયને વારંવાર કહેશું પણ એ અર્થ સમય કેવો? કે તે મહીં સાર વિણ કર્મ મળ કર્મ નામ ભાવ, દ્રવ્ય કર્મથી રહિત એવો જે શુદ્ધ પ્રભુ આત્મા. તેને શુદ્ધનય કહેશું” એને શુદ્ધનય કહીએ, એને શુદ્ધનય કહેશું. આહાહા!
શુદ્ધ જીવ શુદ્ધનય કહે “આ ગ્રંથમાં કથની સહુ,” જોયું? આ ગ્રંથમાં કથની બધી સમયસાર બુધજન ગ્રહે.” જ્ઞાની જનો ડાહ્યા પુરૂષો સમયસારને શુદ્ધને ગ્રહે. શુદ્ધ સમયસાર તેમાંથી નીકાળે (કાઢે). આહાહા ! ગમે તેટલા કથનો આવે ઘણાં, પણ એમાંથી સાર પ્રભુ શુદ્ધ ચૈતન્ય એ નીકાળે છે. એનો આશ્રય કરવો એ નીકાળે છે. આહાહા ! લાખ વાતની વાત, આવે છે ને ? નિશ્ચય ઉર આણો છોડી જગત ફંદ. નિજ આતમ ઉર ધ્યાવો. આહાહા! એ આત્માની મૂળ ચીજ જે છે તેને વારંવાર હે બુધજનો, તેને ગ્રહો.
નામાદિક ષ ગ્રંથમુખ,” હવે, તો એ પોતે વાત કરે છે, શાસ્ત્ર કર્તા નામાદિક છે બોલ છે નામ છે, મંગળિક છે, શાસ્ત્ર કર્તા કોણ છે, સંખ્યા કેટલી છે, પ્રયોજન શું છે, એવા નામ છે છે “નામાદિક ષ ગ્રંથમુખ તેમાં મંગળ સાર.”છમાં પણ મંગળિક સાર છે. આહાહા ! નામ શાસ્ત્ર મંગળિક કર્તા પ્રયોજન વિગેરે. એમાં પણ મંગળ સાર, “વિઘ હરણ,’ વિદ્યુનો નાશ કરનાર છે આ મંગળિક સાર વિદ્યુનો નાશ કરનાર છે. આહાહા ! “નાસ્તિક હરણ” અને નાસ્તિકનો તો નાશ કરનાર છે (અને ) અસ્તિપણાની પ્રતીતિ કરાવનાર છે. આહાહા ! શિષ્ટાચાર” પરંપરા શિષ્ટ જે આચાર છે સંતોનો એ બતાવનાર છે. એવો ઉચ્ચાર કરનાર છે.
સમયસાર જિનરાજ છે,” હવે છેલ્લો શબ્દ હવે આ, આ સમયસાર એ જિનરાજ છે. શુદ્ધ આત્મા એ જિનરાજ છે. “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન આહા! જૈન કોઈ પંથ નથી, જૈન કોઈ વાડો નથી. જૈન, સમયસાર આત્માનું સ્વરૂપ તે જૈન છે. આહાહા !
સમયસાર જિનરાજ છે. જિનરાજ એ સમયસાર આત્મા- શુદ્ધાત્મા એ જિનરાજ છેસ્યાદ્વાદ જિનવેણ આહાહા! ત્રણ મૂકે છે. દેવ શાસ્ત્ર ને ગુરુ ત્રણ પહેલા લીધા હતા ને? એ ત્રણ ફરીને યાદ કરે છે, કે સમયસાર જિનરાજ હૈ દેવ. દેવ, પોતાનો આત્મા સમયસાર એ જિનરાજ છે અથવા જિનરાજ તે દેવ છે “સ્યાદ્વાદ એ જિનવેણ.” અપેક્ષાએ કથન એ વિતરાગની વાણી શારદા છે. પહેલું કહ્યું ” તું ઈ, દેવ, શાસ્ત્ર અને ગુરુ “મુદ્રા જિન નિગ્રંથતા” એ ગુરુની વ્યાખ્યા છે, આહાહા! મુદ્રા જિન નિગ્રંથ દશા, બાહ્યને અત્યંતર નિગ્રંથ દશા એ મુદ્રા, એ ગુરુ “નમું કરે સહુ ચેન” એ ત્રણેને હું દેવને, શાસ્ત્રને અને ગુરુને “નમું કરે સહુ ચેન”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com