________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૧ સર્વથા એકાંતવાદીઓને ભિન્ન નામોમાં વિરોધ છે, સ્યાદ્વાદીને કાંઈ વિરોધ નથી. માટે અર્થ યથાર્થ સમજવો જોઈએ.
પ્રગટે નિજ અનુભવ કરે, સત્તા ચેતનરૂપ; સૌ-શાતા લખીને નમું, સમયસાર સહુ-ભૂપ. -૧.
પ્રવચન નં. ૧ શ્લોક-૧ તા. ૭-૬-૭૮ બુઘવાર જેઠ સુદ-૨ સં. ૨૫૦૪
હિંદી શ્લોક ૧ તથા તેના ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન સમયસાર ઓગણીસમી વાર હાલે છે અઢાર વાર પૂરું થઈ ગયું. થોડું બાકી હતું પહેલું ઓમ શ્રીમદ્ભાગવત કુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર. જીવ-અજીવ અધિકાર શ્રીમદ્ અમૃતચંદ્રસૂરી કૃત આત્મખ્યાતિ.
(અનુષ્ટ્રમ) नम: समयसाराय स्वानुभूत्या चकासते।
चित्स्वभावाय भावाय सर्वंभावान्तरच्छिदे।।१।। મૂળ ગાથાઓનો આત્મખ્યાતિ ટીકાનો ગુજરાતી અનુવાદ, અર્થ કર્તા મંગલિક કરે છે.
શ્રી પરમાતમ પ્રણમીને, શારદ સુગુરુ નમીય;
સમયસાર શાસન કરું દેશવચનમય, ભાઈ ! -૧ દેવ, શાસ્ત્ર ને ગુરુ ત્રણને પહેલા નમસ્કાર કર્યા છે. આવે છે ને ત્રણ નામ દેવશાસ્ત્રગુરુ, દેવગુરુશાસ્ત્ર એમ નહીં દેવશાસ્ત્રગુરુ. પરમાત્મ પ્રણમી. પૂરણ પરમાત્મ સ્વરૂપને નમસ્કાર કરી. શારદ નામ શાસ્ત્ર એને નમસ્કાર કરી. સુગુરુને સદ્ગુરુને નમસ્કાર કરી. ત્રણને નમીને આવ્યુંને? સમયસાર શાસન કરું. સમયસારનું કથન અથવા શિક્ષા અથવા શાસન- શિખામણ ચાલતી ભાષામાં ભાઈ,
શબ્દબ્રહ્મ પરબ્રહ્મનો વાચકવાચ્ય નિયોગ
મંગળરૂપ પ્રસિધ્ધ એ, નમું ધર્મધન-ભોગ. શબ્દબ્રહ્મ જે વાણી ભગવાનની એ પરમ બ્રહ્મને કહેનારી, એ પરમ બ્રહ્મસ્વરૂપ ભગવાન વાચકવાચ્ય નિયોગ, શબ્દ છે એ વાચક છે. જેમ સાકર છે એ વાચક છે એમાં સાકર નથી, સાકર છે એ વાચ્ય છે. એમ શબ્દ છે એ વાચક છે અને આત્મા છે એ વાચ્ય છે. એ આત્મા વાચ્ય છે ત્યાં શબ્દો નથી, અને શબ્દ છે ત્યાં વાચ્ય નથી. પણ વાચકવાથ્યનો નિયોગ, નિયમ સંબંધ છે. નિમિત્તનિમિત્ત સંબંધ. શબ્દબ્રહ્મ પરમબ્રહ્મનો વાચક, શબ્દવાચક ને પરમબ્રહ્મ એ વાચ્ય એનો નિયોગ સંબંધ છે નિમિત્તનિમિત્ત.
મંગળરૂપ પ્રસિધ્ધિ એ. એ મંગળરૂપ છે. ભગવાનની વાણી અને ભગવાન સ્વરૂપ આત્મા, મંગળરૂપ પ્રસિધ્ધિ એ નમું નમસ્કાર કરું છું. ધર્મરૂપી ધનના અનુભવ માટે. મારો ધર્મરૂપી ધર્મ આનંદ, એવો મારો ધર્મ એ મારી લક્ષ્મી આનંદરૂપી ધર્મની લક્ષ્મીના ભોગ માટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com