________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૧૨
પ્રવચન નં. ૨ શ્લોક ૧/૨ તા.૮-૭૮ ગુવાર જેઠ સુદ ૩ સં. ૨૫૦૪
પહેલા કળશનો ભાવાર્થ. કળશ છે એમાં ઇષ્ટદેવને નમસ્કાર કર્યો છે, પણ પોતે પોતાના આત્માને અનુભવ્યો છે, એ ઇષ્ટદેવને નમસ્કાર કરે છે એમ શરૂઆત કરી છે, શું કીધું સમજાણું? પોતાનો આત્મા શુદ્ધ ચૈતન્ય, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત, અંતરથી અનુભવ્યો છે, જાણ્યો છે. એ જીવ, પૂરણ ઇષ્ટદેવને નમસ્કાર કરે છે સર્વભાવાંતરચ્છિદે છે ને? સર્વજ્ઞ પરમાત્મા, કોઈ નામ ન લીધું, ઇષ્ટદેવ (અર્થાત્ ) પૂરણ જેની દશા પ્રગટ થઈ છે, સ્વાનુભૂતિથી જેણે સર્વશપણું પ્રગટ કર્યું છે, જેનો ભાવાય અને ચિસ્વભાવાય દ્રવ્ય અને ગુણ છે, એવા જીવને પૂરણ દશા પ્રાસને ઈષ્ટદેવ ગણીને, પોતાના ઇષ્ટદેવનો અનુભવ કરીને, ઇષ્ટદેવને નમસ્કાર કરે છે
એનો ભાવાર્થ – “અહીં મંગળ અર્થે શુદ્ધાત્માને નમસ્કાર કર્યો ' કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ ઇષ્ટદેવનું નામ લઈને (નમસ્કાર) કેમ ન કર્યો?' કોઈ મહાવીર કે રૂષભદેવ ભગવાન કે કોઈ એમ તેનું સમાધાનઃ- વાસ્તવિક રીતે ઇષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ, “જે દિવ્યશક્તિ જેને પૂરણ પ્રગટી છે, એવા ઇષ્ટદેવનું સામાન્ય રીતે એ વસ્તુનું સ્વરૂપ” સર્વજ્ઞ છે, સર્વકર્મ રહિત છે. ઇષ્ટદેવનું સ્વરૂપ સર્વકર્મ રહિત, પહેલા સહિત હતા, પછી રહિત થયા, એટલે એ રીતે અને સર્વજ્ઞ, વર્તમાન દશા જેને સર્વજ્ઞ પ્રગટ થઈ છે. સર્વજ્ઞ સ્વભાવ તો હતો, વસ્તુ પોતે સર્વજ્ઞ સ્વભાવી જ છે, આત્મા સર્વજ્ઞ સ્વરૂપી, સર્વજ્ઞ સ્વભાવી ત્રિકાળ છે. પણ જેમાંથી જેણે પ્રગટ સર્વજ્ઞ દશા પ્રગટ કરી, તેને અનુભવી આત્માનું, એને નમસ્કાર કરે છે. સમજાણું કાંઈ ?
વીતરાગ, વીતરાગ થયા છે,” વીતરાગ સ્વરૂપે તો હતા. બધા આત્માઓ વીતરાગ સ્વરૂપ જ છે, જિન સ્વરૂપ જ છે. પણ જેને વીતરાગતા પર્યાયમાં પ્રગટ થઈ છે, જેને પર્યાયમાં આત્મદ્રવ્યનો અનુભવ થયો તે, પૂરણ પર્યાય જેને પ્રગટ થઈ વીતરાગતા તેને નમસ્કાર કરે છે. વીતરાગ શુદ્ધ આત્મા જ છે. સર્વકર્મ રહિત વીતરાગ, સર્વજ્ઞ અને “શુદ્ધ આત્મા જ છે. એટલે “શ” અને ચારિત્ર બે લઈ લીધા. સર્વજ્ઞપણું અને વીતરાગ એટલે ચારિત્ર પૂરણપણું, બે વસ્તુ.
તેથી આ અધ્યાત્મ ગ્રંથમાં સમયસાર કહેવાથી ઇષ્ટદેવ આવી ગયા. સમયસારને નમસ્કાર કર્યો એમાં ઇષ્ટદેવ આવી ગયા. “નમઃ સમયસારાય' એમ આવ્યું ને? તો એ સમયસારમાં ઈષ્ટદેવ આવી ગયા. પ્રગટરૂપ પર્યાય જેની છે, એ ઈષ્ટદેવ આવી ગયા. અને જેણે નમૂનો જાણ્યો છે, સર્વજ્ઞની પર્યાયમાં એની પ્રતીતિ થઈ છે, સર્વજ્ઞનો અંશ મતિશ્રુતજ્ઞાન પ્રગટયો છે વીતરાગી અંશ જેને પ્રગટયો છે, એ સર્વજ્ઞ પૂરણ વીતરાગ ઇષ્ટદેવને નમસ્કાર કરે છે. કોઈનું નામ લઈને નહીં ગુણ વાચક.
આ અધ્યાત્મ ગ્રંથમાં સમયસાર કહેવાથી ઇષ્ટદેવ આવી ગયા. તથા એક જ નામ લેવામાં અન્યમતવાદીઓ મત પક્ષનો વિવાદ કરે છે, તે સર્વનું નિરાકરણ થઈ ગયું.” એક જ નામ હોય એવું કાંઈ નથી એના જેટલા વિશેષણો છે. હજારો લાખો અનંતો. એક નિર્મળ વીતરાગ સર્વજ્ઞ દશાને, અનંતગુણના નામે ઓળખાવી શકાય છે. આહાહા ! “એક જ નામનો વિવાદ કરે તે સર્વનું નિરાકરણ સમયસારના વિશેષણો વર્ણવીને કર્યું.” સમયસારનું વિશેષણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com