________________
-
-
- -
UR
કર્મવેગનું કથન.
( ૫ )
વિવેચન–આત્મજ્ઞાનપ્રદ શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજને ગ્રન્થારંભમાં નમસ્કાર કરવામાં આવે છે. અનેક શાસ્ત્રોમાં શ્રી ગુરુને અપરંપાર મહિમા વર્ણવામાં આવ્યો છે. समकितदायक गुरुतणो, पच्चुवयार न थाय; भव कोडाकोडी करें, करतां कोटि उपाय ઈત્યાદિથી સ્પષ્ટ અવબોધાય છે કે સદ્ગુરુ ભગવાનના અપર પાર ઉપકારથી શિષ્ય-શ્રી સદગુરુના ચાર નિક્ષેપાને મંગલરૂ૫ માનીને તેમની મન વચન અને કાયાથી સદા ભક્તિ કરે અને તેથી આત્મોન્નતિના શિખરે સ્વાત્માને સ્થાપે એમાં કિચિત્ અપિ આશ્ચર્ય નથી. શ્રી સદગુરુની કૃપા વિના પરમાત્મપદની પ્રાપ્તિ કરવી તે આકાશકુસુમવત્ છે. શ્રી સદ્ગુરુ ભગવાન સ્વશિષ્યને આત્મજ્ઞાન સમપીને તેને ઉદ્ધાર કરે છે. શ્રી સદ્ગુરુ મહારાજની તેત્રીશ આશાતના ટાળવાપૂર્વક અને વિનયબહુમાનપૂર્વક શ્રી સદ્ગુરુની સેવા કરતા શ્રી સદગુરુની શિષ્ય પર કૃપા થાય છે અને તેથી શિષ્ય આગમકથિત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને શકિતમાન થાય છે. સદ્ગુરુ શ્રી સુખસાગરજી મહારાજની વિશેષણગર્ભિત ગુરુદ્વારા સ્તુતિ કરવામા આવે છે. બાહ્ય અને આન્તરજ્ઞાનદર્શનચારિત્રતપવીયદિ શ્રી અર્થાત લકમીવડે શ્રી સદ્ગુરુ મહારાજ શોભે છે વિનય, વિવેક, શ્રદ્ધા, સેવા, ભક્તિ ઈત્યાદિ ગુણરૂપ શ્રી લક્ષમી)વડે શ્રી સશુરુ સુખસાગરજી મહારાજ શેભે છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજ આત્મજ્ઞાનના દાતાર છે. વિશ્વમા ધર્મના ચાર પ્રકાર છે. દાન, શીલ, તપ અને ભાવના, તેમાં દાન ધર્મની સિદ્ધિ થતાં શીલ ધર્મ પ્રાપ્ત કરવાને અધિકારિત્વ પ્રાપ્ત થાય છે. શીલ ધર્મની સિદ્ધિ થતા તપગુણ પ્રાપ્ત કરવાને યોગ્યતા પ્રકટે છે. તપગુણની સિદ્ધિ થતા ભાવનું અધિકારત્વ પ્રાપ્ત થાય છે. દાનના ઉપાધિભેદે અનેક ભેદ પડે છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન એ પચદાનમા અભયદાનની શ્રેષ્ઠતા અવબોધવી. દ્રવ્ય અને ભાવથી અભયદાનના બે ભેદ પડે છે. જીના બાહ્યપ્રાણની રક્ષા કરવી છે તે અમયાન અને જીના નાનાદિગુણોનો આવિર્ભાવાર્થે બોધાદિ દ્વારા પ્રયત્ન કરે તે માવામચાર અવબોધવું. રથમવાર કરતા અનન્તગુણ ઉત્તમ ભાવ અભયદાન છે. કેઈપણ જીવને સમ્યકત્વપૂર્વક આત્મજ્ઞાનનું દાન કરવું તે મારગમયાન અવબોધવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી દિવ્ય અભયદાન અને ભાવઅભયદાનના ભેદ અવબોધવા. ગૃહસ્થ મનુષ્ય દ્રવ્ય અભયદાન દેવાને મુખ્યતાએ શક્તિમાન થઈ શકે છે આત્મજ્ઞાની સદ્ગુરુ મુનિરાજ મુખ્યતયા ભાવઅભયદાન દેવાને શક્તિમાન થઈ શકે છે સમ્યકાવાદિ ભાવઅભયદાનવ વિશ્વવત સર્વ જીને અભય દેવા શક્તિમાન થવાય છે. જેણે સમ્યકત્વાદિ ભાવઅભયદાનને દીધું તેણે ચતુર્દશરજવાત્મક લેકસ્થ સર્વ જીવોની દયા કરી એમ અવધવુ. સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા, જીર્ણોદ્ધાર, જ્ઞાન અને ચૈત્ય એ સસ ક્ષેત્રમાં સર્વસ્વાર્પણ કરવું તે સુપાત્રદાન અવબોધવુ. વિશ્વવર્તિ પ્રાણીઓની દયા કરીને તેઓનાં દુખ હરવાને અન્ન વસ્ત્ર પાત્રાદિકનું