________________
(૫૮૪ )
શ્રી કચગ ગ્રંથ-સચિન.
ક્રિયાઓને અસત્ય, માને છે. સર્વ ધર્મના સાધુઓમા, સંન્યાસીઓમાં ધર્માચાર્યોમાં, ગરમાં, રોગીઓમાં, વેષાદિદે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ હોય છે જ અને તેથી વિશ્વતિ મનુષ્યમાં એક સરખે વિચાર અને એક સરખે આચાર પ્રવર્તતે નથી. વિવતિ મનુષ્યમાં ભિન્ન ભિન્ન આચારેનું વૈવિધ્ય કદિ કર્યું નથી, ટાળવાનુ નથી અને ટળશે નહિ. એક પર્સમા એક ગરછમાં પણ આચારવિચારના ભેદ તે પ્રકંટવાના. ધર્મવ્યવહારમાં અને લૌકિક વ્યવહારની ક્રિયાઓના ભેદોમાં પરસ્પર વિરુદ્ધતા અવલેકવાના કરતા પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓમાં કઈ કઈ દ્રષ્ટિથી કયા ક્યા ક્ષેત્રકાલાનુસાર સત્યતા આદેયતા રહેલી છે તેને વિચાર કરવાની પ્રથમ જરૂર છે. ક્રિયાઓની વિવિધ તામાં વિવિધ સત્યતા અને ઉપયોગિતા અવલેકવાથી પરસ્પરમાં એકેક દષ્ટિબિંદુથી કપાયેલી અસત્યતાનો સહેજે નાશ થઈ શકે તેમ છે. અનેક ધાર્મિક ક્રિયાઓની વિભિન્નતા દેખાય છે તેમા અલ્પજ્ઞાન કારણભૂત છે. ધાર્મિક વ્યાવહારિકકિયાઓના ભેદે જે જે અવલકાય છે તેના કારણભૂત અનેક વિચારે છે. દેશકાલાનુસારે જે જે મનુષ્યના હૃદયમાંથી જે જે ક્રિયાઓના વિચાર પ્રગટે છે તેમાં સાપેક્ષણિએ સત્યતા રહેલી હોય છે પરંતુ તે સર્વ કિયાએ એક મનુષ્ય માટે નથી. અનેક જ્ઞાનદષ્ટિથી ક્રિયાઓ કેવી રીતે ઉદ્ભવી? તેને અનુભવ કરે. જોઈએ. પરસ્પર વિરુદ્ધ ભિન્ન ક્રિયાઓમાં-પ્રવૃત્તિમાં શું સત્ય સમાયેલું છે? તેને વિચાર કરવો જોઈએ. સંપૂર્ણ આત્મજ્ઞાની ક્રિયાઓના ભેદેામાં મુંઝાતો નથી; અજ્ઞાની ક્રિયાઓને, એકાન્ત સાધન તરીકે સ્વીકારીને જ્ઞાનની ઉપેક્ષા કરી ભિન્ન ક્રિયાઓ કરનારા પર દ્વેષ ધારણ કરી મુક્ત થવાને ઈરછે છે, પરંતુ સાધનશૂન્ય થઈ ક્રિયાઓમા મુંઝાઈ મુક્ત થતા નથી. આત્મજ્ઞાન, પરમાત્મજ્ઞાન, નયજ્ઞાન, કર્મજ્ઞાન, સાધનજ્ઞાન, અને સાયાદિજ્ઞાન વિના ક્રિયામાં મેહ ઉત્પન્ન થાય છે. એક વૃક્ષના સર્વ ધો-પો વગેરેને જેમ બીજમાં સમાવેશ થાય છે તેમ અનેક ક્રિયાઓના જ્ઞાનને આત્મામાં સમાવેશ થાય છે. આત્માના જ્ઞાનમાંથી પ્રકટેલ અનેક ક્રિયાઓને આત્મજ્ઞાન થયા વિના ભેદભાવ નષ્ટ થતું નથી. વિશ્વમાં જેટલા ધમમત ભેદે--ક્રિયામત ઉઠયા છે તે સર્વનું મૂળ બીજ આત્મામાં છે અને તે સર્વને આત્મજ્ઞાનથી ભેદ ટળે છે. અનેક સંપ્રદાય--મત-ગચ્છ ભેદમાં મુંઝાવાથી સ્વની તથા વિશ્વ મનુષ્યની હાનિ કરી શકાય છે. પરંતુ વિવિધ યિાઓને નિર્મોહપણે સાધ્યમાં સાધન પણે વિશ્વ મનુષ્ય સેવે તેમાં કેઈની અવનતિ થતી નથી. ક્રિયાઓમાં નિર્મોહતા રહે છે તે તે પરસ્પર વિરુદ્ધ દેખાતી ક્રિયાઓથી સ્વપરને કંઈપણું હાનિ થતી નથી. સર્વ દર્શનેની આત્માદિ વિષયેની માન્યતાઓને અનેક નાની સાપેક્ષતાએ જેમ જૈનદર્શનમાં સમાવેશ થાય છે તેમ સર્વ દર્શનની પરસ્પર વિરુદ્ધ ધાર્મિક ક્રિયાએને અનેક નાની સાપેક્ષતાએ જૈન દર્શનમાં સમાવેશ થાય છે-એવું આત્મજ્ઞાની ગુરુ