________________
ધાર્મિક ક્રિયા-ભેદમા મુઝાવું નહિ.
(૫૯૧). રહે છે. પ્રત્યેક ગુણસ્થાનકવત મનુષ્યોમાં પણ બાહ્યમા કિયાદ પડવાના અને તે દેખાવાના પરંતુ તેમા મુંઝાવાનું કંઈ પણ પ્રયજન નથી. બાહ્ય દૃષ્ટિથી કરાતી બાહાની ક્રિયાઓમાં ચાગના અસંખ્ય ભેદે અસંખ્ય નિમિત્ત ભેદ પડે છે, પરંતુ અધ્યાત્મદષ્ટિથી એક સાયતાને ઉપયોગ વા ઉદ્દેશ છે તે પશ્ચાત તેઓમાં કંઈ પણ કલેશનું પ્રજન નથી. જે ધર્મ વિશ્વવ્યાપક હોય છે તેમાં અસંખ્ય ગે અસંખ્ય ક્રિયા ભેદે પડે છે, પરંતુ તેઓની મુક્તપ સાધ્યતા તો એક સરખી હોય છે, તેથી મતિ ત્યા યુતિને ખેંચી ગચ્છના ભેદે આગના આધારે જ સ્વસ્વમતની સત્ય ક્રિયાઓને કથનારા અને અન્ય મતની અસત્ય યિાઓને કથનારા ઉપદેશકેના ઉપદેશથી મુંઝાઈને સંકીર્ણ હદયના કદાપિ ન બનવું જોઈએ. અસંખ્ય મુક્તિના યોગો છે તેથી ધર્મક્રિયાના અસંખ્ય ભેદ પડે છે; તેમા ક્રિયાઓના ભેદે જે ગૃહસ્થ અને ત્યાગીઓ પરસ્પરને શત્રુષ્ટિથી દેખે છે તેઓ સર્વ પ્રકારના ગ્રન્થના જ્ઞાતાઓ હોય, પરંતુ તેઓ ક્રિયામાહી અજ્ઞાની રાગદ્વેષાત્મક મનના દાસે છે એમ અવધવું. જેઓ પૂર્વાચાર્યોના ઓઠા તળે સ્વમત ક્રિયાઓમાં જ સત્ય બતાવી અન્યની ધર્મક્રિયાઓનો સર્વથા નિષેધ કરે છે એટલું જ નહિ પરંતુ અન્ય ધર્મક્રિયાઓ કરનારાઓને સમૂહ નાશ કરવા ઈચ્છે છે અને તેવી પ્રવૃત્તિ કરે છે તેઓ પિતાને મુકિતના દલાલો માનતા હોય પરંતુ તેવા અજ્ઞાનીઓ દયાને પાત્ર છે. તેઓનાથી આત્મોન્નતિ અને વિશ્વોન્નતિમા ભાગ આપી શકાતો નથી. જે ધર્મક્રિયાઓથી કપાયેનો નાશ થાય અને હદયમાં આત્મજ્ઞાન પ્રકટે તે ધર્મક્રિયાઓમા બાહ્યથી ગમે તેવા ભેદે હોય પરંતુ તેમા ધર્મરસ વહેવાથી સત્યતા રહેલી છે એમ અવબોધી, સ્વયેગ્ય ધર્મક્રિયાઓ કરવી પરંતુ અન્યની ધાર્મિક ક્રિયાઓ પ્રતિ કટાક્ષ કરે નહિ. સર્વ મનુષ્ય મેક્ષની પ્રાપ્તિ થાય એવી ધર્મકિયાઓને ઈચ્છે છે તે પછી જે જે ક્રિયાઓથી મનની સ્થિરતા થાય, દેવ ગુરુ ધર્મની આરાધના થાય તો શામાટે બાહ્ય ભેદે તેમા લડવું જોઈએ? જ્યા સુધી અહંતા મમતા છે ન્યા સુધી સ્વધર્મક્રિયા સાચી અને એક જ ધર્મવાળા અન્ય ધર્મક્રિયા કરે છે તે અસત્ય છે એમ માનીને ધર્મશાસ્ત્રોને સ્વપક્ષના શસ્ત્રો બનાવીને પરસ્પર યુદ્ધ કરીને સ્વને, સમાજને, સંઘને. ધર્મને, શાસનનો અને સર્વ પ્રકારની ઉન્નતિનો નાશ કરનારા, બહિગત્માઓની એવી દશા થાય છે તેથી તેઓ સંઘના સમાજના અને કેમના નેતા બને છે તો તેને ધમકલ કરવામાં સંપૂર્ણ આત્મવીર્યને દુરુપયોગ કરવા બાકી રાખતા નથી. જે જે ધર્મશાસ્ત્રો જે જે ધર્મક્રિયાઓ કથી છે તેમાની ધર્મક્રિયાઓ કરીને હૃદયશુદ્ધિપૂર્વક આત્માને પ્રભુને અને ગુણેનો આવિર્ભાવ કરવાનું છે તે કાર્યમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પાબી અવબોધીને મધ્યસ્થભાવે પ્રવર્તવું જોઈએ પરંતુ ધર્મક્ષિાભેદે ધર્મલા કરીને ન મનુષ્યોમા અશાંતિ ફેલાવવાનું કંઈ પણ કારણ ન આપવું જોઈએ સર્વર પરાભની એવી આશા છે કે ધર્મક્ષિા ભેદમાં મુંઝાવું નહીં અને જે જે કિયાથી અહિ