________________
( ૬૩૪)
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
તેઓને અંત આવે. આ વિશ્વમાં સર્વ જી પરસ્પર એક બીજાને સ્વાત્મામાં સ્વાત્મવત્ દેખે અને તેઓના આત્માની સાથે મળે એવું શુદ્ધ ધર્મ સામ્રાજ્ય સર્વત્ર સ્થપાવાની સાથે સર્વ જીવેને પ્રભુમય જીવનની પ્રાપ્તિ થાય છે. આત્મામાં સત્યજ્ઞાન સત્યદર્શન આનંદ વગેરે ધમેં કહ્યા છે તેઓની સર્વજી વૃદ્ધિ કરે એટલે તેઓ સ્વયં પ્રભુમય જીવનવંત બને છે. અને તેથી એક બીજાને સ્વાર્થ વડે નાશ કરવાને પ્રસંગ આવત નથી તથા અનેક પ્રકારની માનસિક ચિંતાઓ ઢળવાથી સત્ય શાન્તિની પ્રાપ્તિ થાય છે. બૌદ્ધ, સાખ્ય, મીમાંસક, નૈયાયિકદર્શન, વેદાન્ત, ધર્મ, હિન્દુધર્મ, મુસલમીન ધર્મ, પ્રીસ્તિ ધર્મ, વલ્લભાચાર્ય પુષ્ટિમાર્ગ, રામાનુજપથ, કબીરપંથ, થીઓસોફી, બ્રહ્મસમાજ, પ્રાર્થના સમાજ, શીઆધર્મ, વગેરે અનેક ધર્મોનું મૂળ આત્માની અનેક દહિયે છે અને તે સર્વેધ આત્મા અર્થાત્ બ્રહ્મમાં સમાય છે એમ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે સર્વ મનુષ્ય વિચારે છે કે આત્મા તે શરીરમા, હદયમા અને તલમાં તેલની પેઠે વ્યાપી રહ્યો છે, ત્યારે સર્વ સત્ય પણ આત્મામા વ્યાપી રહ્યા છે. એ નિશ્ચય થતાંની સાથે આત્માના શુદ્ધ ધર્મને અનુભવ કરવા માટે ખરી લગની લાગે છે અને તેથી તેઓ આત્માને શુદ્ધ ધર્મને અત્યંત રસિયા બને છે. તેથી તેઓને શુદ્ધધર્મોને અનુભવ આવે છે. આ પ્રમાણે વિશ્વવર્તિમનુષ્યને શુદ્ધધર્મને અનુભવ આવતા સર્વધર્મોની દૃષ્ટિની પરસ્પરની વિરુદ્ધતાને અ ત આવે છે, તથા સર્વધર્મો પિતાના આત્મામા સમાયલા જણાય છે. અનંતધર્મો એવા છે કે જે અનુભવમા ભાસે છે પરંતુ વાણીથી કથી શકાતા નથી, તેનો પણ અનુભવ આવે છે. વિશ્વમાં ભિન્ન ભિન્ન ધર્મના આચાર અને વિચારે કઈ કઈ દૃષ્ટિથી પ્રગટે છે અને તેઓની આવશ્યક્તા કયાં સુધી છે તેને પણ અનુભવ આવે છે. આ પ્રમાણે અનુભવ પ્રગટવાથી આત્મામાં સર્વ દેખાય છે, તેથી પરમ સતેષ પરમાનન્દ પ્રગટે છે; તત પશ્ચાત એમ અનુભવાય છે કે સર્વ દેહામાં દેવે છે, પરંતુ શુદ્ધધર્મના જ્ઞાન વિના તેઓ પોતાને દીન, ગરીબ ગણીને વિકલ્પ સંકલ્પ કરી દુઃખી થાય છે. સર્વ દેહ વસ્તુતઃ ઓપચારિક દષ્ટિએ આત્માઓરૂપ દેવોનાં દેવળે છે અને તેમાં આત્માએ બહિરાત્મભાવની અને અનંતરાત્મ ભાવની અનંતપ્રકારની કડા કરી રહ્યા છે. સર્વ દેહમા સર્વ આત્માઓ સ્વયં અનંત કૃષ્ણ-અનન્ત રાખે છે તેઓ મનની વૃત્તિરૂપ ગેપીઓની સાથે અને સમતારૂપે સીતાની સાથે આત્મારૂપ રામકીડા કરી રહ્યા છે એમ અનુભવ આવે છે. તેથી કે આત્માના દેહરૂ૫ દેવળને નાશ કરવાની પ્રવૃત્તિ થતી નથી આ પ્રમાણે વિશ્વવર્તિ સર્વમનુષ્યને જે ભાન થાય તે વિશ્વની અનેક સમાજોમા પ્રભુજીવનની ઝાંખી થાય અને આત્મા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરવા અનેક ધર્મકમેને સેવી પરમાત્મપદ પ્રાપ્ત કરે એમ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના ઉપદેશ સાર અવાધાય છે. સર્વ જેમાં સ્વાત્માને શુદ્ધ ધર્મ દેખવાને અનુભવ કરે