Book Title: Karmayoga
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 812
________________ - - -- - - - - - - - - -- - - - - - - - ( ૭૧૨ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. થાય છે. સમતાવંત મહાત્માઓને કંઈ પણ કર્તવ્ય બાકી રહેતું નથી. તેઓ પરમહંસ, પરમનિર્ગથ આદિ અનેકગુણાભિધેયના મોવડે વ્યવહરાય છે. ત્યાગી ગુરુઓમાં સમતાની જરૂર છે. સમતાગની પ્રાપ્તિ વિના પરિપૂર્ણ ન્યાયણિની પ્રાપ્તિ થઈ શકતી નથી. આત્માની શુદ્ધતાથી સમતાની પ્રાપ્તિ થાય છે સમતાવત ગીઓ વિશ્વમાં અઘરામાં અઘરી બાબતને પણ ન્યાય આપવા સમર્થ બને છે. સમતાવતગીઓ આ વિશ્વમાં સત્ય-શનિના વાતાવરણે ફેલાવવાને શક્તિમાન થાય છે તેથી તેમના તુલ્ય પરોપકાર કરવાને કઈ સમર્થ થતું નથી સમતાવત ગીઓ જેવાં સમતાનાં આલિનેને વિશ્વમાં પ્રચાર કરવા શક્તિમાન થાય છે તેવા અન્યો, આલાને પ્રસાર કરવા શક્તિમાન્ થતા નથી. સમતા વિના સાધુપણું પ્રાપ્ત થતું નથી. સમતા વિનાની સર્વ ધર્મક્રિયાઓથી વાસ્તવિક ફળની પ્રાપ્તિ થતી નથી એમ અનુભવ કરતા અવાધાય છે. સમતાભાવથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. સતાવંત સતેની સદા આરાધના કરવી જોઈએ. સમતાવંત સતે એ ખરેખરા વિશ્વના દે છે. સામ્યમા મુકિતસુખ છે. જેણે સમતાને અનુભવ કર્યો તેણે અવશ્ય મુક્તિસુખને અનુભવ કર્યો એમ માનવું. સમતામા મુકિતસુખનો અનુભવ થાય છે મુક્તિનું સુખ કેવું હશે ? એમ પૂછનારે સમતાને અનુભવ કરે એટલે તે મુક્તિસુખને અનુભવ કરી શકશે. સામ્પતકાળે અમારાવડે મુક્તિસુખનો નરદેહમાં રહ્યા છતા અનુભવ કરાય છે. જેણે અત્ર નરદેહમાં વસતા છતાં મુક્તિસુખને અનુભવ કર્યો નથી તે દેહોત્સર્ગ પશ્ચાત્ મુક્તિસુખ પ્રાપ્ત કરી શક્તો નથી. અતએ સામ્યની પ્રાપ્તિ માટે આ કાલમાં જે જે ચિતર્તવ્ય ધર્મકર્મો કરવાનાં હોય તે કમેને તેણે કરવા જોઈએ. સમતાવંત મહાત્મા મુનિવરની પાસમાં વસનારને મુક્તિસુખને અનુભવ કરવાની દિશા સુઝી આવે છે. સમતાવત મહાત્માઓના વચનનું પાન કરવાથી રાગદ્વેષને વિષમભાવ ટળે છે. સમતાવંત મનુષ્યના સહવાસથી અલૌકિકસુખની પ્રાપ્તિ થાય છે સમતાવતસન્તને એકક્ષણમાત્રનો સમાગમ કરવાથી કેટિભવેના પાપ ટળે છે. સમતાવંત સન્ત ચિતામણિરત્નસમાન અને પાર્શ્વમણિ કરતા પણ અત્યંત સુખપ્રદ હોય છે. સમતાવંત સોની ચરણપૂલમાં આલટવાથી પણ સમતાગુણની પ્રાપ્તિ થાય છે. સમતાના પ્રતિપાલક અનેક શાસ્ત્રોનું અધ્યયન કરતા સમતાવંત સોની સેવા કરવાથી અનંતગુણઅધિકલાભની તુર્ત પ્રાપ્તિ થાય છે. સમતાવંત સોના સમાગમ વિના મુક્તિસુખનો અનુભવ થતું નથી દીવાથી દવે પ્રગટે છે તદ્ધત્ સમતાવંત ગીની કૃપાથી સમતાની પ્રાપ્તિ થાય છે સમતાવંત ચોગસૉની સેવા વિના સમતાને સાક્ષાત્ પ્રારભાવ થત નથીમાટે ભવ્યમનુષ્યએ સમતાવ તસોની શુદ્ધપ્રેમ ભક્તિથી સેવા કરવી જોઈએ. ગમે તે જટાધારી કઈ બાવો હેય, વેદાન્તદર્શનમાન્યતાધારક મુંડી હોય, બૌદ્ધધમી સાધુ હોય, ખ્રિસ્તી ધર્મને સાધુ હેય. કેઈ શિખાધારી મહાત્મા બ્રાહ્મણ હોય, ત્યાગીને વેષ

Loading...

Page Navigation
1 ... 810 811 812 813 814 815 816 817 818 819 820 821