________________
-
-
-
-
-
-
-
-
-
...
..
..
.
- -
-
-
-
gk
( ૭૧૦).
શ્રી કર્મયોગ 2થ-સવિવેચન પૂજનીય છે. સામ્યભાવમાં અવશ્ય મુક્તિસુખ રહ્યું છે. વર્તમાનમાં સામ્યપણાથી મુક્તિસુખને અમારા વડે અનુભવ કરાય છે. અતએ સમતાભાવની સિદ્ધિ માટે ચિતકર્મ કરવાગ્ય છે. ચાહે તે જટાધારી હોય, મુંડી હેય, શિખાધારી હોય, ત્યાગી હોય, એગી હોય અને કોઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ તે સમતાભાવના ઉપાયને અવલંબીને કર્મબંધનથી મૂકાય છે. ઉપર્યુક્ત કર્મચાગને જે શ્રદ્ધાભકિત અવલંબીને કરે છે તે સર્વજ્ઞની આજ્ઞાનુસારે અવશ્ય મુક્તિસુખને પામે છે. સર્વકર્મવિમુક્તિ માટે શાશ્વતાનંદપ્રાપ્તિ માટે પૂર્ણ શ્રદ્ધાવડે ધર્મરોગ્ય કમેને તે આત્મન્ ! સેવ એ જ તને કર્તવ્યશિક્ષા છે.
વિવેચન–જીવન્મુકતમહાગની સામ્યભાવની ચરમમાં ચરમ દશા સંબંધી ઉપર્યુકત કલાવાર્થ અવળેછે, માટે સામ્યભાવની પૂર્ણદશા પ્રાપ્ત થયા વિના ઈતસ્તતે ભ્રષ્ટ થવાની મૂર્ખતા કરવી નહીં. યોગની પરિપકવદશાએ કર્મોમાં અને અકર્મોમાં સમતા આવી છે એવા કર્મચગીની સમતાપ્રતાપે મુક્તિ છે એમાં સંશય નથી. જ્ઞાનયોગની પરિપકવદશા થતા સર્વકર્તયકમ અને અકર્મોમા શુભાશુભપરિણામ રહેતા નથી તેથી સમતાભાવ પ્રકટે છે. સમતાયેગી ખરેખર સર્વગીઓમાં મહાન છે. અન્તમુહર્તમાં સમતાયેગી કેવલજ્ઞાન પામી મુકિતપદને પ્રાપ્ત કરે છે. સમતાવંત મનુષ્યની અવશ્ય મુક્તિ થાય છે. સમતા સમાન કેઈ યેગ નથી. અએવ સમતાવત ચગીની કેઈ તુલના કરવાને શક્તિમાન્ નથી. શરીરમાં વાણુ તથા શુભાશુભ અન્ય સર્વપદાર્થો પર જેના હૃદયમાં સમતા પ્રકટી છે તેને કર્તવ્યપ્રવૃત્તિનું કંઈ પ્રજન રહેતું નથી; તથાપિ તે સમતારોગી જે કંઇ પ્રવૃત્તિ કરે છે તે કંઈ શુભાશુભ ભાવથી કરતો નથી, પરંતુ પ્રારબ્ધ કર્મો કે જે ભગવ્યાવિના કદાપિ છૂટતા નથી તેના વેગે કરે છે. શુભાશુભ કર્મ ભેગવવામાં જે નિરાસત બન્યું છે એ કર્મચગી સમતાયેગી બનવાને અધિકારી બની શકે છે. શુભાશુભકર્મોમા સમતાભાવ પ્રકટતાંની સાથે બન્નેનું ભકતૃત્વ, રહેતું નથી તેમજ તેમાં કર્તવાધ્યાસ પણ રહેતું નથી અનેક જન્મના સંસ્કારથી આવી સમતાગીની પદવી પ્રાપ્ત થાય છે. સમતાયેગી શાતામાં અને અશાતા વેદનીયમા “સમભાવી બનીને આત્માના અનન્ત આનંદને પ્રાપ્ત કરે છે અને તેની ઘેનમા ઘેરાયલે રહીને તે પ્રારબ્ધ કર્મપ્રેરિત બની ક્રિયાઓને કરે છે. ધર્મક્રિયાનું ફલ સામ્યભાવ છે એમ શાસ્ત્રોમાં પ્રતિષ્ઠિત છે. કર્મવેગને સેવતા સેવતા જ્ઞાનગની પરિપકવતા થતા છેવટે સમતાગની પરિપૂર્ણ પ્રાપ્તિ થાય છે. કર્મચાગમાં કુશલ મહાત્મા છેવટે ગની પરિપકવદશાએ સામ્યોગને પ્રાપ્ત કરે છે. સામ્યગની પરિપૂર્ણતા થયા પશ્ચાત્ કર્મવેગ સેવવાનું પ્રયોજન રહેતું નથી. રાગદ્વેષાદિ કષાયોને સર્વથા ક્ષય થતાં છેવટે સામ્યયોગની પ્રાપ્તિ થાય છે. સામ્ય
ગની પ્રાપ્તિ થતા તે કર્મવેગના સર્વઅધિકારથી મુક્ત થઈ સ્વતંત્ર શુદ્ધબુદ્ધ બને છે. ગજસકમાલે અને મેતાર્યમુનિએ સમતા સેવીને મુક્તિપદ પ્રાપ્ત કર્યું. સમરાદિત્યે સમતાગે