________________
-
--
-
-
-
----
-
-
-
--
-
-
-
--
( ૬૮૨ )
શ્રી કમથાગ ગ્રંથ-સવિવેચન,
નાશાથે શ્રી સદ્દગુરુની સેવા કર. દેના વૃન્દોને નાશ કરવા માટે શ્રી સદ્દગુરુની ઉપાસનારૂપ ધર્મકર્મની જરૂર છે. શ્રી સદગુરુના આલંબન સમાન અન્ય કેઇ આલંબન નથી. આત્મજ્ઞાની ગુરુની સેવાથી રજોગુણ તમેણુણ વૃત્તિના અનેક દેશે ટળે છે. આત્મજ્ઞાની ગુરુની સેવાવિના સર્વત્ર કપિવત્ પરિભ્રમતું મન સ્થિર થઈ શાન્ત થતું નથી. આત્મજ્ઞાની મહાગુરુની સેવાથી દેને અને ગુણોને વિવેક થાય છે અને સંસારમાં પ્રભુને સાક્ષાત્કાર થાય એવી અનુભવિકપ્રવૃત્તિને સેવી શકાય છે. દરરોજ દેના નાશાથે શ્રી સશુને સેવ ! ! શ્રેષથી અન્યધર્મિની નિન્દા કરવી નહિ પણ કદાગ્રહને ત્યાગ કરીને સર્વવ્યાસ સત્યને ગ્રહણ કરવું જોઈએ. સ્વધર્મ મૂકી અન્ય ધર્મો પર માધ્યસ્થ ભાવ ધારણ કરવું જોઈએ, પરંતુ દેષભાવ ધારણ ન કર જોઈએ, અન્ય ધર્મો પર અને અન્યધમીઓ પર દ્વેષભાવ ધારણ કરે એ કષાયની વૃદ્ધિનું કારણ છે અને તેથી કર્મોથી બંધાવાનું થાય છે, પરંતુ મુકિતની પ્રાપ્તિ થતી નથી. શ્રી વીરપ્રભુના જ્ઞાનસાગરના કણિયાઓ અન્યધર્મમાં પણ છે. વિશ્વમાં જે જે ધર્મે જીવતા દેખાય છે તેમાં જે જે અંશે સત્યતા હોય છે તે તે અંશતાએ તેઓનું જીવન ટકી રહેલું છે એમ અવબેધવું. સર્વ દુનિયામાં જ્યાં જ્યા સત્ય રહેલું હોય તે ગ્રહવું–પરંતુ પક્ષપાત કર નહિ. સત્યના અશેની વિશાળતાની દષ્ટિએ સર્વત્રથી સત્ય આકર્ષી શકાય છે અને તેથી તેવા બૃહભાવથી ધર્મને સજીવન રાખી શકાય છે તથા સ્વધર્મમાં જે જે ખામીઓ બાકી રહેતી હોય છે તે સત્યાના ગ્રહણથી પૂર્ણ કરી શકાય છે. સ્વધર્મ કરતાં અન્ય ધર્મોની મનુષ્યમા શાથી વ્યાપકતા છે ? તે કદાગ્રહને ત્યાગ કર્યાવિના અનુભવાતી નથી. વિશ્વમાં સર્વ ઠેકાણે સત્ય વ્યાપી રહેલું છે. કદાગ્રહ ત્યાગ કર્યા વિના સત્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. કદાગ્રહ રાહુના કાળા વાતાવરણથી સત્યની ઝાંખી થઈ શકતી નથી. જૈનકેસમાં ધર્માચાર્યો પરસ્પરમા થતું–થનાર કદાગ્રહ ત્યાગ કરે તો તેઓ પરસ્પર સત્યનું ગ્રહણ કરવા સમર્થ થઈ શકે એમા કંઈ શંકા નથી સત્યની અનેક દષ્ટિએ વ્યાખ્યા કરીએ તેય અનંત સત્ય બાકી રહે છે જ્યારે આવી સત્યધર્મની સ્થિતિ છે ત્યારે અનંત સત્યમાથી વિશ્વ અનંતમા ભાગે સત્ય ગ્રહી શકે છે તેથી કદાગ્રહ કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી. સર્વગત જે સત્ય છે તેમાંથી પણ અનંતમા ભાગે સત્ય ગ્રહી શકાય છે અને અનંતમા ભાગે સત્ય કથી શકાય છે. કદાગ્રહથી સત્યના અનેક અંશે હોય છે તેમાં અસત્યનો આરોપ થાય છે અને તેથી સત્યને લેપ થાય છે. જે અંશે સત્ય ગ્રહ્યું હોય છે તેનાથી બાકી અનંતસત્ય હોય છે તે સાપેક્ષદષ્ટિ ધારણ કર્યા વિના અનુભવમા આવી શકે તેમ નથી. ધમાચારમા ધર્મક્રિયાઓમાં સદાચારમા ધર્માનુષ્ઠાનેમાં અમુક દૃષ્ટિએ કદાગ્રહ બંધાયા પશ્ચાત અમુક અન્યધર્માચારોમાથી ક્રિયાઓમાથી સદાચારમાથી જે જે અંશે ક્ષેત્રકલાનુસારે સત્ય હોય છે તે ગ્રહી શકાતું નથી એટલું તે નહિ પરંતુ