________________
પક
( ૬૯૮).
શ્રી કગ -સવિવેચન વિવેચન --દ્રવ્યાનુગ, ગણિતાનુયોગ, અનુકરણનુયોગ અને ધર્મકથાનકોણ આ ચાર અનુગમાં સર્વધર્મશાસ્ત્રોને સમાવેશ થાય છે. પંચપ્રકારનાં જ્ઞાન, પડદવ્ય, નવતત્વ, કસિદ્ધતિ, પદાર્થવિજ્ઞાન (સાયન્સવિધા, દ્રવ્યગુણપર્યાયવરૂ૫. સંતવાદ, નવાદ, તા દ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, શુદ્ધાદ્વૈતવાદ, ન્યાયશાસ્ત્રો વગેરેને દ્રવ્યાનુયોગમાં સમાવેશ થાય છે,
તિશાસ્ત્રોને ગણિકાનુગમાં સમાવેશ થાય છે. ધર્મક્રિયાઓ, ધર્માચાર, ધર્માનુછાને, ગૃહનાં અને ત્યાગીઓનાં વતે આદિને ચરણકરણનુગમાં સમાવેશ થાય છે. ધર્મસંબંધી સર્વવૃત્તાને ધર્મકથાનુગમાં સમાવેશ થાય છે. ચાર અનુગરૂપ ચાર વિદ્યાની પ્રવાહની અપેક્ષાએ અનાદિતા છે અને અમુક તીર્થંકરાદિની અપેક્ષાએ આદિતા છે. ચાર અનુયાગરૂપ ચાર વેદોનું જ્ઞાન સર્વત્ર વિસ્તારવું જોઈએ. મતવિશારદોએ ચાર અનુગેના રહસ્યને અવબોધીને તેને પ્રચાર કરવા સર્વ પ્રકારના ઉપાયે જવા જોઈએ. દ્રવ્યાનુયોગી ગીતાર્થ ધર્મનું રક્ષણ કરવા અને ધર્મની વૃદ્ધિ કરવા સમર્થ બને છે. ચાર અનુગના જ્ઞાનવડે આત્મા અને પરમાત્માની શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. તત્વશ્રદ્ધા, ધર્મશ્રદ્ધા, દેવગુરુશ્રદ્ધા આદિ અનેક પ્રકારની શ્રદ્ધાવડે આત્માની ઉન્નતિ કરવી જોઈએ. સદાચારે અને આત્માના ગુણોથી અશ્રદ્ધાલુ ભ્રષ્ટ થાય છે માટે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનું સત્કર્મચાગીઓએ આરાધન કરવું જોઈએ સદાચારમા સગુણેને રસ રેડાતાં આત્માની શુદ્ધતા થાય છે, માટે સદાચાર અને સશુણોના શ્રદ્ધાળુ બની કર્તવ્ય કર્મો કરવા જોઈએ. નગમ, સંગ્રહ, વ્યવહાર, ત્રાસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નેના સાતસો ભેદ છે; વસ્તુનું યથાર્થ સ્વરૂપ અવબોધવાને સાપેક્ષ જ્ઞાનદષ્ટિને ન કયે છે. અનેકજ્ઞાનદષ્ટિરૂપ નથી એક વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ અવબોધાય છે સાત નથી એક વસ્તુને સાત પ્રકારે અવધીને તેનું સ્વરૂપ કળી શકાય છે તેથી હઠ કદાગ્રહ મિથ્થાબુદ્ધિને નાશ થાય છે. સર્વ નેને સાર ધર્માચાર છે, ધર્મક્રિયા છે, ધર્મપ્રવૃત્તિ છે, આત્મચારિત્ર છે. જ્ઞાનપૂર્વક ક્રિયા શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાનપૂર્વક ચારિત્રક્રિયાથી આત્માની પરમવિશુદ્ધિરૂપ પરમાત્મતાની આવિર્ભાવતા થાય છે. જ્ઞાનપૂર્વક ક્રિયાથી ચારિત્રધર્મની વૃદ્ધિ થાય છે સર્વ નને સાર-આત્મચારિત્ર્યની ખીલવણી કરવી એજ છે. આત્મચારિત્ર્યને જે ખીલવે છે તે સર્વનના સારને પ્રાપ્ત કરે છે. સદાચાર ધર્મપ્રવૃત્તિમા, જ્ઞાન ધ્યાન સમાધિરૂપ ચારિત્રમાં સર્વનને સાર આવી જાય છે માટે જેણે આત્મચારિત્ર્ય ખીલવ્યું તેણે સર્વ નોને સાર પ્રાપ્ત કર્યો એમ અવધવું. ગૃહસ્થોએ અને સાધુઓએ સર્વ નેને સાર ઉપર્યુક્ત અવબોધીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ અકર્મને નાશ કરીને કેવળજ્ઞાનાદિ શકિતને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી જોઈએ. નીતિજ્ઞાનદર્શનાદિ ગુણે તે ચારિત્ર્ય છે પ્રામાણ્ય, પરોપકાર, નિર્દોષ