________________
બ્રહ્મચર્યનું સાત્વિક ફળ.
શુભન્નતિ ગણાય છે તેનું મૂલકારણ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય છે. પંડિતે, વિદ્વાને, બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય, શુદ્રો વગેરે સર્વગુણકર્મવિશિષ્ટ મનુષ્ય વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યને પાળે છે તે તેઓની ઉન્નતિ થઈ શકે છે. ગૃહસ્થમનુષ્યોએ કમમા કમ વશવર્ષપર્યન્ત તે સંપૂર્ણ વીર્યની રક્ષા કરવી જોઈએ. પૂર્વના સમયના મનુષ્ય બ્રહ્મચર્ય પાલનમાં અત્યંત પ્રખર હતા તેથી તેઓ સ્વતંત્ર રહી સર્વજીના શ્રેયમાં ભાગ લઈ શકતા હતા. હાલ વીર્યરક્ષા તરફ
કેનું ચિત્ત આકર્ષાયું નથી તેથી મનુષ્ય વિષયકામના દાસ બની ગયા છે; તેથી તેઓ પતંત્રતાની, દાસત્વની, નીચત્વની બેડીમા કેદી બની ગયા છે. શુદ્ધહવાજલવિશિષ્ટીલેમા વીશવર્ષપર્યન્ત બાળકે બ્રહ્મચર્ય પાળે એવા બ્રહ્મચર્યાશ્રમ સ્થાપવા જોઈએ. ત્યાગી સાધુઓમાં વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યપાલનમાં કેટલે અંશે સડે પડે છે તે માટે જે તેઓ અત્યારથી વિર્ય રક્ષારૂપે બ્રહ્મચર્યપાલનના ચાપતા ઉપાયો નહિ જે તે ભવિષ્યમા ત્યાગી સાધુઓ-મુનિના વર્ગને નાશ થવાનો. શારીરિક આરેગ્યપુષ્ટિ હોય છે તે અન્ય સર્વપ્રકારની શુન્નતિ કરી શકાય છે માટે વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યપાલનમા સર્વસ્વાર્પણ કરીને પ્રવૃત્ત થવું જોઈએ આધિભૌતિક અને આધ્યાત્મિક સર્વ શકિતનુ ભૂલકારણ બ્રહ્મચર્ય છે. બ્રહ્મજ્ઞાન યાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામા વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય પાલન કર્યા વિના કદાપિ ચાલી શકતું નથી. સર્વ પ્રકારની કલાઓનો અભ્યાસ કરવા માટે અને ધર્મકલાને અભ્યાસ કરવા માટે વીર્યક્ષારૂપ બ્રહ્મચર્યવિના કદાપિ ચાલતું નથી. વિષયના ભીખારી દુર્બલમનુષ્યો કામના ગુલામ બનીને સર્વશકિતપ્રદવીને નાશ કરે છે. વીર્યરક્ષા અને સત્યથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. સર્વત્રતમા શિરોમણિ બ્રહ્મચર્યવ્રત છે. જે મનુષ્યો મોજીલા-શેખીલા બને છે તેઓ વીર્યને નાશ કરીને વિઘામા, ક્ષાત્રકર્મ, વ્યાપારમા, વૈશ્યકર્મમા અને સેવામા પરિપૂર્ણ ભાગ લઈ શકતા નથી અને તેથી તેઓ સર્વશક્તિથી ભ્રષ્ટ બની અર્ધગતિને પ્રાપ્ત કરે છે. જૈનધર્મશાસ્ત્રોમાં પરચાશવર્ષના ગૃહસ્થમનુષ્યને યોગ્યગુણેથીજ ચોગ્યકન્યા સાથે પાણિગ્રહણ કરવાનો અધિકાર આપેલ છે. પરચીશવર્ષ પૂર્વે ગૃહસ્થાશ્રમમાં ચોજાયેલા પુરૂની જે સંતતિ થાય છે તે વિશ્વ પ્રખ્યાત થઈ શકતી નથી વીર્યરક્ષણથી સર્વ પ્રકારની ગજકીય વ્યાપારાદિક શકિતનું સંરક્ષણ કરી શકાય છે. વિશ્વમાં સર્વપ્રકારના જગવિખ્યાત મહાપુરૂ થએલા છે. તેઓએ વીર્યની અમુક દષ્ટિએ રક્ષા કરી હતી. દેશ-ધર્મ-ગલ્ય-સઘકેમની પડતીનું મૂલકારણ બ્રહ્મચર્યભ્રષ્ટતા છે, અએવ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન કરીને સર્વ મનુષ્ય ઉન્નતિશીલ બને એવા બ્રહ્મચર્યના રક્ષણના નિયમે ચોજવા જોઈએ જેમકેમની પડતી થવાનું મુખ્ય કારણ વીર્યરક્ષણની ખામી છે બ્રાહ્મણનું, ક્ષત્રિયોનું, વૈશ્યનું, શદ્રોનું અને ત્યાગીઓની પડતીનું કારણ ખરેખર વીર્યરક્ષાની ખામી અવધાય છે. આર્યાવર્તમ પુર્વકાલની પેઠે પુન અનેક બ્રહ્મચર્યાશ્રમ ખૂલે અને પુત્રોને અને પુત્રીઓને બ્રહ્મચારી બનાવવામા આવે અને ચોગ્યવયપર્યત વીરક્ષારૂપ બ્રહ્મચર્યમાં સ્થિર કરવામા