________________
શ્રી કમગ ગ્રંથ-સચિન. -~- ~~- ~~-~ ~-~-- ~~ ~-~ -- ----- ----- --- --~-~કરવાનાં સ્થાન વિગેરે સાધનને તપ કહેવામાં આવે છે. અનેક ભિન્ન ભિન્ન લવડે તપની વ્યાખ્યા કરી શકાય છે. પ્રાયશ્ચિત્તાદિ અન્તરતપને ખાસ કરીને આધિવ્યાધિઉપાધિથી મુક્ત થવું એ જ તપઢારા પરમસાયકર્તવ્ય છે. નવપદ પરી પરમત પદની જૈનશાસ્ત્રોમાં ઉત્તમ વ્યાખ્યા કરવામા આવી છે. નિકાચિત અને અનિચિતને નાશ કરવા માટે સવિચારશ્ય, દયાનરૂપ, ભાવનારૂપ, નિરાસતરવાભક્તિસમાધિરૂપ તપની જેટલી પ્રશંસા કરવામા આવે તેટલી જૂન છે. ઉત્સર્ગભાર્ગવી અને અપવાદમાગથી તપની આરાધના કરવી જોઈએ. આપત્કાલમા ધર્માર્થે જે જે કર્તવ્ય કાર્ય રૂપ તપ કરવાની આવશ્યકતા સ્વીકારવામા આવે છે તેને આપત્તિકાલીનતપ કથવામાં આવે છેઆપત્તિકાલમાં ધર્મ અને ધમીઓના રક્ષણ માટે જે જે દુખે સાહીને કર્મો કરવામાં આવે છે તેને આપતા કહેવામાં આવે છે. સૂર્યના કિરણની પેઠે તપથી અનેક પ્રકારના લાર્ભો પ્રાપ્ત થાય છે. આત્માની શુદ્ધતા જે અનુષ્કાનેથી કરવામાં આવે છે અને તેમાં અનેક દુમાંથી ધીરવીરતાથી પસાર થવું પડે છે તેને તપ કહેવામાં આવે છે. મોક્ષની પ્રાપ્તિ માટે સર્વ દશ્યપદાર્થોની ઈચ્છાઓને ત્યાગ કરવામાં ઉચ્ચ શુદ્ધ તપનું મહત્વ કહ્યું છે. વૈશાખ અને ત્યે માસમાં સૂર્યને અત્યંતતાપ પડે છે ત્યારે અત્યંત વૃષ્ટિનો પ્રારંભ થાય છે તેની પેઠે સર્વમનુષ્યને સ્વાધિકારે નિરાસતભાવથી કર્તવ્ય કાર્યો કરતાં અત્યંત દુખાદિ તાપ વેઠ પડે છે ત્યારે અનંતસુખની પ્રાપ્તિ થાય છે મેહની સર્વ પ્રકૃતિ પર કાબૂ મેળવીને નિહદશાએ આત્મામાં થિસ્તા–રમણતા કરવી એ જ તપ છે. તપના પ્રથમ પગથીએ ચઢવાથી અનુક્રમે ચરમતપની પ્રાપ્તિ થાય છે માટે પ્રથમવ્યાવહારિષ્ઠ શુભ કર્મોના તપની સેવા કરવી પડે છે, યમનિયમની સિદ્ધિ થયા વિના ધ્યાનસમાધિની પ્રાપ્તિ કરવી તે જેમ અગ્ય છે તેમ પ્રથમ બાહ્યતપની સિદ્ધિ કર્યા વિના આન્તરતપની એકદમ પૂર્વભવના સંસ્કાર વિના પ્રવૃત્તિ સેવવી તે અયોગ્ય ઠરે છે. તપના વિચારોનું અને આચારનું જ્ઞાન કરી આત્માની જ્ઞાનાદિ શક્તિને વિકાસ કરે. એ જ તપસ્વી બનવાને મુખ્ય પાય છે; તેને રવાધિકારે આદર કરવો જોઈએ. અવતરણ–તપની આદેયપ્રવૃત્તિ જણાવ્યા પ્રમાદપરિહારતાને જણાવે છે. -
श्लोकः प्रमादाः परिहतव्याः सततं धर्मकर्मसु । आन्तराः शत्रवो बोध्या हन्तव्याः स्वात्मवीर्यतः ॥२४२॥
શબ્દાર્થ—ધર્મકર્મોમા પ્રમાદ દૂર કરવા લાયક છે. પ્રમાદ છે તે આન્તરશત્રુઓ છે તેઓને આત્મશક્તિથી હણવા જોઈએ,