________________
-
-
-
- -
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
( ૬૪૪)
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
જોઈએ. બાહ્યવ્યાવહારિક આધ્યાત્મિકબળપ્રગતિ અને આન્તરઆધ્યાત્મિકબળ એ પ્રકારનાં બળાથી વિશ્વમાં સર્વ મનુષ્યો સ્વતંત્ર સુખમય જીવન ગાળી શકે છે; વિશ્વવર્તિ સર્વજીનાં દુખે નાશ પામે એવી આધ્યાત્મિક પ્રગતિદષ્ટિએ સર્વશકિતપ્રદાયકધર્મ સેવા જોઈએ. . સ્વાર્થમય શક્તિથી ફક્ત સ્વાત્માને લાભ થાય છે અને અન્યને હાનિ કરી શકાય છે. સર્વ જીના શ્રેયમાં સ્વશ્રેયઃ સમાયું છે—-એવી પરમાર્થ દષ્ટિપૂર્વક સર્વશક્તિપ્રદાયક ધર્મ સેવ જોઈએ કે જેથી સ્વાર્થમય લધુસંકુચિતવત્લેને નાશ થાય અને અનન્ત સુખમય ધર્મવર્તલમય જીવન પ્રાપ્ત કરવાનો અધિકાર પ્રાપ્ત કરી શકાય. સંકુચિતદષ્ટિવર્લ્ડલથી સર્વશકિતપ્રદાયકધમકને સેવાથી સંકુચિતતાનો નાશ થતો નથી અને નીતિના વિશ્વવ્યાપક ધર્મસૂત્રને પણ લઘુવર્નલવાળાં કરી શકાય છે. આત્માની સર્વ શક્તિને નાશ થાય એવા ધર્મકર્મો જે જે જાણતાં હોય તેઓને કરડે ગાઉથી નમસ્કાર કરવા જોઈએ. આત્માની શકિત વધે એવાં આધ્યાત્મિક અને વ્યાવહારિક ધર્મકર્મોને હાલ જે મનુષ્ય સેવે અને શક્તિવિનાશક કમેને ત્યાગ કરે તે તેઓ અવનતિને દેશમાથી, સમાજમાંથી અને સંઘમાથી હાંકી કહાડવાને શકિતમાન થઈ શકે. આધ્યાત્મિશક્તિના સંગઠ્ઠન વિના બાહ્ય વ્યાવહારિક શક્તિનું સાત્વિક અબાધિત સંગઠ્ઠન થઈ શકતું નથી–એ દૈવી નિયમ છે. અતએ સર્વ શકિતને પ્રાપ્ત કરવા માટે દેશકાલાનુસારે જે જે સાત્વિક કર્મો કરવાં પડે તેમાં આધ્યાત્મિક શક્તિનું સંગઠન થાય એ ખાસ ઉપગ રાખવો જોઈએ. આધ્યાત્મિક સર્વ શક્તિની પ્રાપ્તિ વિના દેશ કેમ સઘની સત્યેન્નતિ કદાપિ થઈ નથી, થતી નથી અને થશે નહીં. વર્તમાનમાં શક્તિ વધે તેને પ્રત્યક્ષ અનુભવ આવ્યા વિના રહેતો નથી. સાત્વિક વૃત્તિપૂર્વક સર્વ શક્તિ વધે એવાં શુભ કર્મો કરવામાં જ , સ્વફરજની પૂર્ણતા થાય છે. સર્વદેશ, ભિન્નકે, ભિજાતીય મનુષ્ય, વગેરેની ઉન્નતિ જેનાથી વ્યવહારમાં પ્રવર્તતી થાય એવા સર્વ શુભ વિચારેને અને આચારોને ધર્મ તરીકે કથવામાં આવે છે. ધર્માનુલ સર્વ વિચારેને અને આચારેને સાધ્યદૃષ્ટિએ ધર્મ થવામાં આવે છે. ગુરુની ભક્તિથી આન્નતિ થાય છે. વિદ્યાસત્તા અને લક્ષમીવડે ધર્મની આરાધના કરવામાં આવે છે તે વિદ્યાદિની સફલતા થાય છે. વિદ્યાસત્તાલક્ષ્મીવડે જેઓ ધર્મની આરાધના કરે છે અને વિદ્યાદિને સદુપયોગ કરે છે તેઓની આર્યતા વિશ્વમાં પ્રસિદ્ધ છે. વિદ્યાસત્તા લક્ષમીથી ધર્મની આરાધના જે ન કરવામાં આવી તે અનાર્યવ પ્રાપ્ત થયા વિના રહેતું નથી. વિશ્વમાં જે જે ધર્મો સજીવન રહે છે તેમા શક્તિ હોય તે તેઓ સજીવન રહી શકે છે. જે ધર્મ વિશ્વને સમાન ગણીને તેઓની સેવા કરવાનું ફરમાવે છે તે ધર્મની વિશ્વમાં વ્યાપકતા થાય છે. જે ધર્મમા અને જે ધર્મના લેકે મા ઉદારતા નથી તેઓના વિચારોને અને આચારેને વિશ્વમાં પ્રચાર