________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
( ૬૪૮ ),
શ્રી કચોગ ગ્રંથ-સવિવેચન. રક્ષણાર્થે જેઓ આત્મસમર્પણ કરવામાં ભય પામે છે તેઓ નપુંસક નિવમૃતક સમાન મનુષ્ય છે આત્મજ્ઞાનીમહાત્માઓ ધર્મની રક્ષા કરવામાં સમ્યફ આત્મસમર્પણ કરી શકે છે, તેઓ કદાપિ પરાશ્રયી બની શકતા નથી, અધમ મનુષ્યનું તથા નાસ્તિક મનુજ્યનું બલ વધી જાય છે ત્યારે અપવાદ માર્ગથી પણ છેવટે ધર્મની અને ધર્મીઓની રક્ષા કરવાની પ્રવૃત્તિને સ્વીકાર્યા વિના છૂટકે થતો નથી. જે કાલમાં જે દેશમાં જે જે બાબતેથી ધર્મની રક્ષા થાય છે તે તે ઉપાયોને સ્વીકારવામાં પાછી પાની કરવામાં આવે છે તે તેથી ધર્મની રક્ષા થતી નથી. અએવ જે કાલે જે દેશમાં ઉત્સર્ગ અને અપવાદ માર્ગે જે જે ઉપાયથી ધર્મરક્ષા થાય તેઓને આદરવામાં આત્મસમર્પણ કરવું જોઈએ, કારણ કે ધર્મથી સદા સ્થાયી ઉન્નતિ રહી શકે છે– એમ સર્વત્ર વિશ્વમાં સર્વ સુ જાણી શકે છે. ધર્મથી જ સન્નતિ છે એમ માનીને ધર્મરક્ષાર્થે આત્મસમર્પણ કરવામાં અનેક જાતીય સંઘબળપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. અનેક પ્રકારના પરસ્પર વિરુદ્ધ ધર્મમાં અનેક નાની દરિવડે સત્યધર્મ ગ્રહણ કરે જોઈએ પણ નકામે ધર્મકલામાં આત્મવીર્યને વ્યય ન કરવું જોઈએ. અનેક શુભ શક્તિને ધર્મયુદ્ધ કરીને નાશ ન કરવો જોઈએ એવું ખાસ લક્ષ્ય રાખવું જોઈએ.
અવતરણુ–ધાર્મિકમનુષ્યનું વિશ્વમાં અસ્તિત્વ સંરક્ષવા માટે એગ્ય કર્તવ્ય કર્મ કરવું જોઈએ તે દશાવે છે.
श्लोक अस्तित्वं व्यवहारेण धार्मिकाणां यतो भवेत्।
देशकालानुसारेण कर्तव्यं कर्मभृतले ॥ १६८॥ શબ્દાર્થ –ધાર્મિકમનુષ્યનું વ્યવહારમાં અસ્તિત્વ જે કર્તવ્યકર્મથી થાય તે કર્તવ્ય. કર્મને દેશકલાનુસારે કરવું જોઈએ.
વિવેચન –વિશ્વમાં ધાર્મિકમનુષ્યના અસ્તિત્વની અત્યંત આવશ્યકતા છે. ધાર્મિકમનુષ્ય વિશ્વમાં સર્વજીનું શ્રેય કરવા સમર્થ બને છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નીતિ, પ્રામાણ્ય, સર્વ પર મૈત્રીભાવ માધ્યસ્થ, કારૂણ્ય, પ્રમોદ, ગુણાનુરાગ આદિ ગુણોવાળા મનુષ્ય ધાર્મિક ગણાય છે. દયા, સત્ય, શુદ્ધ પ્રેમ, પરેપકારાદિ ગુણવિના કોઈ મનુષ્ય ધમ બની શકતો નથી. માર્ગાનુસારી ગુણો વિના સમ્યકત્વાદિ ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. સાધુઓ વગેરેની ભકિત કરવાના ગુણવાળા મનુષ્ય ધાર્મિક થાય છે. શ્રતધર્મ અને ચારિત્રધર્મની અમુકાશે પ્રાપ્તિની અપેક્ષાએ મનુષ્ય ધાર્મિક કથાય છે. ગુણેવિના ફકત અમુક જાતની રૌઢિક ધર્મક્રિયા કરવા માત્રથી કઈ ધમમનુષ્ય બની શક્ત