________________
( ૬૭૮)
થી કર્મચાગ ગ્રંથ-સવિવેચન,
આ વિશ્વમાં મૈત્રીઆદિ ચાર ભાવનાઓને કડો ગ્ર લખીને વા તેના કરડે ભાષણે કરીને સ્વપરની જે ઉન્નતિ કરી શકાય છે તે અલ્પમાત્ર છે, પરંતુ મૈત્રીઆદિ ચાર ભાવનાને આચારમા મૂકવી તે જ આત્માની અનન્તગુણી ઉન્નતિ છે. વાચિક જ્ઞાન વા ભાવનામાત્રથી ઉન્નતિ કરી શકાતી નથી દેશેતિ કરવા માટે, સામાજિકેનતિ કરવા માટે, સ ઘેન્નતિ કરવા માટે, ચાતુર્વર્યોન્નતિ કરવા માટે, ત્યાગીઓની ઉન્નતિ કરવા માટે જે જે ઇચ્છા - રાખનારાઓ હેય તેઓએ ચાર ભાવનાને આચારમા-વર્તનમાં મૂકી બતાવવી જોઈએ. સર્વસ્વાર્થોને ત્યાગ કરીને સામાજિક હિત માટે કર્તવ્ય સર્વ કાર્યો કરવા જોઈએ. સામાજિક હિતમાં સર્વ વિશ્વજનોનું હિત સમાયેલું છે. સામાજિક હિતસ્વીઓ દેશ-સમાજ-સંઘ-રાજ્ય આદિ સર્વની હિત કરવાની પ્રવૃત્તિ કર્યા કરે છે. વાર્થોને ત્યાગ કર્યા વિના સામાજિક હિતકર કાર્યોમાં પ્રવૃત્તિ કરી શકાતી નથી. સ્વાર્થની સંકુચિતદષ્ટિથી સામાજિકહિતરૂપ મહાસાગરને અવલોકી શકાતું નથી. સામાજિક હિતકર કર્મોમાં પ્રવૃત્ત થનાર નિઃસ્વાથી કર્મચાગી મનુષ્ય જેટલું દુનિયાના જીવનું કલ્યાણ કરી શકે છે તેટલું અન્ય મનુષ્ય કરી શકતા નથી. સામાજિકહિતકર કાર્યો માટે વ્યાપક દષ્ટિથી કાર્ય કરનારાઓ મહાયુદ્ધોની શાન્તિ કરી શકે છે અને સર્વ જીના દુખે દૂર કરવા આત્મભોગ આપી શકે છે. વિશ્વમાં શાન્તિને પ્રચાર કરવા માટે ઉત્તમ ચારિત્રગુણસંપન્ન વ્યાખ્યાતાઓએ શાલિકર વ્યાખ્યાને દેવાં જોઈએ અને પુરુષએ શાન્તિકર્મના પ્રબોપૂર્વક અને ઈતર ઉપાય પૂર્વક શાનિત થાય એવા કાર્યો કરવા જોઈએ. હાલ યુપી મહાવિગ્રહથી સર્વત્ર વિશ્વમાં અશાંતિ ફેલાઈ છે. વિશ્વમાં સર્વ લેકમા દુખને અત્યત સંચાર થવા લાગે છે. આ વખતમાં વિશ્વમાં શાન્તિ પ્રસરે એવા ઉત્તમ પ્રબન્ધપૂર્વક પુરુષોએ પ્રબલ પ્રયત્ન કરી જોઈએ, ક્ષાત્રકમ અને વૈશ્યકમ મનુષ્યની અત્યંત વૃદ્ધિ થવાથી અને બ્રાહ્મણની અને ત્યાગીઓની સંખ્યા કમી થવાથી વિશ્વમાં અનેક યુદ્ધ પ્રકટી નીકળે છે અને તેથી શેષ વણેને પણ નાશ થાય છે તથા મનુષ્યમાં વર્ણસંકરત્વ દાખલ થાય છે. જૈનધર્મને આચારમાં મૂકી બતાવનારા બ્રાહકની અને ત્યાગીઓની યુરેપમાં સંખ્યા વૃદ્ધિ પામે તે હાલમાં જેવા યુદ્ધો ત્યાં થાય છે તેવા થઈ શકે નહીં. વિશ્વમાં શક્તિને પ્રચાર થાય એવા કાલાનુસારે ભિન્ન ભિન્ન કર્મો હોય છે અને ભિન્ન ભિન્ન વણીય મનુષ્યથી શક્તિને પ્રચાર થાય છે. કેઈ સમયે ત્યાગી મહાત્માઓના બળે વિશ્વમાં શક્તિ પ્રસરે છે. કેઈ વખત આત્મજ્ઞાની બ્રાહ્મણના બળે વિશ્વ
મા શાતિ પ્રસરે છે. કોઈ વખત ક્ષત્રિયેના-ગુણકર્મળ શાન્તિ પ્રસરે છે. કેઈ વખત વૈશ્યના બળે શાન્તિ પ્રસરે છે અને કઈ વખત શુદ્ધોની સેવાબળે વિશ્વમાં શક્તિ પ્રસરે છે. ચાર વર્ણોન અને ત્યાગીઓનુ સમાન બળ હોય છે, તે વિશ્વમાં વિશેષતઃ શાન્તિ પ્રસરે છે. કોઈ વર્ણનું ગુણકર્માનુસારે અધિક વા ન્યૂન બળ થતા અશાન્તિને વિકાર ફાટી નીકળે છે. વાત પિત્ત અને કફની સમાનતા વડે શરીરનું આરોગ્ય રહે છે. વાતપિત્ત અને કફની