________________
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
- -
-
-
-
- -
-
- -
- -
- -
- -
- - -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
( ૬૩૬ )
, શ્રી કર્મચાગ પ્રથ–સવિવેચન કરી હતી. આ ઉપરથી સ્પષ્ટ અવબેધાશે કે ઉપર્યુક્ત મહાત્માઓ વગેરે અનેક મહાત્માઓએ આત્માનું ધ્યાન ધર્યું. વર્તમાનમાં અનેક મહાત્માઓ આત્માનું ધ્યાન ધરે છે અને ભવિષ્યમાં અનેક મહાત્માઓ આત્માનું ધ્યાન ધરીને અનેક ધર્મોને પ્રકટાવશે. આ ઉપરથી અવધ મળે છે કે આત્માના અનંતજ્ઞાનાદિ ધર્મને પાર નથી. તેનું ધ્યાન જેટલા અંશે થાય છે તેટલા અશે તેના શુદ્ધધર્મને અનુભવ આવે છે. સાગરમા અનંતગુણ જલ છે તેમાં લેટે લેટા જેટલું જલ ભરી શકશે અને ગાગર, ગાગર જેટલું જલ ભરી શકશે પરંતુ જલને પાર આવવાને નથી. તત્ આત્માને શુદ્ધધર્મ અનન્ત છે તેથી તેને પાર આવી શક્તો નથી. જ્ઞાની આત્મા અનન્તજ્ઞાનાદિ શુદ્ધધર્મો તરફ વળે છે અને ત્યાં જેટલું તે વિશ્રામ પામે છે તેટલો આનંદ પામીને તે ખુશી થાય છે. જ્ઞાનીમહાત્માઓ આત્માના અનંત શુદ્ધધર્મોનું ધ્યાન ધરીને તન્મય બની પરમાત્માઓ બને છે. આ પ્રમાણે આત્માની, સ્થિતિ છે માટે આત્માના શુદ્ધધર્મની વૃદ્ધિ થાય અને સત્ય શુદ્ધધર્મના વિચારને સર્વત્ર વિશ્વમાં પ્રચાર થાય તે માટે શ્રી મહાવીરપ્રભુની પેઠે ઉપદેશ દેવામાં કર્મચાગીઓએ પરિપૂર્ણ આત્મભોગ આપ જોઈએ. ઉપર્યુક્ત આત્માના શુદ્ધધર્મની અને સત્ય વ્યવહાર ધર્મની ઉત્પત્તિનું મૂળ સન્ત–સાધુઓ છે. સાધુએથી આત્માના શુદ્ધધર્મને પ્રચાર થાય છે. આ વિશ્વશાળાના સત્ય શિક્ષકો સાધુઓ છે. પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે અને આત્મા તેજ પરમાત્મસ્વરૂપ છે એ નિશ્ચય કરાવવા માટે સાધુઓની સેવા કરવાની જરૂર છે. સર્વધર્મોનું મૂળ સાધુઓ છે. કામાદિવાસનાઓને નાશ કરીને અને આત્માની શુદ્ધતાને અનુભવ કરીને જે સાધુઓ થયા છે તેઓ વિશ્વમા કલ્પવૃક્ષ સમાન છે. તેઓની સેવાભક્તિ કરવાથી શુદ્ધધર્મની અવશ્યમેવ પ્રાપ્તિ થાય છે. સર્વજીમા શુદ્ધધર્મને આવિર્ભાવરૂપ ઉત્પત્તિ કરનારા સાધુઓ છે માટે સાધુઓની રક્ષા કરવામાં અને સાવીઓની રક્ષા કરવા માટે ગીન્દ્રમહાત્માઓરૂપ ઈશ્વરીઅવતારોની ઉત્પત્તિ થાય છે. સર્વ દેશોમાં, સમગ્ર વિશ્વમાં આત્માના જ્ઞાનદર્શનચારિત્રાદિ શુદ્ધધર્મોની ઉત્પત્તિ કરાવનાર સાધુઓની અને સાધ્વીઓની સેવા ભક્તિ થવી જોઈએ. નિવૃત્તિમય પ્રવૃત્તિધર્મમાં સાધુએ તલ્લીન રહે છે અને વિશ્વને કુટુંબ સમાન ગણને અનેક આધ્યાત્મિક તવેને સર્વત્ર પ્રચાર કરે છે–આધ્યાત્મિક શક્તિઓને પ્રકાશ કરનારા સાધુઓ છે. પરમાત્માના ઠેઠ પાસેના સાધુઓ છે. આ વિશ્વમા મોક્ષસુખની ઝાખીને અનુભવ કરનારા મસ્તસાધુઓ છે અનેક પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપનારા સાધુઓ છે. વેદે, આગમ, બાઇબલ, પુરાણ આદિ ધર્મશાસ્રની જીવતી મૂતિઓ સાધુએ છે. જેઓના હૃદયમાથી ભૂતકાલમા અનેક શાસ્ત્રો નીકળ્યા, વર્તમાનમાં નીકળે છે અને ભવિષ્યમાં નીકળશે એવા મહાત્મા સાધુઓ વિના દુનિયામાં અન્ય જે ર ગણાય છે તે અસત્ય છે. સત્યસ્વાતંત્ર્ય ભકતાએ સાધુઓ છે. મસ્તસાધુઓ કેઈની પરવા વિના શુદ્ધપ્રેમથી વિશ્વજનેને સત્ય વિચારે જણાવે છે. તેઓ સમાધિધ્યાનમાં,