________________
(૫૬):
શ્રી કગ ચંચ-સવિવેચન.
અવતરણુ—ધર્મક્રિયામાં નહિ મુંઝાતાં આત્મજ્ઞાની ધર્મક્રિયા સેવે છે એમ પ્રબોધ્યા પશ્ચાત ધાર્મિક સર્વ ક્રિયાઓની ઈતિકર્તવ્યતા પરમાત્મપદની પ્રાપ્તિમાં સમાય છે એવા ઉદેશપૂર્વક ધર્મક્રિયાપ્રવૃત્તિને દર્શાવવામાં આવે છે.
श्लोकः आत्मा परात्मतां याति यैः सद्धर्मकर्मभिः।' कर्तव्यानि जनस्तानि निश्चयव्यवहारतः ॥ १०५ ॥ શબ્દાર્થ—જે જે સદુધમ કમેવ આત્મા પરમાત્મદશાને પામે છે તે કને મનુષ્યોએ નિશ્ચય અને વ્યવહારથી કરવાં જોઈએ.
વિવેચન–સમસ્ત વિશ્વવર્તિ મનુષ્ય સ્વાત્માને પરમાત્મપદ મળે ઍજ મુખ્ય ઇરછા, ધારણ કરે છે. પ્રભુની પાસે જવું. પરમ બ્રહ્મ થવું. સિદ્ધ થવું. વિષ્ણુ ધામમાં જવું. ખુદાને પામવે. ગેલેકમાં જવું. નિવણ પદ પામવું-એવાં અનેક પદ પામવાને સારએ છે કે–આત્મા પિતે પરમાત્મા દશાને પામી અનન્ત સુખમય બને કે જેથી જન્મ જરા મૃત્યુનાં દુખ ટળી' જાય. આત્માની પરમાત્મદશા કરવી એ જ આ મુખ્ય સિદ્ધાંત છે. સર્વ કર્મ બંધનેથી વિમુક્ત થતાં આત્મા સ્વયં પરમાત્મપદને પામે છે. તે વર્ષા ગોક્ષ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વેદનીય મેહનીય આયુષ્ય નામ ગોત્ર અનેંઅન્તરાય એ અષ્ટકર્મને સમૂલ નાશ થતા આત્મા સ્વયં પરમાત્મા થાય છે. રજોગુણ અને તમે ગુણને મેંહનીય કર્મમાં સમાવેશ થાય છે. ક્રિયમાણ સંચિત અને પ્રારબ્ધ એ ત્રણ કર્મને બંધ ઉદય ઉદીરણ અને સત્તામાં સમાવેશ થાય છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટકમના બંધ સત્તા ઉદીરણા અને ઉદય એ ચાર ભેદ પડે છે. સંચિત કર્મને સત્તામાં સમાવેશ કર્થચિત્ થાય છે. પ્રિયમાણને બંધ હેતુઓમાં કર્થચિત્ સમાવેશ થાય છે. પ્રારબ્ધનેં ઉદયમાં ભેગાવલી કર્મમાં સમાવેશ થાય છે. જેમાં બહિરાત્માનું જે લક્ષણ છે તેને વેદાન્તીજીવનું લક્ષણ કથંચિત્ મળતું આવે છે. પરમાત્મામાં પરમ બ્રહ્મનો સમાવેશ થાય છે. દાંતકથિત વિવેકને કથંચિત સમ્યકત્વદર્શનના હેતુઓમાં સમાવેશ થાય છે. ઉપનિષમાં પ્રતિપ્રાદિત અધ્યાત્મ જ્ઞાનને સાપેક્ષ દૃષ્ટિએ જેનાગમપ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનમાં સમાવેશ થાય છે. વૈરાગ્ય જ્ઞાન ભક્તિ અને ઉપાસના માર્ગને કથંચિત્ જ્ઞાન દર્શન ચારિત્રમાં સમાવેશ થાય છે વેદાતપ્રતિપાદિત સદાચારને ચારિત્રમાર્ગમાં સમાવેશ થાય છે. વેદાન્ત પ્રતિપાદિત કેવલાદ્વૈતભાવનાને આત્માના શુદ્ધ સ્વરૂપમાં સમાવેશ થાય છે. વિશિષ્ટાદ્વૈતને આત્મા અને પુગલ એ બે દ્રવ્યમાં સમાવેશ થાય છે. દૈતાદ્વૈત સિદ્ધાંતને