________________
- -
-
-
-
-
-
- -
-
-
-
-
-
- -
-
-
-
-
- -
-
-
-
- --
-
-
-
-
-
-
--
(૬૨૨ )
* શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન
અને વિચાર કરતાં કરતાં છેવટે એકાદ ક્ષુલ્લક અને અસત્ય કલ્પના મારા મનમાં ઉદ્દભૂત થાય છે. એવી મુદ્ર કલ્પનાઓની પાછળ પડીને પરમેશ્વરને શોધવાને જે પ્રયત્ન-તે ખરેખર એક મહાપાતક જ છે. હું નેત્રે ઉઘાડીને મહાત્માઓના ચરિત્રને જોવા માંડુ છું એટલે મારું મન આશ્ચર્યથી ચક્તિ થઈ જાય છે અને તેમનામાં મને પરમેશ્વરની વિશાળતાને સાક્ષાત્કાર થયા કરે છે. મારી પિતાની કલ્પનાશકિતને ગમે તેટલી વિસ્તૃત કરીને મેં પરમેશ્વર વિષેના જે અનુમાન કરેલા હોય છે, તેમનાં કરતાં પણ કેટલી બધી વિશેષ વિશાળતા મહાત્માઓમા મને દષ્ટિગોચર થયા કરે છે ! ઉદાહરણર્થે દયાની જ કલ્પના લઈએ. મારી પિતાની દયાળુતા એટલી બધી વિશાળ છે કે જે મારા ગજવામાંથી કોઈએ એક પાઈ પણ કાઢી લીધી હોય, તે તે પાઈ કાઢી લેનારની પૂંઠે પડીને તેને વગર ભાડાની કેટડીમાં બેસાડવાના પ્રયત્નને હું પ્રથમ આરંભ કરું છું. આવી વિશાળ! દયાળુ બુદ્ધિ ધરાવનાર પુરુષના હદયમાની દયાલુતા વિષયક કલ્પના કેટલી વિશાળ હશે, એને વિચાર તમે પોતે જ કરી લે. તેમજ એનાથી ક્ષમા વિશેની મારા જેવા એક ક્ષુદ્ર મનુષ્યની કલ્પના કેટલી મોટી અને વિસ્તૃત હશે, એનું અનુમાન તે સહજમાં જ કરી શકાય તેમ છે અર્થાત્ મારી તે કલ્પના ગમે તેટલી વિશાળ થાય, તે પણ તે મારા પિતાથી બાહ્ય હોઈ શકે તેમ નથી જ-એ તે સ્પષ્ટ જ છે; અને જે મારા અસ્તિત્વ વિષે કહેવામાં આવે તે કેવળ એક જ શરીરથી બંધાયેલું છે, એટલે તેમાંની કલ્પનાઓ કેટલા પ્રમાણમાં વિશાળ થઈ શકે–એ સ્પષ્ટ હોવાથી એ વિષે જૂદ હિસાબ કરવાનું કાંઈ પણ પ્રજન નથી. પિતાના શરીરથી બાહ્યા ભાગમાં ઉયન કરવાનું સામર્થ્ય કેટલામા છે વારું ! આપણુમાના એકેમાં એ સામર્થ્ય નથી-એવો મારે દઢ નિશ્ચય છે. આપણું પ્રચલિત આયુષ્યક્રમમાં આપણને જે કોઈ પણ પ્રેમાંશને અનુભવ થાય છે તેથી બાહ્ય ઈશ્વરીય પ્રેમની કલ્પના આપણાથી કરી શકાય એમ છે ખરૂ છે કે જેને આપણને અનુભવ થયેલ ન હોય, તેવી કઈ પણ વસ્તુ વિષેની કલ્પના આપણાથી કરી શકાયએ કદાપિ શક્ય છે જ નહિ. અર્થાત્ પરમેશ્વર વિષેની કોઈ પણ કલ્પના કરવાને હું ગમે તે પ્રચંડ પ્રયત્ન કરું તે પણ મારે તે પ્રયત્ન વ્યર્થ જ થવાને-એમાં લેશ માત્ર પણ સંશય નથી પ્રેમ દયા ક્ષમા અને પવિત્રતા ઈત્યાદિ વસ્તુઓ મહાત્માઓના હૃદયમાં મને પ્રત્યક્ષ દેખાઈ આવે છે. તેમના વિષે કેવળ કલ્પના કરીને જ મારે મનને રીઝાવવું પડતું નથી. એ સર્વ ભાવનાઓ તેમનામાં પ્રત્યક્ષ અવતરેલી મારા જેવામા આવ્યા કરે છે. આમ હોવાથી જે તેમને પ્રત્યક્ષ પરમેશ્વર માનીને હું તેમનાં ચરણોમાં સર્વથા લીન થઈ જાઉં તો તેમાં આશ્ચર્ય શું હોઈ શકે ‘વારુ? ગમે તે હોય, પરંતુ તેની સર્વથા : આવી જ અવસ્થા થઈ જવાની. અમુક એક મનુષ્ય પિતાના મુખથી ગમે તે બબડાટ કરતે હોય, તે પણ મહાત્માનાં દર્શનને પ્રસંગ આવતાની સાથે, તેની સ્થિતિ આવા