________________
-
ન
-
-
-
-
-
-
-
-
-
-
-
( ૬૨ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
માન્ય ન થાય, એ સર્વથા સ્વાભાવિક જ છે. એ જ નિયમ મહાત્માઓને સંબંધમાં પણ લાગુ પડે છે, તેમનાં અવતારકાર્ય તેમના માર્ગ અને તેમના અંતિમ હેતુ આદિ સર્વ તેમની દષ્ટિ સમક્ષ હોય છે; અને તેથી કોઈપણ પ્રકારની પરિસ્થિતિના ગે તેમના ચિત્તને ભ્રમને સ્પર્શ થઈ શકતો નથી. તેમનામાં આત્મવિશ્વાસ સંપૂર્ણતાથી વસતે હોય છે, અને તેમના જે આત્મવિશ્વાસ કઈ પણ પ્રકારના સામાન્ય મનુષ્યમાં મળી આવતા નથીજ. “પરમેશ્વરનું અસ્તિત્વ તમને માન્ય છે ખરું કે?” “પુનર્જન્મને તમે માને છે ખરા કે?” અથવા “અમુક એક જન્મ તમને માન્ય છે ખરે કે?ઈત્યાદિ પ્રશ્ન આપણે એક બીજાને પૂછયા કરીએ છીએ, પરંતુ એ પ્રશ્નોના નિશ્ચિત ઉત્તરે આપવા માટે કિવા મેળવવા માટે જે મૂળ આધારની આવશ્યકતા હોય છે, તે મૂળ આધારને જ આપણામા અભાવ છે. આપણે મૂળ પાયાને જ ભૂલી ગયા છીએ; અને એ પાચે તે. અન્ય કાઈ નહિ, પણ કેવળ આત્મવિશ્વાસ કિંવા આત્મશ્રદ્ધા જ છે, જેનામાં આત્મવિશ્વાસ જ નથી તેના મનમાં બીજાઓ વિષેને વિશ્વાસ કેવી રીતે ઉત્પન્ન થાય વા? મારું પોતાનું જ અસ્તિત્વ નિશ્ચિત છે કે નહિ, એને જ પ્રથમ તે મને નિશ્ચય નથી. એક ક્ષણે મારું અસ્તિત્વ સાર્વકાલિક ભાસતું હોવા છતાં અન્ય ક્ષણે હું મૃત્યુના ભયથી થરથર કંપવા મંડી જાઉં છું એક ક્ષણે હું અમર છું એમ મને ભાસે છે, અને દ્વિતીય ક્ષણે કઈ એક યત્કિંચિત કારણથી હું કેણું અને ક્યાં છું, એટલા ભાનને પણ હું ભૂલી જાઉં છું; અર્થાત્ હું જીવતો છું કે મરી ગ છું એ પણ મારાથી સમજી શકાતું નથી. એનું કરણ કેવળ એટલું જ છે કે, મારામાં આત્મવિશ્વાસને સર્વથા અભાવ છે. જે પાયાના આધારે ઇમારત ચણવાની છે, તે પાયે જ ઉખડી ગએલે છે. અને તે જ એ પરિસ્થિતિનું મૂળ કારણ છે; મહાત્માઓ અને સામાન્ય મનુષ્ય મધ્યે જે ભેદ રહેલો છે તે એક જ છે. મહાત્માઓનાં અંત કરણમાં સંપૂર્ણ આત્મવિશ્વાસને નિવાસ હોય છે એમ નિત્ય આપણા જવામાં આવ્યા કરે છે, અને તેમનામાં આટલે બધે આત્મવિશ્વાસ કેવી રીતે ઉદ્ભવે છે, એ આપણાથી કળી શકાતું નથી. મહાત્માઓ પિતાવિષે જે કાંઈ પણ કહે છે તે તેમના કથનની ઉત્પત્તિ કરવાને આપણે અનેકમાણે પ્રયત્ન કર્યો કરીએ છીએ તેનું કારણ પણ એ જ છે. મહાત્માના એક વચન વિષે સહસ્ત્ર મનુષ્યની સહસ્ત્ર ઉત્પત્તિઓ બહાર પડે છે તેનું કારણ પણ એ જ છે તેમને તેમને અનુભવ કેવી રીતે થયે–એનું રહસ્ય આપણા જાણવામાં હતું નથી. અને તેથી જ તેમના વચને તત્કાળ આપણુ ગળામાં ઉતરી શકતાં નથી, એટલે પછી તેમને સમજી લેવા માટે આપણે સહસાવધિ પ્રકારના પ્રયત્નો કર્યા કરીએ છીએ. મહાત્માઓ બેલવા માડે, એટલે સમસ્ત જગત્ એકતાનતાથી તેમનું ભાષણ સાંભળવા માટે છે. તેમના ભાષણમાં પ્રત્યેક શબ્દ શુદ્ધ અનુભવસિદ્ધ હોવાથી તે પ્રત્યેક શબ્દ એક એક બાણ સમાન જ હોય છે. તેમના પ્રત્યેક શબ્દના પૃષ્ઠ ભાગમાં સાક્ષાત વિશ્વશક્તિ ઉભેલી