________________
1
( ૬૨૬ )
શ્રી યાગ ગ્રથ–સવિવેચન.
E
પ્રવર્તવું જોઇએ. સ્વાર્થ, સ્વચ્છંદતા, ભીતિ, લોકલજ્જા અને ગાડરીયા પ્રવાહનો ત્યાગ કર્યાં વિના ગુરુની આજ્ઞા પ્રમાણે ક`પ્રવૃત્તિ થતી નથી. આત્માની સદ્ગુરુના સર્વ પ્રકારના વિચારામા અને આચારોમા પૂર્ણ સત્યતા છે; એવી શ્રદ્ધા ન હોય ત્યાં સુધી તેમની કૃપા તથા તેમના આત્માની શક્તિયોને પ્રાપ્ત કરી શકાતી નથી. તમેવ આત્મજ્ઞાની ગુરુના ભકતોએ પૂર્ણશ્રદ્ધાના મળે આત્મસમર્પણ કરીને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવવું જોઈએ. ગુરુની આજ્ઞા થતા તેમા વિલખ કરવા એ ગુરુભકતનું લક્ષણ નથી, ગીતાગુરુમહાત્માની આજ્ઞામા મારી સર્વ પ્રકારની ઉન્નતિ સમાયેલી છે, તેમની આજ્ઞાનુકૂલ વિચારોનુ પ્રવર્તન થવું એ મારો ધર્મ છે એવું જે ભકત માને છે તે જ ગીતા ગુરુનો સત્ય ભક્ત છે. પૂર્ણ શ્રદ્ધામળે ગુરુના વિચારોની સ્વાત્મા પર હિપનોટીઝમની પેઠે અસર થાય છે અને તેથી કન્યકાયની સિદ્ધિ કરી વિજય મેળવી શકાય છે. ગુરુની પૂર્ણ શ્રદ્ધાથી આત્મામા દેવશક્તિ ખીલે છે અને જે દુ’શક્ય કાર્યાં છે તે પણ સુશય થઈ શકે છે. સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવતનાર સત્ય કર્મચાગી બને છે. કહ્યું છે કે— सर्वधर्मान् परित्यज्य मामेक शरणं व्रज; अहं त्वां सर्वपापेभ्यो, मोक्षयिष्यामि मा शुच ॥ ભગવદ્ગીતાના આ શ્ર્લાકને ગુરુપર ઉતારવા જોઇએ. શુદ્ધાત્મા ગુરુ તેજ કૃષ્ણ છે. આત્મજ્ઞાની ગુરુ કથે છે કે શિષ્ય ! તુ સર્વધર્માંના ત્યાગ કરીને મારા શરણે આવ, સર્વ પાપાથી તને હું મુકાવીશ, ગીતા ગુરુને મન સાપીને તથા મનના સર્વરાગદ્વેષરૂપ અશુદ્ધ ધર્માંના ત્યાગ કરીને શુદ્ધાત્મારૂપ ગીતા ગુરુના શરણે જવુ જોઇએ. ગીતા શુદ્ધાત્માગુરુના શરણે જવાથી અને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી સર્વ પાપાથી મુક્ત થવાય છે. ૧૪મો નીચવિદ્દારો એ ગાથાનું મનન કરી ગૃહસ્થાએ ત્યાગીઓએ ગીતા ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ, આત્મજ્ઞાની ગુરુમહાત્માના શરણાશ્રયી થતા તે શિષ્યને સર્વ પાપેાથી મુકાવે છે એમ ઉપર્યુક્ત શ્લેાકના ભાવાર્થ ખેંચીને શ્રી સદ્ગુરુને સર્વસ્વ અર્પણ કરીને તેમના આત્મારૂપ ખનવાથી પરમાત્માના અનુભવસાક્ષાત્કાર થયા વિના રહેતા નથી. સર્વ પ્રકારના આચારાના અને વિચારાના સુધારો કરીને ગુરુશ્રી ભક્તાને ઉત્તમ બનાવે છે. અતએવ આત્માજ્ઞાની ગુરુનું શરણુ અંગીકાર કરી ગુરુના આત્મારૂપ બનવું જોઈએ. પૂર્ણ શ્રદ્ધાખલથી દ્રોણાચાયની મૃત્તિકાની મૂર્તિ બનાવીને એક શિલ્કે અર્જુન કરતા અધિક ધનુર્વિદ્યાના અભ્યાસ કર્યાં હતા. પૂર્ણ શ્રદ્ધાખલથી ગમે ત્યા ગુરુના સાક્ષાત્કાર કરીને આત્મશક્તિયાને વિકાસ કરી શકાય છે. પૂર્ણ શ્રદ્ધામલથી શ્રદ્ધાવાની સહાય કરવામા દેવતા આત્મભાગ આપે છે, પૂર્ણ શ્રદ્ધાખલથી જે આત્મજ્ઞાની ગુરુને સેવે છે તે આત્મજ્યંતિના અવશ્યમેવ સાક્ષાત્કાર કરીને વિશ્વજનોને ઉદ્ધાર કરવા સમર્થ થાય છે. આ કાલમાં ગુરુદેવની પૂર્ણ શ્રદ્ધા અને ભકિતખલથી આત્માના ઉદ્ધાર થાય છે. પૂર્ણ શ્રદ્ધાખલવિના સ્વચ્છંદતાથી ગમે તેવી રીતે પ્રવવામાં આવે તે તેથી